Get The App

પર્યુષણ પર્વ મહિમા .

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
પર્યુષણ પર્વ મહિમા                                    . 1 - image


પર્યુષણપર્વ એટલે તિતિક્ષાનું પર્વ તેમજ પવિત્ર આનંદમય તપસાધના-ત્યાગ-ઉપાસનાનું સુગંધમય પર્વ. પર્યુષણના સોનેરી દિવસોમાં આત્માસમીપ જઈ ચિત્તશુધ્ધિ, હ્ય્દય-શુધ્ધિ અને આત્મશુધ્ધિ માર્ગે ચાલવાનો સુગંધભર્યો સમૃધ્ધ સમય. પર્યુષણપર્વમાં ક્ષમાભાવનો ઉદય છે - ત્યાગ છે - દ્વેષભાવનો શમનભાવ છે. આ પર્વે લોભ લાલસા મનોવૃત્તિ અસ્થાને છે. ક્રોધ પ્રત્યે સક્રિય સજાગતા છે. રાગ-દ્વેષ-તિરસ્કાર-ધૃણા-મન ઈન્દ્રિયો- આવેગો ઉપર તપશ્ચર્યા-તપબળે અંકુશ છે જ્યાં સંયમની મધુર વાત છે. આ પર્વમાં કર્મો બાળવાની -પાપકર્મો -દુર્ભાવથી અલિપ્ત રહી ધર્મ-સત્યપ્રીતિમાં જોડાવાની પ્રબળ બાબતોનું મનોહર નિરૂપણ છે. આ પર્વમાં વળી આત્મચિંતન, આત્મનીરિક્ષણ દ્વારા આત્મકલ્યાણના માર્ગે જીવમાત્રને ઈશ્વર ચરણોમાં રહેવાનું જ્ઞાાન અને બોધ આપે છે.

પર્યુષણનો સરળ સંદેશ છે - જે સજીવને માનવીએ જીવન આપ્યું નથી તે જીવ પ્રાણીમાત્રને હણવાનો-મારવાનો-હત્યા કરવાનો અધિકાર ક્યાં ? જીવમાત્ર પ્રત્યે માનવીમાં દયા-કરુણા, સહાનુભૂતિ અને અનુકંપા ઉત્કૃષ્ટ રહેવી જોઈએ. જીવો પ્રત્યે સમભાવનો ઉદય ઉજાગર થવો જોઈએ. અહિંસાએ મહાવીર ભગવાને જગતને આપેલ એક અણમોલ સંદેશ છે. અહિંસાની નિરંતર વ્યાપકતા-વિશાળતા જૈનસિધ્ધાંતો અને જૈનસૂત્રોમાં વણાયેલી છે. વિશેષ બાબત રજૂ કરીએ તો - જે માનવ મનમાં-ચિત્તમાં કોઈ અન્ય માનવ કે જીવો માટે અનિષ્ટ કટું-બુરૂ-ખોટું વિચારે, નિંદા-ટીકા-વેરવૃત્તિ-દ્વેષભાવનો પણ જો વિચાર કરે તો તે હિંસાનો ભાગ બની રહે છે. અનિચ્છનીય રૌદ્રધ્યાન જ્યાં ધ્યાનમાં પણ હિંસાના અનિચ્છનીય વિચારો તમસ દુર્ભાવ અને દુર્ગુણ બની રહે છે. આ ઉપરાંત હિંસાવૃત્તિને પ્રોત્સાહન આપવું - મદદ કરવી એ આડકતરી હિંસાનો ભાગ સ્વરૂપ બની રહે છે માટે જ માનવીએ આવી વૃત્તિઓ-પ્રવૃત્તિઓથી અળગા રહેવું જેથી અહિંસા પાલન સંભવે.

ક્ષમા, ક્ષમાવના, ક્ષમાવંદના એ પ્રાયશ્ચિત-પશ્ચાતાપ રજૂ કરતો મધુર સ્વરશબ્દ ''મિચ્છામિ દુક્કડમ્'' માનવ-હ્ય્દયની ભાવઉર્મિ કે ભાવવલય રજૂ કરે છે - ''ભૂલ અંગે માફી માંગવી અને ભૂલ અંગે અન્યને માફી આપવી જે દ્વારા અંતઃકરણને ગુલાબ જેવું નિર્મળ-કોમળ અને શુધ્ધ કરવું તે સમગ્ર પર્યુષણનાં મધુરાં-મીઠાં દિવસોનો મહિમા બની રહે છે. ઈતિહાસના પાનાનું ગુણસેનની ક્ષમાનું ઝરણું એ ક્ષમાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જે માનવમાત્ર માટે પથદર્શક-માર્ગદર્શક બની રહે છે ! ક્ષમાપનાની મધુરવાણીએ મૈત્રીની સુગંધ વાતાવરણમાં ઉમંગ, ઉત્સાહ અને ઉર્જાનું સર્જન કરે છે.

તપસિધ્ધિ, ધ્યાનસિધ્ધિ, આત્મશુધ્ધિ, અંતરશુધ્ધિ-હ્ય્દયશુધ્ધિ અહિંસા, જીવદયા, દાન-પ્રીતિ-ધર્મપ્રેમ, ક્રોધ-દ્વેષ તમસ ત્યાગ, તિરસ્કાર-ધિક્કાર-વેરવૃત્તિ શમન તેમજ હ્ય્દયપૂર્વકની ક્ષમાપના-ક્ષમાવંદના એ પર્યુષણનો સરળ-સહજ સંદેશ છે આ વિચારધારા માનવીની સફર જીવનગાથા જીવવાની ઉત્તમ જડીબુટ્ટી બની રહે એમ કહેવું યથાર્થ છે - પર્યુષણ શીખવે ઃ ''વાતડી ભૂલીએ વેરઝેરની,

આંખડી ભરીએ પ્રેમ સ્નેહની.''

- કમલેશ હરિપ્રસાદ દવે

Tags :