સનાતન ધર્મનાં શબ્દનો અર્થ છે, શાશ્વત, અને શાશ્વતનો અર્થ છે, જે ક્યારેય શરૂ થયો નથી અને ક્યારેય ખતમ થવાનો નથી, એવી ચીજ તેજ શાશ્વત છે, એટલે જે ધર્મ માણસના અંતર આત્માં સાથે જ જોડાયેલો હોય તે જ શાશ્વત છે, જે કદી મૃત્યુ પામતો નથી, કે જન્મતો નથી, જે જન્મે છે, તે મેરેજ છે, અને જે મરે છે, તે જન્મે છે, તે શાશ્વત હોય શકે જ નહિ. આ શાશ્વતનો સિધ્ધાંત છે.
આમ મરણ ધર્મા આપણો આત્મા નથી, માત્ર શરીર જ મરણ ધર્મા છે, એટલે શરીર સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ શાશ્વત હોય શકે જ નહિ, તે વાસ્તવિક સત્ય છે સ્વાભાવિક છે, સમજી શકાય તેવી સ્પષ્ટ હકીકત છે, આમા કોઈ વાદ વિવાદને કે ચર્ચાને કોઈ સ્થાન નથી, એટલે આત્માં સાથે જોડાયેલ વસ્તુ શાશ્વત હોય શકે તે સમજી શકાય, તેવી શાશ્વત હકીકત છે.
આમ ગીતાએ તેને જે સ્વધર્મ કહ્યો છે. તે જ દરેકના આત્મા સાથે, અંતકરણ સાથે જોડાયેલો છે. તે જ જગતનો શાશ્વત ધર્મ એટલે કે દરેક માણસે પોતાના સ્વભાવ, સ્વ સ્વરૂપ, આત્મિક સત્ય સ્વરૂપ અનુસારનું શુધ્ધ અંતકરણ અનુસારનું આચરણ જ સ્વનું ગણાય, પોતાનું ગણાય તે જ સ્વધર્મ જ શાશ્વત છે, સનાતની છે.
આમ દરેક માણસનો સ્વ ધર્મ જ શાશ્વત સનાતન ધર્મ છે, આમ બાહ્ય દેખાતો કોઈપણ ધર્મ સનાતન ધર્મની વ્યાખ્યામાં બેસી શકે જ નહિ.
આમ ગીતાનો સ્વધર્મ એટલે જ આત્માનો ધર્મ છે, સ્વ સ્વરૂપનો સ્વભાવનો સ્વ ધર્મ છે, તેજ શાશ્વત એટલે કે આત્મસ્થ અને હૃદયસ્થ થઈને આત્મિક સત્યમાં સ્થિત થઈને જે આત્મિક સત્ય અનુસારનું આચરણ અને અનુસરણ થતું હોય તે જ શાશ્વત ધર્મ ગણાય.
એટલે જ્યાં અંતરનું સત્ય નથી ત્યાં શાશ્વત ધર્મ નથી એટલું જાણો. એટલે ક્રિયા કાંડ કર્મ કાંડ એ બધી બાહ્ય પ્રવૃતિ છે, તેને ને સ્વધર્મને કે સત્યને કોઈ જ સંબંધ જ નથી માટે તેવી કોઈપણ બાહ્ય પ્રવૃત્તિ શાશ્વત ધર્મમાં આવી શકે જ નહિ, તે સદાય હોય શકે જ નહિ અને ફેરફાર થાય તે શાશ્વત હોય શકે નહિ તે સાવજ સ્વાભાવિક ને સમજી શકાય તેવી સત્ય હકીકત છે.
આમ શાશ્વત ધર્મ એટલે ક્રિયા કાંડ કર્મકાંડ તર્પણો હવનો વગેરે શાશ્વત ધર્મમાં બેસી શકે જ નહિ એટલે આવા ધર્મો પથો સંપ્રદાયો શાશ્વત ધર્મ નથી, તે સ્વાર્થ સાધવા માટેનાં પાખંડ આચરવાના જ ધર્મો છે, તેને અને શાશ્વતને કઈ મેળ ખાય તેમ નથી, એટલું જાણો જો સ્વસ્થ ચિત્તે શુધ્ધ અંત કરણથી અને શુધ્ધ નિર્મળ મનથી અને શુધ્ધ બુધ્ધિથી રાગ દ્વેષ અને અહકારથી મુક્ત થઈને અંતરથી જાણશો તો જ સ્વ ધર્મને જાણી શક્શો અને તેને અનુસરશો અન્યથા તો કોઈને કોઈ જોકમાં પુરાય દુખ ચિંતા સિવાય કઈ જ હાથમાં આવશે જ નહિ.
આમ શાશ્વત ધર્મ એટલે આત્માનો આનંદ હર્ષોલ્લાસમાં આપણને સ્થિત કરે તે જ શાશ્વત ધર્મ છે, જ્યાં આનદ અને હર્ષોલ્લાસ નથી ત્યાં સનાતન ધર્મનું આચરણ નથી. એટલું જાણો, આમ સનાતન ધર્મના અર્થમાં કોઈ સંપ્રદાય કે પંથ બેસી શકે જ નહિ, સ્વ ધર્મ એ કોઈ પંથ કે સંપ્રદાય નથી પણ તે આત્મિક સત્ય સ્વરૂપ જીવન જીવવાની જીવન પધ્ધતિ છે.
જેમાં સત્ય જ મહત્વનું પાસું છે સત્ય જ સદાય શાશ્વત છે, એમ જ આત્મિક સત્ય પણ શાશ્વત છે. આમ શાશ્વત્ ધર્મ દ્વારા આત્મસાક્ષાત્કાર માટે પોતાના આત્માનું અને પરમાત્માનું યથાર્થ આંતર જ્ઞાન મેળવવું અને આત્મ જ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી આમ જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવી અને શાશ્વતમાં સ્થિત થવું.
- તત્વચિંતક વી પટેલ


