Get The App

પ્રાર્થના એટલે શુદ્ધ ચિત્તથી, શ્રદ્ધાથી ઇશ્વરનું સ્મરણ, ચિંતન કે મનડું ઇશ્વરમય બને

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
પ્રાર્થના એટલે શુદ્ધ ચિત્તથી, શ્રદ્ધાથી ઇશ્વરનું સ્મરણ, ચિંતન કે મનડું ઇશ્વરમય બને 1 - image

ઇશ્વરને કોણ ભજે છે ? : આની વાત પણ શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે, (૧) જીજ્ઞાસુ, (૨) મુમુક્ષુ (જીજ્ઞાસુ), આર્ત (સંકટ સમયે તેને નિવારવા માટે ભજનાર અને (૩) અર્થાર્થી (નાશવંત-દુન્વયી પદાર્થો માટે ભજનાર તથા (૪) જ્ઞાની (આત્મજ્ઞાની) ભક્તો શ્રી કૃષ્ણને ભજે છે. સાચે જ એ માણસ બુદ્ધિમાન છે જે આ જગતના અવસરનો ઉપયોગ (જીવનનો ઉપયોગ) પ્રભુની ઝલક પ્રાપ્ત કરવા માટે કરી લે છે. એના સિવાય કોઈ બુદ્ધિમાન નથી. જે સત્યની શોધમાં કરી લે છે. પરમાત્માને ઓળખી શકે છે તે.

પરમાત્માનો અર્થ છે જીવનનું જે ગહનતમ સત્ય છે જે જન્મ પહેલાં આપણી સાથે હતું અને મૃત્યુ પછી પણ અંદર રહે છે. નિશ્ચિત જ બુદ્ધિમાન એ છે જે મેઘાવી છે. જે આ જીવનમાં મુળ સત્યને ઓળખી લે છે.

પ્રભુનું સ્મરણ એટલે અમૃતત્વનું સ્મરણ. ચૈતન્યનું સ્મરણ, પરમ સત્યનું સ્મરણ એ સ્મરણ એવું છે કે રોમ રોમમાં, શ્વાસશ્વાસમાં, હૃદયની હર ધડકનમાં પ્રવેશ કરી જાય, ઉઠતા, બેસતા, સૂતા, ચાલતા, કામ કરતાં હૃદયસ્થ રહે તે બુદ્ધિમતા છે.

ખરો બુદ્ધિમાન-જિજ્ઞાસુ એ છે કે ઇશ્વર સિવાય કોઈમાં શ્રદ્ધા રાખતો નથી. ઇશ્વર પ્રતિ પ્રિત પ્રાપ્ત થયા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું તેને રહેતું નથી.

હંમેશા ઇશ્વરમાં સ્થિત, અનન્ય પ્રેમભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત તે શ્રેષ્ઠ છે કેમકે તે તત્વથી ઓળખનાર-જ્ઞાની પ્રભુ અત્યંત પ્રિય છે અને તેવો જ્ઞાની ઇશ્વરને અત્યંત પ્રિય છે. (सच मम प्रियः) આ ચારેય પ્રકારનાં દર્શાવેલા ભક્તોમાં જ્ઞાનીભક્તને ઇશ્વર સાક્ષાત્ પોતાનું સ્વરૂપ જ માને છે. એવો શ્રીકૃષ્ણનો મત છે. (त्वात्मेव मेमतम् ।।) કારણ કે કૃષ્ણમાં જ મન તથા બુદ્ધિ રાખે છે. તે જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા ભગવામાં જ સમ્યક્ રીતે સ્થિત છે.

ઘણાં જન્મો પછીના અંતિમ જન્મમાં તેવા તત્વ જ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ છે તે ભગવાન જ છે એવા ભાવે ભજનાર મહાત્મા ઘણો દુર્લભ છે. (महात्मा सा दुर्लभः 19)

ભૌતિક પ્રકૃતિનાં ગુણોથી આ જગતની માયાને જીતવી અત્યંત દુષ્કર છે. પરંતુ જેઓ ઇશ્વરને શરણે થઈ જાય છે તેઓ સરળતાથી તેમાંથી પાર થઈ જાય છે. એવા ભક્તો સદાય ભગવાનનાં હૃદયમાં નિવાસ કરે છે અને ઇશ્વર સદાય તેવા ભક્તોનાં હૃદયમાં રહે છે. જુઓ, તેવા ભક્તો મારા સિવાય અન્ય કશું જાણતા નથી. હું પણ તેવા ભક્તોને કદાપિ ભૂલતો નથી.

ઇશ્વર અને તેના શુદ્ધ ભક્તો વચ્ચે અત્યંત ઘનિષ્ઠ સંબંધ રહે છે. પૂર્ણ અધ્યાત્મ જ્ઞાની શુદ્ધ ભક્તો ક્યારેય ઇશ્વરથી દૂર રહેતા નથી તેથી તેઓ ઇશ્વરને અતિશય વહાલા હોય છે. ભક્તો જેની જેવી શ્રદ્ધાથી પૂજા કરે છે ત્યારે ઇશ્વર તેની શ્રદ્ધાને સ્થિર કરી તેનાં ભક્તિભાવ સ્વીકારે છે.

જેવી રીતે માં નું હૃદય પોતાના સંબંધથી બાળકો ઉપર રહે છે તેવી રીતે પ્રભુનું હૃદય પણ પ્રાણીમાત્ર ઉપર સદૈવ દ્રવિત રહે છે. છતાંય તેને શરણ થનાર આત્મજ્ઞાની ઉપર વિશેષ દ્રવિત થઈ જાય છે.

માયાનાં કારણે મનુષ્યોની વિવેકશક્તિ શૂન્ય થઈ જાય છે. તેવા મનુષ્યો માયામાં જ રચ્યા-પચ્યા રહે છે. તેઓ શરીરને સુખ આરામ આપનારી વસ્તુઓનો જ નવો નવો આવિષ્કાર કરતા રહે છે અને તેને જ વિશેષ મહત્વ આપે છે. આવા અનિત્ય રહેનારા, પરિવર્તનશીલ પદાર્થોને જ ઓળખવાવાળા નિત્ય અને અપરિવર્તનશીલ પરમાત્મા તત્વને જાણી શકતા નથી.