Get The App

મા પૃથ્વી પરનું સ્વર્ગ છે .

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
મા પૃથ્વી પરનું સ્વર્ગ છે                       . 1 - image

સમગ્ર સંસારનો સૃષ્ટિનો આધાર જો મેરુદંડ હોય તો પૃથ્વી પરનું સ્વર્ગ એટલે 'મા' માનું ઋણ ચુકવવા હજી આ ઘરતી પર કોઈ એવું અવતરણ થયું નથી પ્રથમ તો બાળકનો જ્યારથી ગર્ભઉછેરનું બંધારણ થાય છે ત્યારે જ્યાં બાળકનું અવતરણ ના થાય ત્યાં સુધી મા કેટ કેટલી વેદના સહન એ જ કરી શકે ''મા'' ધીરજ, સહનશીલતા, દુ:ખ દર્દ પ્રસુતિની પીડા મા સહન કરે એની શું આપ કિંમત ચુકવી શકશો? આ ઋણ કોઈ નહીં ચૂકવી શકે.

બાળકની તોતડી ભાષા મા જ સમજી શકે. ભલે ને માં ઝૂંપડીપટ્ટીમાં હોય કે મહેલોમાં પણ બાળકના ઉછેરનો સંસ્કારમાં કોઈ ફર્ક નથી પડતો કેમ કે માનું હ્ય્દય જ પરમાત્માએ એવું બનાવ્યું છે. અરે કોઈ કવિ એ કહ્યું છે. મા જગદંબાની આરાધના કરતી હોય તો સ્ત્રી જેવું હ્ય્દય આપજે. ભલે પુરુષ પરિવારનું ભરણપોષણ કરે પણ જ્યારે પુરુષ કોઈ પરિસ્થિતિમાં હિંમત હારી જાય ત્યારે ખભે હાથ મુકી પત્નિ એટલું જ બોલે છે ગભરાવો નહીં હું જગદંબા સ્વરૂપ મારામાં આધ્યશક્તિનો વાસ છે જરાય ચિંતા ના કર, હું બેઠી છું. આ એક સ્ત્રી જ બોલી શકે, કેમકે સ્ત્રી શક્તિસ્વરૂપનું રૂપ પરમાત્માએ નિર્માણ કર્યું છે. ભગવાનમાં શ્રદ્ધા રાખી નિષ્ઠાપૂર્વક ભક્તિ મા આરાધના કરી બાળકોને સંસ્કાર પુરા પાડે છે. ભલે સાગરમાં વાવાઝોડું કે ભરતી ઓટના મોજા ઉછળે પણ મા તો દયાનો સાગર છે તેમાં ક્યારે ભરતી ઓટ નથી આવતી. કેમકે તે સહનશક્તિની દયાની મૂર્તિ છે. હ્ય્દય વિશાળ છે. મમતાનો મહાસાગર છે. તેનામાં અદ્દભૂત શક્તિનો સંસાર છે (સંચાર)માંની કીકીનું સર્જન પ્રભુએ અશ્રુનો મહાસાગર રૂપ કર્યું છે. તેના અશ્રુ ગમે તેવા પાષાણ હ્ય્દયના માણસની પણ ભીંજવી દે છે. માતૃવર્ષાનો અખૂટ ભંડાર છે. મા માં અનેકરૂપ ધારણ કરવાની શક્તિ છે, સમય આવે મહાકાલીનું રૂપ પણ ધરી શકે છે, અસામાજીક તત્ત્વોનો સંહાર પણ કરવા પણ શક્તિમાન છે એવા માં છે.