નારી તું નારાયણી .
આર્ય સનાતન સંસ્કૃતિમાં માતા શક્તિ સ્વરૂપા છે. અનંતકાળથી મનુષ્યની સાથે તેનો સાથ નિભાવનારી, તેમની સાથે ચાલનારી 'મા' જ છે ! મા નું આ વિરાટ સ્વરૂપ દેવીનાં નવરૂપોમાં તેને ઇશ્વરીય તત્વ પ્રદાન કરે છે. દેવીએ શક્તિ છે. જે ઉત્પતિ વિકાસ અને લાલન-પાલનની સાથે જ સત્કાર્યને પ્રોત્સાહિત કરે છે. આજે નારી દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહી છે. રાષ્ટ્ર અને સમાજની પ્રગતિ આ જ શક્તિનાં આધારે જ સંભવી શકે. 'મા' પોતાની તમામ સુંદર ભાવનાઓને પોતાનાં સંતાનો માટે પ્રવાહિત કરે છે. મા પ્રેમ-વાત્સલ્ય, સ્નેહની વર્ષા કરી માતૃશક્તિના માધ્યમથી આદર્શ વ્યક્તિ તરીકે પોતાનાં સંતાનને ઘડીને સવારે છે.
માતા-બહેન-પત્ની-પુત્રીનાં રૂપે નારી દરેક સંઘષમય ક્ષણે સહારો અને શક્તિ બની રહે છે. મનુષ્યને આદર્શ પરિવાર આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનાં નિર્માણ પાછળ નારીની મમતા અને સંસ્કારની વિશેષ ભૂમિકા રહી છે. પરિવારમાં પણ આદર્શોનાં બીજ વાવવાનું કાર્ય કરવાનું કામ માત્ર 'મા' જ કરે છે.
દરેક ઘરમાં નારી સંસ્કારનાં માધ્યમથી ધર્મ અને અધ્યાત્મનાં નિયમો દ્વારા સમાજની જવાબદારી સંતાનને દર્શાવીને સાથે-સાથે પરિવારનો વિકાસ કરે છે.
ભૌતિક વિશ્વમાં પણ 'મા'ની શક્તિ પૂરા પરિવારનો જ સહારો આપણે સૌ સ્વીકારીએ છીએ. પરિવારનાં દરેક સદસ્યને શાંતિ આનંદ આપે છે. તેમનું કારણ સમર્પણની ભાવના અને સાથે મનુષ્યને સાથ આપનાર છે.. 'પત્નિ' મમતા ભર્યો હાથ માથા પર રાખે છે,'મા' અને સ્નેહ અર્પે છે બહેન અને દિકરી !
- લાલજીભાઈ જી.મણવર