નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી...
- શ્રાવણવદ અષ્ટમીના બુધવારની પવિત્ર તિથિએ પ્રેમાવતાર, સર્વાતાર, જ્ઞાાનાવતાાર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટય થયું. ઈશ્વરનાં અન્ય અવતારો, અંશાવતાર કે કલાવતાર ગણાયા છે. જયારે ભગવાન શ્રીકૃષ્ણ તો પૂર્ણાવતાર છે.
આ જથી ૫૨૩ વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશની મથુરા નગરીમાં વૃષભ લગ્નમાં, રોહિણી નક્ષત્ર મધ્યે, શ્રાવણવદ અષ્ટમીના બુધવારની પવિત્ર તિથિએ પ્રેમાવતાર, સર્વાતાર, જ્ઞાાનાવતાાર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટય થયું. ઈશ્વરનાં અન્ય અવતારો, અંશાવતાર કે કલાવતાર ગણાયા છે. જયારે ભગવાન શ્રીકૃષ્ણ તો પૂર્ણાવતાર છે.
શ્રીમદ્ શંકરાચાર્યજીએ 'શ્રી કૃષ્ણાષ્ટકમ'માં જે શ્લોક રચ્યો છે, તેમાં શ્રીકૃષ્ણનાં દિવ્ય સ્વરૂપે તથા તેમની લીલાનું સુંદર આલેખન છે.
'ભજે વ્રજૈકર્મણ્ડ સમસ્તે પાપ ખંણ્ડને,
સ્વભકતે ચિતરંજન સદૈવ નંદનદર્મ !
સુપિચ્છ, ગુચ્છ મસ્તક સુનાદ વેણુ હસ્તક,
અનંગરાગ સાગર, નમામિ કૃષ્ણ નાગરમ્ !!'
અર્થાત: વ્રજ ભૂમિનાં એક માત્ર આભૂષણ, સર્વ પાપોના નાશ કરનારા, અને પોતાના ભક્તોના ચિત્તને આનંદ પ્રદાન કરનારા, નંદ, નંદન ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. એમનાં મસ્તક પર મોરપીંછનો મુકુટ શોભે છે. એમનાં હાથમાં સુરીલી મોરલી છે કે જેઓ કામ કલાના મહાસાગર સમાન છે. એવા નટ- નાગર ભગવાન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું.
નિર્ગુણ અને નિરાકાર પરમાત્મા ભક્તોનાં દુ:ખ હરવા માનવીઓનું રક્ષણ કરવા, દુષ્ટોનો નાશ કરનારા, સગુણ અને સાકાર પૂર્ણ એવા ભગવાન શ્રીકૃષ્ણ અવનિ પર અવતાર લીધો, ભક્ત વત્સલ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પૂર્ણ આનંદ ધારણ કરનારા છે. એટલે જ તેઓ શપૂણ્ય છે. તેમના જન્મ અવતારને લીધે તેમના માતા-પિતાને કારાવાસનાં બંધન માંથી મુક્તિ મળી.
આ વિષે મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય કહે છે,
'પીકાત: સુકલાદેવા: ગણિતાનંદક બૃહત !
પૂર્ણાનંદે હરિસ્તમાત્ કૃષ્ણ એવ મર્મ !!'
અર્થાત : પ્રકૃતિ પ્રકારના બધા દેવો ગણિત છે, એટલે કે માપી શકાય એવા મર્યાદિત આનંદ ધારણ કરનારા છે. જયારે ભગવાન શ્રીકૃષ્ણ તો પૂર્ણ આનંદને ધારણ કરે છે, તેથી તેઓ જ મારી ગતિ હજો.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને બ્રહમ વૈવર્ત પુરાણ જેવા ગ્રંથોમાં, ભગવાન શ્રી કૃષ્ણનાં પ્રાક્ટયું ને લગતી અદ્ભૂત કથાનું નિરુપણ થયું છે.
એક સમયે શુકદેવજીએ રાજા પરિક્ષિત રાજાને કહ્યુ, 'ધરતી પર ફરીવાર અહંકાર થી મદોન્મત થયેલા દૈત્યોનો આતંક વધ્યો છે ! તો ભગવાન શ્રી વિષ્ણુએ આ વિષે જણાવતાં ક્હ્યુ, ' હે દેવો ! ભગવાન શ્રી હરિને સૌનાઆ દુ:ખની જાણ છે. પૃથ્વીને ત્રાસ મુક્ત કરવા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ, વસુદેવજીને ત્યાં જન્મ લેશે. તેમનાં પૂર્વે ભગવાનનો સાથ આપવા માટે સ્વયં પ્રકાશ રુપ અવતાર લેશે.'
જન્માષ્મીની મધ્યરાત્રીએ ભગવાન શ્રી કૃષ્ણે વસુદેવ-દેવકી થકી કારાવાસમાં જન્મ લીધેલો, તો ભગવાનની પ્રેરણાથી જ વસુદેવ નવજાત બાળકને ટોપલામાં મૂકીને યમુના નદીમાં માર્ગ કરતાં,ગોકુળમાં યશોદાજીનાં ઘેર મૂકતા ગયા.
શ્રાવણવદ નોમને ગુરુવારે શ્રીનંદાલયમાં નંદ મહોત્સવ ઉજવાયો, 'નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયાલાલ કી...' ગાય, તલ, વસ્ત્ર, સુવર્ણ, રજત અને અલંકારોનું દાન થયું. તો પ્રભુ જન્મનાં ખબર થવાથી, મહાદેવજી સમાધિમાં અતિ પ્રસન્નચિત્તે જાગૃત થયા. એમને પણ સમાધિમાં શ્રીનંદ ઉત્સવની ઝાંખી થઈ, એમને સન્મુખ થઇને લાલાનાં દર્શન કરવાની ઈચ્છા થઈ. મહાદેવજીએ શ્રાવણવદ બારસના પ્રતિકાલે, ગોકુલમાં જોગલીલા પ્રકટ કરી. આ પ્રસંગનું સૂરદાસજીએ કિર્તન ગાઈ રજૂ કર્યુ.
'નગર મેં જોગી આયા... જશોદા કે ઘર આયા...
'સૂરદાસ' બલિહારી યશોદા, જુગ જુગ જીયે તેરાં લાલાં...! '
પરેશ અંતાણી