દેવ, અસુર, મનુષ્ય, યજ્ઞા, ગંધર્વ કે સર્પોમાં પણ હું કોઈ એવો જોતો નથી જે અર્જુનને યુદ્ધમાં પછાડે : કૃષ્ણ
- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।। - ગૌતમ પટેલ
- જે અર્જુનને યુદ્ધમાં જીતે એણે તો બે હાથથી પૃથ્વીને ઉપાડી કહેવાય અથવા ક્રોધથી આ સઘળી પ્રજાને બાળી કહેવાય. કે સ્વર્ગમાંથી દેવોને પૃથ્વીપર પછાડયા કહેવાય. એટલે આ બધું જેમ અશક્ય છે તેમ અર્જુનને યુદ્ધમાં જીતવો અસંભવ છે.
ધૃ તરાષ્ટ્રની રાજસભામાં ચર્ચા ચાલી રહી છે. આગળ ધૃતરાષ્ટ્રે દુર્યોધનને ઉન્મત્ત કહ્યો હતો કારણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જીતવાની વાત કરી રહ્યો છે હવે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સલાહ આપે છે.
ઢપ્હૃષ્દ્ય ેંદ્યશ્નણીગ્દશ્ન પ્ઢફ્ર ગ્ઝણત્હ્રિં ળ
દ્યેંર્ં પ્ઢફ્રછ રૂમૈ્છિંઋવ્ણ શ્ન્િંીશ્નગ્દપ્રહ્રેંઝછહ્ર ળળ
મહા.ઉધોગ-૫૮-૨
'હે ભારત શ્રેષ્ઠ । તું યુદ્ધમાંથી પાછોવળ- યુદ્ધનો વિચાર કરીશ નહીં. હે દુશ્મનોનું દમન કરનાર ! કોઈપણ અવસ્થામાં યુદ્ધની કોઈ પ્રશંસા કરતું નથી. માટે તું તારો પૃથ્વી પરનો અર્ધો ભાગ પાંડવોને આપી દે. હું ભીષ્મ દ્રોણ કે અશ્વત્થામા યુદ્ધ ઇચ્છતા નથી. આ તું તારી ઇચ્છાથી કરે છે તેવું નથી તને આવું કરાવનારા છે. કર્ણ, દુશાસન અને પાપી એવો શકુની તને આવું કરાવે છે.
દ્ય ેશ્નછ દ્વઝ્ખ્તેં દ્વ્હ્રખ્તદ્ય દ્વદૃઝર દ્વ્ઝેંપ્ણ્ ણશ્ન્
ઢછૈ્દ્યિંપ ક્ક્ેહ્ર્ ૈ્દ્વઢેંદ્યપ્ેંક્ િં્દ્બદ્ધલ્ઃ ળળ
- મહા.ઉધોગ-૫૮-૯
દુર્યોધન પોતાના પિતાને રોકડું પરખાવે છે કે હું દ્રોણ અશ્વત્થામા, ભીષ્મ, કૃપાચાર્ય, પુરૂમિત્ર કે ભૂરિશ્રવાને કારણે યુદ્ધનું આવાહન આપતો નથી. પરંતુ હું અને કર્ણ આ રણયજ્ઞામાં યુધિષ્ઠિરને પશુ બનાવીને દીક્ષિત થયા છીએ. અહીં રથ એ વેદિ છે, તલવાર એ સરવો છે. કવચ એ મૃગની છાલ છે મારા બાણ એ દર્ભ છે. અને યશ એ હવિ છે હે તાત ! હું કર્ણ મારોભાઈ દુઃશાસન એ ત્રણે મળીને પાંડવોને રણ મેદાનમાં હણી નાંખીશું. પછી હું પાંડવોને મારીને પૃથ્વીનો પ્રશાસક બનીશ અથવા મને હણીને પાંડવો થશે મેં મારુ જીવન, રાજય, ધન, બધું જ આ માટે જાણેકે ત્યજી દીધું છે. પણ હું પાંડવો સાથે વસવાનો રહેવાનો નથી. પછી પોતાની પ્રતિજ્ઞાા દર્શાવે છે કે
પ્શ્નઋ્ન્ હિંડપ્ગ્દણફઢ્ઢદૃ્પ્ ેંશ્નદ્મપ્ખ્તટમખ્તદૃ હ્ર્ેંઝ ળ
ણ્શ્નરૂપ્ ક્ેંઝેપ્હપ્છ ગ્હહ્રખ્તદ્યી ઃ ક્ઙ્ખધશ્ન્દ્યશ્ર રૂમેંણ ળળ
- મહા ઉધોગ-૫૮-૧૮
અત્યંત સૂક્ષ્મ એવી સોયથી વિંધી શકાય તેટલી ભૂમિ પણ હું પાંડવો માટે ત્યજવા- આપવા તૈયાર નથી. આ સાંભળીને ધૃતરાષ્ટ્ર ખરેખર વલોપાત કરે છે. હું આ બધાને માટે શોક કરું છું. ેપ્હ્મ્ખ્ત ઢપ્હૃષ્દ્ય્ખ્ત હ્રપ્ મેં આ દુર્યોધનને ત્યજી દીધો છે. મૃગના સમૂહમાં વાઘ જેવા પાંડવો આ બધાને હણી નાંખશે. ભીમસેન સેનાના અગ્રભાવે ત્યારે તમે બધા શું કરશો ? ભીમ જ્યારે ગદાના પ્રહારથી હાથીઓને ભેદી નાંખશે. પૃથ્વી પર પછાડશે ત્યારે લોહીથી ખરડાયેલા તેમને તમે જોશો ત્યારે ગ્દહ્રણ્ીેંિં શ્નટ્ટદ્યછ હ્રહ્ર મારી વાત તમને યાદ આવશે. ભીમદ્વારા અગ્નિની જેમ બાળીનાંખે તેમ રથ, હાથી વગેરેના નાશ પામતા જોશો ત્યારે મારી વાત તમને યાદ આવશે. જ્યારે છિન્ન ભિન્ન થયેલા મહાવતની જેમ કૌરવોનું કૂળ તમે જોશો ત્યારે તમને મારું વચન યાદ આવશે. ધૃતરાષ્ટ્રે જાણે કે પોતાનું હૈયું અહીં વલોવી નાંખ્યુ છે. અને ભાવિ અનિષ્ટનું ભયંકર ચિત્ર પ્રસ્તુત કર્યું છે. પણ ડરે કે માને એ દુર્યોધન નહીં. કારણએ દુર્યોધન- ખોટી રીતે લડનારો છે.
આ પછી ધૃતરાષ્ટ્રે સંજયને કૃષ્ણ અને અર્જુનની પ્રવૃત્તિ વિશે પ્રશ્ન કર્યો અને સંજયે વિગતે જણાવ્યું મેં જેવા એ બન્નેને જોયા છે તેવા હું વર્ણવું છું. સાંભળો અભિમન્યુ કે નકુલ-સહદેવ પણ પ્રવેશી ન શકે. એવા અંતઃપુરમાં હું ગયો. ત્યાં કૃષ્ણ અને અર્જુન સત્યભામાં અને કૃષ્ણા એટલે દ્વૌપદી હતા. બન્ને વીરો ચંદનચર્ચિત દેહવાળા, માળાધારણ કરનાર અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત હતા. ત્યાં સુવર્ણમય રત્નજડીત પલંગ ઉપર બન્ને હતા. અર્જુનના ખોળામાં ભગવાન શ્રીકૃષ્ણના બન્ને ચરણો હતા. અને અર્જુનના ચરણ કૃષ્ણા એટલે દ્વૌપદીના ખોળામાં હતા. સોનાની પીઠ ઉપર અર્જુને મને બેસાડયો. ત્યારે મેં હાથથી સ્પર્શ કરી હું ભૂમિ ઉપર બેસી ગયો. ત્યાં મેં શુભ લક્ષણવાળી ઉર્ધ્વરેખાથી યુક્ત પાર્થના બન્ને ચરણો મેં જોયાં. બન્ને શ્યામ (કૃષ્ણ અને અર્જુન) વિશાળ, તરુણ, શાલની ડાળી જેવા ઉંચા એક જ આસને બેઠેલા જોયા અને મારા હૃદયમાં મહાન ભયે પ્રવેશ કર્યો.
ૈપ્હ્ર્દ્બ દ્ધર્રૂંવ્ણ્દ્બ ણઝરઢદૃ્દ્બ ૈ્લ્ગ્દદ્વવ્ષ્ેંશ્નશ્ન્ખ્ત્ન્ણ્દ્બ ળ
ચગ્દ્યિં।ણ્દ્બ ઢડ્ઢશ્વદશ્ન્ ગ્પ્છ હ્ર્છ ર્હ્રં્ેંશ્નૈ્ણશ્ર ળળ
- મહા ઉધોગ ૫૯-૧૦
આ બન્ને તો ઇન્દ્ર અને વિષ્ણુ જેવા છે. મંદ આત્મા એને ઓળખી શકે નહીં. પછી ઇન્દ્રના ધ્વજની જેમ સર્વ આભુષણોથી વિભૂષિત એવા કૃષ્ણે ઉઠીને મને કહ્યું હે સંજય મનીષી એવા ધૃતરાષ્ટ્રને તમે અમારી વાત કહેજો. એ પણ ભીષ્મ અને દ્રોણની હાજરીમાં પહેલાં વડીલોને પ્રણામ અને નાનાઓને કુશલ પ્રશ્ન પછી જણાવજો કે તમે દક્ષિણાથી યુક્ત વિવિધ યજ્ઞાોથી યજન કરો. પુત્ર અને પત્ની સાથે આનંદ કરો. જ્યારે સભામાં દૂર રહેલી કૃષ્ણા એટલે દ્રૌપદીએ ' હે ગોવિંદ' એમ કહીને મને પોકાર્યો હતો. તેનું ઋણ ચૂકવવાનું હજુ મારા હૃદયમાંથી દૂર થતું નથી.
તેજોમય અનેે જીતી ન શકાય તેવું જેનું ગાંડીવ ધનુષ્ય છે એ સવ્યસાચી (બે હાથે બાણ ચલાવનાર) કે જેની સાથે હું છું તેની જોડે વેર બાંધ્યું છે. એની સામે તો સાક્ષાત ઇન્દ્ર પણ વેર બાંધી શકે તેમ નથી.
જે અર્જુનને યુદ્ધમાં જીતે એણે તો બે હાથથી પૃથ્વીને ઉપાડી કહેવાય અથવા ક્રોધથી આ સઘળી પ્રજાને બાળી કહેવાય. કે સ્વર્ગમાંથી દેવોને પૃથ્વીપર પછાડયા કહેવાય. એટલે આ બધું જેમ અશક્ય છે તેમ અર્જુનને યુદ્ધમાં જીતવો અસંભવ છે.
દેવ, અસુર, મનુષ્ય, યજ્ઞા. ગંધર્વ કે સર્પોમાં પણ હું કોઈ એવો જોતો નથી જે અર્જુનને યુદ્ધમાં પછાડે. એણે વિરાટનગરમાં એકલાએ એ બધા (કૌરવોને હરાવ્યા હતા એ આનું એક નિદર્શન-ઉદાહરણ છે. પછી પ્રભુ બોલ્યા-
દ્ધલ્છ શ્નફપ્ી ટ્ટ ણખ્તદ્રપ ૈ્ફદ્મમણ્ ર્લ્ષ્ઢંગ્દણણ્ ળ
હ્ય્ેંશ્ન્પ ષ્દ્બપ્ી ટ્ટ ક્પ્ર્ીવ્થ્વ્પ્ર્ ેંશ્નષ્ણખ્ત ળળ
- મહા.ઉદ્યોગ.૫૯-૨૯
બળ, વીર્ય, તેજ, શીઘ્રતા, હસ્તકૌશલ, વિષાદનો અભાવ અને ધૈર્ય આ બધું પાર્થ એટલે અર્જુન સિવાય અન્યત્ર બીજા કોઈનામાં રહેતું નથી.
આ સાંભળી ધૃતરાષ્ટ્રે શું કહ્યું એ આવતા અંકે-