Get The App

'પરોપકાર' ચારિત્ર્યની દિવ્યતાનું પ્રતીક છે

Updated: Jul 13th, 2022

GS TEAM

Google News
Google News
'પરોપકાર' ચારિત્ર્યની દિવ્યતાનું પ્રતીક છે 1 - image


અથર્વવેદનો એક મંત્ર છે.

અકામો ધીરો અમૃતઃ સ્વયંભૂઃ  

'धीरमजरं युवानम् (અર્થ ૧૦/૮/૪૪)'

અર્થાત પરમાત્મા નિઃસ્વાર્થ ભાવથી ધૈયપૂર્વક પ્રાણીઓની સેવા કરે છે. જેઓ પરમાત્માના આ ગુણોને અનુસરે છે. તેઓ નિર્ભય થઈને સદૈવ આનંદ મેળવે છે.

પરમપિતા પરમાત્માને આ વિશાળ સૃષ્ટિની રચના કરી છે. તે જ તેનો નિયામક છે, સર્જક છે, તેમાં સર્વત્ર સમાયેલો છે અને તેને ગતિ આપે છે. આટલો બધો પુરૂષાર્થ શું તેમણે પોતાના માટે કર્યો છે ??? તે તો હંમેશા અકામ છે. તેની કોઈ કામના નથી. હંમેશા એકરસ, અખંડ, અચળ, અભય, અમર તે પ્રભુ તો હંમેશા ધીર ગંભીર રહે છે. તે પરમેશ્વરે સૃષ્ટિની રચના આપણા જેવા પ્રાણીઓના કલ્યાણ માટે જ કરી છે. તેમનો કોઈ પોતાનો સ્વાર્થ નથી, છતાં પણ તેમણે બધાના હિતને ધ્યાનમાં રાખીને સંસારને વિવિધ પ્રકારની સમૃદ્ધિઓથી પરિપૂર્ણ કરી દીધો છે.

પરોપકાર ઈશ્વરનો એક મહાન ગુણ છે. આ ગુણને અપનાવીને આપણે પ્રભુકૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ માનવ શરીર આપણને મળ્યું છે. તેની સાર્થક્તા પણ પરમાર્થમાં જ છે. પરોપકાર સમાન કોઈ ધર્મ નથી. જેનું મન પરહિતમાં લાગી જાય છે. તેના માટે સંસારમાં કશુય દુર્લભ રહેતું નથી. જેના મન, વચન અને કર્મમાં પરોપકારની ભાવના હોય છે તે જ સજ્જન કહેવાય છે.

વૈદિક ધર્મમાં યજ્ઞાનું ઘણું મોટું મહત્વ છે. બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી બધા માટે યજ્ઞા જરૂરી છે. યજ્ઞાનો અર્થ ફક્ત અગ્નિકુંડમાં ઘી અને અન્ય સામગ્રીની આહુતિઓને આપવી તે જ માત્ર નથી. આ તો યજ્ઞાનો એક અર્થ થયો, વ્યાપક અર્થ તો પોતાના સમગ્ર જીવનને જ યજ્ઞામય બનાવી દેવાનો છે, તન, મન, ધનથી પરોપકાર કરવો એજ સાચો યજ્ઞા છે. પોતાની બધી સગવડતાઓનો ત્યાગ કરી બીજાઓના જીવનને સુગંધિત બનાવવામાં પોતાની ક્ષમતા અને પ્રતિભાઓને અર્થિત કરી દેવી એ જ યજ્ઞાનું વાસ્તવિક લક્ષ્ય છે. બીજા ઉપર ઉપકાર કરવો એજ માનવ માત્રનો આદર્શ જાળવી રાખવા જરૂરી છે.

'ઈદં ન મમ' આ મારૂં નથી, બધું પરમપિતાનું જ છે. આ ભાવનાને લઈને આપણે તન, મન અને ધનથી બીજાઓની સેવા કરવી, બીજાઓ પર ઉપકાર કરવો એજ આપણા જીવનનો ઉદેશ હોવો જોઈએ. 

જે શરીરથી ધર્મ ન થયો, યજ્ઞા ન થયો અને પરોપકારનું એકપણ કાર્ય ન થયું તે શરીરને ધિક્કાર છે. બીજા પ્રાણીઓની સરખામણીમાં આપણને જે આ શરીર મળ્યું છે, આપણને ધન, વિદ્યા, બળ વગેરેનું જે વરદાન પરમેશ્વરે આપ્યું છે. તે શા માટે છે ?? શું તે આપણા પોતાના લાભ માટે જ છે ? ના, આપણે તેનો ઉપયોગ બીજાની ભલાઈ માટે જ કરવો તે સાચો લાભ છે.

દરરોજ ઉપકારનું એકાદ કાર્ય તો કરતા જ રહેવું જોઈએ. અંધ તથા ભૂલ્યા ભટક્યાને માર્ગ બતાવવો દીન દુઃખીઓની સેવા કરવાનો દૈનિક ક્રમ હોવો જોઈએ. પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગ તરફનું એક પગલું છે. એ આપણે સ્વર્ગીય સુખ તથા આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો આપણે પરોપકારી બનવું જોઈએ.

"સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, નદીઓ, ગાયો અને સજ્જનો એ બધાને દૈવે આ યુગમાં પરોપકાર માટે બનાવ્યા છે. પરોપકાર કરવાથી જે પુણ્ય થાય છે તે સો યજ્ઞાોથી પણ થતું નથી. 'परोपकारजं पुण्यं न स्यातकतुशतैरपि' આ લોકમાં કયો માણસ પોતાના માટે જીવતો નથી પરંતુ પરોપકાર માટે જે જીવે છે તે જ ખરું જીવન જીવે છે."

ફળો આવતા વૃક્ષો નમ્ર બને છે. નવીન જળથી ભરાવાને કારણે વાદળો પૃથ્વી તરફ નીચે આવે છે. સમૃદ્ધિ આવતા પ્રાપ્ત થતા સત્પુરુષો નમ્ર બને છે. બીજા ઉપર ઉપકાર કરનારાઓનો આ સ્વભાવ જ છે. પરોપકાર જેવું બીજુ કોઈ પુણ્ય નથી 'परोपकार : पुण्याय' સજ્જનોના કાન શાસ્ત્ર સાંભળવાથી શોભે છે. કુંડળોથી નહિં, હાથ દાનથી શોભે છે. કંકણોથી નહિં તેમજ શરીર પરોપકારથી શોભે છે. ચંદનના લેપથી નહિં.

विभाति काय : खल सजजनानां परोपकारैन नत चन्नेन :।।

આમ દરેક ધાર્મિક શાસ્ત્રોમાં દરેક ધર્મમાં પરોપકારનું પુણ્ય અને મહત્વ આપેલું છે. 

"કિસીકી મુશ્કરા હટો પે હો નિશાર

કિસીકા દર્દ મિલ શકે તો લે ઉધાર

કિસીકે વાસ્તે તેરે દિલમેં હો પ્યાર

જીના ઉસીકા નામ હૈ."

Tags :