''શાંતિ'' .
આ જે કોઇને શાંતિ નથી. કારણ કે મોંઘવારીના જમાનામાં જીવવું મુશ્કેલ થઇ ગયેલ છે. ઘરમાં જેટલા સભ્યો હોય તે બધાએ આવક મેળવવા કોઇને કોઇ પ્રયત્ન કરવો જ પડે છે. અત્યારે ભલભલાને બે-છેડા ભેગા કરવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. અતિશય મોંઘવારીના કારણે કોઇને ઘરે જવું ગમતું નથી. આ કોઇ આપણાં ઘરે આવે તે પણ ગમતું નથી. ખરેખર હળાહળ કલયુગનો પ્રવેશ થઇ ચુક્યો એમ લાગે છે. આપણું જીવન ભાગદોડમાં પૂરૂ થઇ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં પશ્ચિમીકરણે પગ પેશારો કર્યા પછી શાંતિ ચાલી ગઈ છે.