Get The App

તપ-આરાધના .

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
તપ-આરાધના                                                             . 1 - image


જૈન પુરાણા ગ્રંથોમાં તપનું મહત્વ દર્શાવ્યું છે. તપ દરમિયાનના ચોવિહાર ઉપવાસમાં ઉકાળેલું પાણી ઉપયોગમાં લેવાનો મહિમા છે. અહીં તપસાધના, આરાધના અને ઉપવાસ દ્વારા મોક્ષમાર્ગ તેમજ કર્મના ક્ષય અંગેની વિસ્તૃત આલોચના છે. તપ વૈરાગ્ય-તપસાધના વિનાનું માનવજીવન-માનવજીવયાત્રા નિરર્થક છે, વ્યર્થ છે. માત્ર મનુષ્યને જ મોક્ષમાર્ગનો અધિકાર છે - તપસિદ્ધિ-તપોવન યાત્રા માર્ગે ! સૃષ્ટિનાં અન્ય જીવો જેવાં કે - પશુ-પંખીઓમાં મોક્ષ જેવું કંઈ હોતું નથી કેમકે પશુપંખીઓમાં તપ-તપસાધના હોતા નથી. તપસિદ્ધિના મુખ્ય દરવાજાઓ છે - જેમાં વિષયભોગો, કામનાઓ, ઇચ્છાઓ, લોભને બાળવા-ક્ષય કરવો દહન કરવું વગેરેનો ધર્મગ્રંથો સમજ આપે છે. વિશેષ રજૂ કરીએ તો તપ સાથે સાથે ધ્યાનનું પણ મહત્વ છે. માનવી નિરંતર ધર્મ-ધ્યાન કરી સ્વની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ એકાગ્ર કરી મન-ચિત્તની નકારાત્મક આકાંક્ષાઓ-ઇચ્છાઓ ઉપર અંકુશ કે સંયમની પ્રાપ્તિ એ જીવનસફર નિર્મળ-પવિત્ર બનાવે છે - આત્માને શુદ્ધ કરે છે. જ્યાં મોહ-માયા-લાલસા-દોષો લોભવૃત્તિ બળી જતાં આત્મ સાક્ષાત્કારની શ્રેષ્ઠ સિધ્ધિ હાંસલ કરે છે જેના સકારાત્મક ફળ-સ્વરૂપે તપ એક જ્યોતિર્મય બની પ્રજ્જવલિત થાય છે. તપધ્યાનમાં આમ કટુતાભર્યા કર્મ બળે, કૂણાં પડે અને જીવ-આત્મામાં શુદ્ધ પવિત્રતાના પ્રાણ-પ્રાપ્તિ એ માનવમોક્ષનાં સંભાવનાના દ્વાર ખૂલે છે. જે તપસિદ્ધિ-ધ્યાનસિદ્ધિ ધારણ કરેલ તપસ્વીને મોક્ષયાત્રાની દિશા સુચવે છે માટે જ માનવમાત્ર માટે ''તપ-ધ્યાન-ત્યાગ-વૈરાગ્ય'' અત્યંત આવશ્યક છે. સફળ અને અર્થપૂર્ણ માનવજીવનયાત્રામાં વૈરાગ્ય સાધના અને તપની આરાધના માનવી માટે સુગંધમય તપવૈભવ બની રહે છે. ભગવાન મહાવીર સ્વામીએ કાયોત્સર્ગ મુદ્રા ધારણ કરી ૪૧૬૬ દિવસ ઉપવાસની તપસિદ્ધિ-સાધના કરી જે જૈનશાસનની ભવ્યતા-દિવ્યતાના ગાથા સ્વરૂપે આજે પણ સૌના હૃદયમંદિરમાં-મનમંદિરમાં સંસ્મરણીય અને વંદનીય બની રહી છે.

- કમલેશ હરિપ્રસાદ દવે

Tags :