Get The App

ઓમ કારનો નાદ .

Updated: Aug 3rd, 2022

GS TEAM

Google News
Google News
ઓમ કારનો નાદ                               . 1 - image

ઓમ એક એવો પ્રભાવશાળી એકાક્ષરી મંત્ર છે, જેમાં રહેલી શક્તિની મહત્તા અનેક પૌરાણિક શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે.

'ઓમ' મંત્ર, 'એ' 'ઉ' 'મ'નાં ત્રિ અક્ષરોનાં જોડાણથી બનેલો છે, જેમાં બ્રહ્મની શક્તિ સંલગ્નમાં હોવાનું મનાય છે.

'શ્રીમદ ભગવદ ગીતા'માં 'ઓમ કાર'નું મહાત્મ્ય આ રીતે વર્ણવાયું છે.

'ઓમિત્યેકક્ષરં, બ્રહ્મ વ્યાકરન્મામનું સ્મરણ ।'

યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમા ગતિમ ।।

અધ્યાય ૮ / શ્લોક ।।૧૩।।

અર્થાત જે વ્યક્તિ 'ઓમ'ના એકાક્ષરી સ્વરુપ મંત્રના બ્રહ્મને સતત ઉચ્ચારતો અને એના અર્થસ્વરુપ મુજબ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતાં દેહનો ત્યાગ કરે છે, તે વ્યક્તિને પરમગતિને પ્રાપ્ત કરે છે.

- મહર્ષિ યાજ્ઞાવલ્ક્ય આ વિષે જણાવે છે,

'આદ્યં યઝાક્ષરં બ્રહ્મ ત્રયી યત્ર પ્રતિષ્ઠત ।

સં ગુહયોડન્યસ્ત્રિ વૃદયો વેદૈ નં સવેદવિત ।।'

અર્થાત વેદોનો આદિ અક્ષર 'ઓમ' મંત્ર સાક્ષાત બ્રહ્મ છે, જે વાસ્તવમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું અદ્યિષ્ઠાન છે. આ રીતે ત્રિદેવાત્મક વેદ અતિ ગહન અર્થપુર્ણ છે. આ લોકમાં જેઓ શ્રણવ અર્થાત 'ઓમ'નો મર્મ સમજે છે, તેઓ જ સર્વવેતા અને વેદવેત્તા છે. 'ઓમ' માના સર્વવ્યાપક પરબ્રહ્મ સંબંધે ઉપનિષદકારો વર્ણવે છે.

'સર્વવેદા યત્પૌદમામનન્તિ ,

તપાંસિ સવણિ ય યદન્તિ,

યદિપૂછન્નતો બ્રહ્મચર્ય ચરન્તિ,

તતે પદં સંગ્રહેણ .....ઓમિત્યેતત ।।'

કઠોપનિષદ ૧/૨/૧૫

અર્થાત સંપૂર્ણ વેદ જે માર્ગ નો નિર્દેશ કરે છે, જે લક્ષ્ય પૂર્ણ તપાસ્યાથી પ્રાપ્ત થાય છે, જેમનાં અંતઃભાવ બ્રહ્મચર્યના પાલનનું સૂચન કરે છે. તેવું જ પરમપદ 'ઓમ'નાં ઉચ્ચારણથી મળે છે.

'ઓમ'મા નાં ત્રણેય વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ દેવતાનો ઉંડો પ્રભાવ રહેલો હોય છે. તંત્ર ગ્રંથોમાં આ વિષે જણાવાયું છે,

અકારો વિષ્ણુરુ દ્રિષ્ટ, રુકારસ્તુ મહેશ્વરઃ ।

મકારપૂણોરયતે બ્રહ્મા પ્રણવેનત્ર્યોમતાઃ ।।

અર્થાત 'ઓમ' માનો 'અ' કાર વિષ્ણુનો વાચક છે. ઉકાર મહેશ્વરનો અને 'મ' કાર બ્રહ્માનો વાચક છે. આમ 'ઓમ'નો ત્રિઅક્ષર પરમ પરમાત્માનો ઘોતક છે.

'ઓમ' મંત્રનું ઉચ્ચારણ જો ઉંડેથી નાભિમાં ઉંડા શ્વાસોછવાસ સાથે કરવામાં આવે તો આસપાસનાં વાતાવરણમાં પ્રભાવક અસર પડતી હોય છે.

'ઓમ નમઃ શિવાય'