અહિંસા માનવધર્મ... .
દેવ લોકમાં એક સમયે સાત ઋષિ ગણ બ્રહ્માજી પાસે ગયા અને સત્તર છંદોમાં રજૂઆત કરીને તેમને પ્રશ્નો પૂછયા,' સત્ય શું છે? પાપ શું છે ? શું હંમેશાં અહિંસાનો માર્ગ શક્ય ખરો ? એમણે બ્રહ્માજીને જણાવ્યું કે ધર્મમાં રહેલા અનેકત્ત્વ અને વિરોધાભાસોને લીધે તેઓ ભ્રમિત થયા છે અને તેઓ કોઈપણ જાતનાં નિષ્કર્ષ પર પહોંચવા માટે અસમર્થ છે. તેઓ સૌએ બ્રહ્માજીને આ બધાનું રહસ્ય જણાવવા વિનંતિ કરી. અને એ સાથે પૂછયું,' વસ્તુત : શ્રેયસ્કર શું છે ?' બ્રહ્માજીએ આ બધાનો સવિસ્તર ઉત્તર નીચેનાં કથનો દ્વારા આપ્યો.
'સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો, એ માનવધર્મ છે. તો એનાથી જો પ્રત્યેક મનુષ્યે અંતરમાંથી જ સુખ શાંતિનો અનુભવ કરે તો તે બધા કરતા ઉત્તમ છે. અને તે સર્વધર્મની શ્રેષ્ઠ વિશેષતા છે. જેઓના મનની દ્રષ્ટિ અંતર તરફ રહે છે. તેઓ શ્રેયસ્કર જ્ઞાાન પ્રાપ્ત કરે છે, અને તેઓ જ પરમાનંદ પામી શકે છે. કેમકે જ્ઞાાનની શક્તિ દ્વારા જ માનવ પોતાનાં દોષો અને અવગુણોથી મુક્ત થાય છે.
આ પ્રમાણે બ્રહ્માજીએ ઋષિગણનાં પ્રશ્નોનાં ઉત્તર જરૂર આપ્યા, પણ કેટલાક પ્રશ્નોનાં ઉત્તરો એમણે અધુરા છોડયા, જેમાં અહિંસા વિષેનો પણ સવાલ હતો. બ્રહ્માજીએ ત્યારે માન્યું કે ક્યારેક હિંસાનો સંજોગો પ્રમાણે આસરો લેવો પડતો હોય છે. વ્યવહારુ જીવનમાં પણ ઘણીવાર સત્ય- અસત્ય, હિંસા-પુરાણકાળથી સત્યથી કોઈ મોટો ધર્મ માનવામાં આવ્યો નથી. અને અસત્યને મોટું પાપ માનવામાં આવ્યું છે. પરંતુ જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.
વ્યવહારુ જીવનમાં પણ ઘણીવાર સત્ય-અસત્ય, હિંસા-અહિંસા જેવા બે અંતિમ છેડાઓ વચ્ચે સંઘર્ષ થતાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે પુરાણકાળથી સત્યથી કોઈ મોટો ધર્મ માનવામાં આવ્યો નથી. અને અસત્યને થતી હોય છે, કે જ્યાં વિચાર્યા વિના સાચું બોલી નાખવાથી સામેની વ્યકિત મુશ્કેલીમાં મુકાય છે. એ સમયે અર્ધસત્ય ઉચ્ચારવાથી આવી પડતી અનેક તકલીફોથી બચી શકાય છે. મહાભારતમાં યુધિષ્ઠિર જેવી સત્યનિષ્ઠ હસ્તિએ પણ અર્ધસત્ય, ન રોવા, કુંજ રોવા ...! નું ઉચ્ચારણ કરેલું.
ક્ષત્રિયનો ધર્મ છે, પોતાની પ્રજા, પોતાનાં લોકોનું રક્ષણ કરવાનું. આમાં ક્યારેક એમણે અન્યોને ઇજા પહોંચાડી, હિંસાનો પણ સહારો લેવો પડે. પોતાનાં પરિવારનાં સભ્યોનું રક્ષણ કરતી વખતે હિંસા કરનારી વ્યકિતને, એ તેનું શું આપણે પાપ કર્મ ગણશું ? એજ રીતે કોઈ પશુ- પંખીની હત્યા કરતું હોય ત્યારે તેમના રક્ષણ માટે બળનો પ્રયોગ કરવો પડે.
તબીબી વિજ્ઞાાન રોગ ઉપજાવનારા જીવાણુઓ નાશ કરવાનાં સિધ્ધાંત પર રચાયું છે. તો જો શત્રુને કોઈપણ સજા આપ્યા વિના છોડી મુકવામાં આવે તો તે જરૂર કોઈનાં જીવન માટે ખતરા બની શકે. આમ દરકે કાળમાં હિંસા અહિંસાનો પ્રશ્ન હંમેશાં પેચીદો રહ્યો છે.
મહાભારતનું યુધ્ધ પણ (અન્યાયની વિરુધ્ધમાં) પાંડવો પર લાદવામાં આવેલું, ત્યારે સત્ય અને અહિંસાનાં પુજારી એવા મહાત્મા ગાંધીજીએ તેમાં આચરવામાં આવેલી હિંસા માટે ભગવાન શ્રીકૃષ્ણનો જોરદાર બચાવ કર્યો હતો, એમના જ શબ્દોમાં:
'ગીતાનાં ઉપદેશક કે ગાનાર શ્રીકૃષ્ણ સાક્ષાત અહિંસાનો અવતાર હતા અને અર્જુનને લડાઈ કર, એવો ઉપદેશ કરવામાં તેમની હિંસાને લેશમાત્ર ઝાંખપ નથી આવતી. એટલું જ નહીં પરંતુ એ બીજો ઉપદેશ દેત, તો એમનું જ્ઞાાન કાચું કહેવાત અને તેથી જ તેઓ ક્યારેય યોગેશ્વર તરીકે કે પૂર્ણાવતાર તરીકે કદી ન પૂજાત, એવો મારો દ્રઢ અભિપ્રાય છે.' (મહાદેવભાઈની ડાયરી-૧).
આજે ચારેય બાજુ હિંસાનું સામ્રાજ્ય છવાયેલું દેખાય છે. તો અહિંસા અને હિંસાનો વ્યવહારુ નિર્ણય લેવો પડે તેવી તંગ પરિસ્થિતિ વિશ્વનાં ઘણા દેશોમાં ઉભી થતી જોવા મળે છે. દેશનાં સંરક્ષણોનાં વ્યુહો બદલાયા છે.
દુનિયામાં આજ સુધી વ્યવહારમાં અહિંસા પૂરી સફળ થઈ નથી, તો સામે પક્ષે અહિંસા પણ સફળ થઈ નથી. ઉલ્ટાનું હિંસાનો માર્ગ વધુ હિંસાને આમંત્રણ આપતો જણાય છે. તેનાથી પ્રશ્નો ઉકેલાતા નથી, વધુને વધુ ગૂંચવાય છે. બીજી બાજુ આધુનિક તકનીકથી બનેલાં સંહારક શસ્ત્રોનો ઉપયોગ થાય તો માણસ બચી ન શકે અને કુદરતને પણ મોટી હાનિ થાય.'
હિંસાથી હતપ્રભ થયેલી માનવજાત, સમાજનાં ઉત્કર્ષ અને રક્ષણ કરવાની જવાબદારી ઉપાડે તે આજના સમયે શ્રેય કર છે. એ માટે અહિંસાની તાકાત પર શ્રદ્ધા રાખવી ઘટે.