Get The App

પ્રહ્લાદની પ્રભુને ફરિયાદ... અને પરમાત્માનો ન્યાય

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
પ્રહ્લાદની પ્રભુને ફરિયાદ... અને પરમાત્માનો ન્યાય 1 - image

- હે ભગવાન! આ સંસાર એક એવો અંધારો કુવો છે કે જેમાં કાળરૂપી સર્પ હમેશા  કરડવા માટે તૈયાર રહે છે. વિષયોની અને તેના ભોગવવાની ઇચ્છાવાળા પુરુષો આ કૂવામાં પડેલા છે

- આપ કહો છો સંસારનો મોહ ન રાખો અને મારૃં ભજન કરો પણ સંસારના સુંદર વિષયો મને ખેંચે છે. આપે સંસારના સુંદર વિષયોમાં એવું આકર્ષણ રાખ્યું છે કે મોટા મોટા વિધ્વાનો પણ આમાં ભાન ભૂલી જાય છે

સંધ્યા સમયે નૃસિંહ ભગવાન પ્રહ્લાદ પરના અન્યાયથી ત્રાહિમામ પ્રહ્લાદનાં રક્ષણાર્થે ક્રોધિત થયેલા અગ્નિ સ્તંભમાંથી બહાર નીકળી પ્રગટ થઈ જેનું મુખ સિંહનું અને ઘડ મનુષ્યનું હતું. હાથમાં તીક્ષ્ણ નખ હતાં. એમની ભયંકર ગર્જનાથી પૃથ્વી ધ્રુજી ઉડી દૈત્યે તેના ઉપર તલવારથી વાર કર્યો પરંતુ તે તલવારનાં ટૂકડે-ટૂકડા થઈ ગયા. થોડા સમય સુધી બંને વચ્ચે યુદ્ધ થયું. પછી તે સંધ્યા સમયે નૃંસિહ ભગવાન હિરણ્યકશપને બારણે લઈ ગયા અને પોતાના ધૂંટણમાં સુવડાવી કહેવા લાગ્યા. 'હે હિરણ્યકશ્યપુ ! સાંભળ. આ સમય ન દિવસ છે ન રાત ને તું અંદર છે ન બહાર, ન હું મનુષ્ય છું ન પુરુષ કે ન પશું તારૃં મૃત્યુ ન તો શસ્ત્રથી થશે. ન શસ્ત્રથી. હું તો ભક્તોની રક્ષા માટે અવતાર લઉં છું.'

આટલું કહી નૃસિંહ ભગવાને પોતાના નખો વડે એને ચીરી નાખ્યો અને જમીન ઉપર ફેંકી દીધો. દેવતાઓ હર્ષનાદ કરતાં આકાશમાંથી ફુલો વરસાવવા લાગ્યા.

પછી દેવતાઓએ પ્રભુનો આવેશ શાંત કરવા માટે પ્રહ્લાદને વિનંતિ કરી. પ્રહ્લાદે એમને પ્રણામ કરી સ્તુતિ કરી ભગવાન તેની સ્તુતિથી પ્રસન્ન થઈ. પ્રહ્લાદને તેના ખોળામાં બેસાડયો. અને તેના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવી તેને ઇચ્છિત વરદાન માંગવા કહ્યું.

પ્રહ્લાદે કહ્યું કે, હે ભગવાન ! જેને માટે સંસારી લોકો ઉત્સુક રહે છે. તે સ્વર્ગમાં મળવાવાળા લોકપાલોની આયુ, લક્ષ્મી અને ઐશ્ચર્ય એ ખૂબ જ જોઈ લીધા અને વૈભવો પણ જોઈ લીધા છે. મારા પિતામાં કોઈ વસ્તુની ત્રુટિ ન હતી. તેના આંખના પલકારા માત્રથી સર્વ હાજર થતું હતું. સ્વર્ગની એ સંપત્તિઓને માટે તો કોઈ ઠેકાણું જ ન હતું. તેમ છતાં આવા મારા પિતાનો પણ નાશ થયો. તે ભોગોનાં પરિણામો જે જાણી લીધા છે. તેથી ભોગોને કે લાંબા આયુષ્યને લક્ષ્મી, ઐશ્ચર્ય કે બ્રહ્માના વૈભવથી માંડીને કોઈપણ ઇંન્દ્રિય યોગ્ય વૈભવને હું ઇચ્છતો નથી. તેથી તો કહું છું કે,

હે ભગવાન ! આ સંસાર એક એવો અંધારો કુવો છે કે જેમાં કાળરૂપી સર્પ હમેશા કરડવા માટે તૈયાર રહે છે. વિષયોની અને તેના ભોગવવાની ઇચ્છાવાળા પુરુષો આ કૂવામાં પડેલા છે.

મને વરદાન આપવા માટે કહો છો ? આપવા માંગતા હો તો આ વરદાન મને આપો.

'મારા હૃદયમાં ક્યારે કશી માંગવાની ઇચ્છાજ ન જાગે. કારણકે જ્યારે મનુષ્ય માંગવા તત્પર થાય છે. ત્યારે તે ઇશ્વરથી વિમૂખ થાય છે, એને દેખાતું નથી કે બધાંય કલ્પવૃક્ષો નો ય કલ્પવૃક્ષ બધી કામનાઓને પૂર્ણ કરનારો ઇશ્વર તો મારા હૃદયમાં જ છે. બીજા પાસે મારે હાથ લંબાવવાની જરૂર શું છે ? માંગવાની ઇચ્છા હૃદયમાં જાગી એટલે ભગવાન પરથી દ્રષ્ટિ ખસી ગઈ. વિશ્વાસ જતો રહ્યો. ભાગ્ય અને પ્રકૃતિનો ભરોસો પણ જતો રહ્યો. આમ તત્ત્વથી, પરમાર્થથી સર્વથા વિમૂખ થઈ જવાય.

- પ્રહ્લાદની પ્રભુને ફરિયાદ : આપ કહો છો કે સંસારનો મોહ ન રાખો અને મારૃં ભજન કરો. પણ ભજન કરવું કેવી રીતે ? સંસારના સુંદર સુંદર વિષયો મને ખેંચે છે. આપે જ આ સંસારના સુંદર સુંદર વિષયોમાં એવું આકર્ષણ રાખ્યું છે કે મોટા મોટા વિધ્વાનો પણ આમાં ભાન ભૂલી જાય છે. મન ચંચળ થાય છે. વિવેક પણ જળવાતો નથી, માયા એ સંસારમાં એવું આકર્ષણ ભર્યું છે. એવી મીઠાશ ભરી છે કે ભલ ભલા તેમાં ભૂલા પડયા છે. સંસારનું વિષ ભર્યુ સુખ જેવું છે તેમ છતાં તે અમૃત જેવું લાગે છે. ંસંસારના વિષયોમાં આવું રાખ્યું જ શા માટે ? હે નાથ ! આ જગતમાં આવા સુંદર પદાર્થો જ બનાવ્યા શા માટે ? જેથી ઇન્દ્રિયો તેમાં તેમા લલચાય અને ફસે છે.

હે નાથ ! હું બાળક છું મારી ભૂલ થાય તો ક્ષમા કરજો. પ્રહ્લાદે સહજ મીઠો ઠપકો આપે છે. તમે આ જગતને સુંદર બનાવ્યું. તેથી તો ઇન્દ્રિયોને મોહ થાય છે. આ જગતનાં વિષયો એવા સુંદર બનાવ્યા છે કે આંખે દેખાય એટલે ચિત્ત ચંચળ થાય છે. આવો સુંદર સંસાર બનાવ્યો ન હોત તો ? આપ કહો છો કે ઇન્દ્રિયોને કાબુમાં રાખો. પણ આ બધું સુંદર દેખાય એટલે ડહાપણ રહેતું નથી.

આપે આ સંસારને સુંદર બનાવીને ગોટાળો કર્યો છે પ્રભુએ એક અન્ન બનાવ્યું હોત તો જીભ બીજું ક્યાં માંગવાની હતી ? તમારી ભૂલતો ન કહેવાય પણ ગોટાળો જરૂર થયો છે. (ડોંગરેજી મહારાજ)

સંસાર સુંદર પરમાત્માએ વિચાર કરીને બનાવ્યો છે. કે મારા બાળકો સુખી થાય. પરંતુ આસક્તિ યુક્ત મર્યાદા મુકીને અને અમર્યાદાથી સ્વેચ્છાએ ફાવે તેમ તેને ભોગવે અને દુ:ખી થાય તો તેમા ઇશ્વર નો શું વાક ? માણસ આ કુદરતે આપેલી સ્વતંત્રતાનો ઉપયોગ સ્વચ્છંતાથી ઉપયોગ કરે તો તેમાં દુખો પણ ઘણા છે.

- પરમાત્માનો ન્યાય : નૃસિંહ ભગવાન પ્રહ્લાદને સમજાવે છે કે મનુષ્ય મારૃં ભજન કિર્તન-સ્મરણ કરે અને વિવેકથી તેનો ઉપયોગ- ઉપભોગ કરે એટલે મેં સંસારને સુંદર બનાવ્યો છે. એ મારી ભૂલ નથી. મનુષ્ય પોતે તેમાં વિવેક ન રાખે તો તેઓની ભૂલ છે.

- જીવોને સુખી કરવા માટે પદાર્થો બનાવ્યા છે. અતિશય આસક્તિયુક્ત તે આ પદાર્થોને આ વિષયોને ફાવે તેમ, ફાવે તે રીતે ભોગવે તો દુ:ખી થાય છે. વિષયોનો સદ્ઉપયોગ યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે- યોગ્ય સમયે ભોગવે તો તે સુખી થાય છે. અને તેના અયોગ્ય સમયે અયોગ્યમાત્રથી ઉપયોગ તેને ડૂબાડે છે.

વિષયોને ભોગવતા. આ સંસારનો બનાવનાર હુ છું તે મનુષ્ય ન ભૂલે, સંસાર છોડીને ક્યાં જશો ? સંસારને ભોદ દ્રષ્ટિથી નહિં પણ ભાગવદ્ દ્રષ્ટિથી મનુષ્ય જુએ તો તે સુખી થાય છે. સંસારમાં પાપ છે તેવી કલ્પના ન કરો. સંસારમાં પાપ હોય તો તેનો જવાબ તમારે આપવાનો નથી. જે પાપ છે તે તમારા મનમાં છે. તેનો તમારે જવાબ આપવાનો છે.

- ડો. ઉમાકાન્ત જે.જોષી