ઓડિશા ના પુરી શહેરમાં આવેલા જગન્નાથ મંદિરના ચમત્કારો તથા રહસ્યો
હિન્દુ ધર્મના મુખ્ય ચાર ધામ : બદરીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા તેમાંથી જગન્નાથ વિશે પુરી જાણવા જેવી બાબતો.
૦૧ આ મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશા મા નહીં પણ તેની વિપરીત દિશા ફરકતી રહે છે આવું શું કામ થાય તે કોઈને ખબર નથી.
૦૨ જગન્નાથ મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે જો બદલવામાં ન આવે તો આવતા ૧૮ વર્ષ મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે.
૦૩ જગન્નાથ મંદિર ઉપર આજ સુધી ક્યારે પણ કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપર પસાર થયુ નથી. આ પણ એક રહસ્ય કે ચમત્કાર છે.
૦૪ જગન્નાથ મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયાના મોજાનો અવાજ આવતો હોય છે. પણ તમે જેવા મંદિરના પ્રવેશ દ્વાર (સિંહદ્વાર) મા તમારો એક પગ મુકો એટલે અચાનક કાનમાં દરિયાનો અવાજ આવતો બંધ થઈ જાય છે. પાછા ફરતી વખતે જેવો એક પગ મંદિરના દ્વાર બહાર કાઢો એટલે અચાનક દરિયાનો અવાજ આવવા માંડે છે. આજ સુધી રહસ્ય કોઈને ખબર નથી.
૦૫ જગન્નાથ મંદિર ૨૧૪ ફૂટ ઉંચુ છે અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે પરંતુ આ મંદિર પડછાયો કોઈ દિવસ જમીન ઉપર પડતો નથી. આ ચમત્કારનું કારણ આજ સુધી કોઈ કહી શક્યું નથી.
૦૬ આ મંદિરનું ભોજનાલય વિશ્વના મોટા ભોજનાલયમાં આવે છે અહીં ૫૦૦ રસોઈયા અને ૩૦૦ તેમના સહાયકો કામ કરે છે. આજ સુધીમાં ગમે તેટલા ભક્તો કે લાખોની સંખ્યામાં લોકો આવી જાય તો પણ ક્યારેય ભોજન (પ્રસાદ) ઘટયો નથી. જેવા મંદિરના દ્વાર બંધ થવાનો સમય આવે એટલે ભોજન (પ્રસાદ) આપોઆપ સમાપ્ત થઈ જાય છે એટલે ક્યારે પણ બગાડ થતો નથી. આ પણ એક ચમત્કાર છે.
૦૭ જગન્નાથ મંદિરમાં ભોજન (પ્રસાદ) માટીના વાસણો અને ચૂલા ઉપર બનાવવામાં આવે છે. ચૂલા ઉપર એકની ઉપર એક એમ કુલ ૭ વાસણો ભોજન પાકવા માટે રાખવામાં આવે છે. પણ સૌથી ઉપર ૭ નંબરના વાસણમાં રાખવામાં આવેલ ભોજન પહેલા પાકે છે ત્યારબાદ ૬ થી ૫ એમ ક્રમ સહ ૪,૩,૨ અને છેલ્લે ૧નું ભોજન પાકે છે ખરેખર તો ૧ નંબરના વાસણનૂ ભોજન પહેલા પાકવું જોઈએ પછી ૨ અને પછી ૩ અને ૪,૫,૬ અને છેલ્લે ૭ હોય કારણકે ૧ નંબરના વાસણને અગ્નિનો તાપ સૌથી વધારે લાગે છે. પણ આવું થતું નથી ૭નું વાસણ પહેલા પાકે છે. આ પણ મોટો ચમત્કાર છે આવુ શુ કામ થાય છે એ કોઈ કહી શક્તું નથી.
૦૮ શ્રીકૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું ત્યારે તેમનું શરીર પંચતત્વો મા વિલીન થઈ ગયુ પણ તેમનું હૃદય ધબકતું રહ્યું એ ત્યાંની લાકડાની મૂર્તિમા છે મંદિરમાં શ્રીકૃષ્ણ, તેમના મોટા ભાઈ બલભદ્ર (બલરામ કે બલદેવ) અને તેમની બહેન શુભદ્રાની લાકડાની મૂર્તિ છે. કોઈ મંદિરમાં ભગવાન લાકડાની મૂર્તિના હોય પણ અહીંયા છે. દર ૧૨ વરસે મૂર્તિ બદલી દેવામાં આવે છે. મંદિરની ચારે બાજુ ઝ્રઇઁહ્લ ગોઠવી દેવામાં આવે છે. કોઈને પણ મંદિરની અંદર જવા દેવામાં નથી આવતા ફક્ત જે પુજારીએ મૂર્તિ બદલવાની છે તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. પુજારીનો આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથ મા પણ હાથમોજાં પહેરવામાં આવે છે. જો કોઈ મૂર્તિ બદલતી વખતે બ્રહ્મ પદાર્થ (શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદય) જોઈ જાય તો તેના શરીરમાં વિસ્ફોટ થાય અને તેના શરીરના ટુકડે ટુકડા થઈ જાય. જે જે પુજારી એ મૂર્તિ બદલી તેને પૂછવામાં આવ્યું કે તમને મૂર્તિ બદલતી વખતે શું મહેસુસ થાય છે. તો તેમને એ કીધુ કે જ્યારે જૂની મૂર્તિ માંથી બ્રહ્મ પદાર્થ (શ્રીકૃષ્ણનું હૃદય) કાઢીને નવી મૂર્તિ ચડાવીએ છીએ ત્યારે હાથમાં સસલા જેવુ કોઈ ઉછળતું હોય એવું લાગે છે બીજી કાઈ ખબર પડતી નથી. આજ સુધી બ્રહ્મ પદાર્થનું રહસ્ય અકબંધ છે.
૦૯ આ મંદિરની અંદર ૧૯૮૪મા ભારતની ત્યારની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પ્રવેશ આપવા દેવામાં નહતો આવ્યો કારણકે આ મંદિરની બહાર બોર્ડ લાગેલું છે કે હિન્દૂ સનાતન ધર્મ કે હિન્દૂ, શીખ, બૌધ્ધ અને જૈન સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે, ઇન્દિરા ગાંધી એ ફિરોઝ જહાંગીર ગાંધી સાથે લગ્ન કર્યા હોવાથી તે પારસી થઈ ગઈ એટલે પ્રવેશ આપવામાં ન હતો આવ્યો. ત્યારબાદ કોઈ દિવસ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંદિરમાં પ્રવેશ કરવાની હિંમત પણ કરી નથી. ૨૦૦૫માં થાઈલેન્ડની મહારાણી જે બૌધ્ધ ધર્મ પાળતી હતી પણ વિદેશી હોવાથી તેને પ્રવેશ આપવામાં ન હતો આવ્યો. ૨૦૦૬માં સ્વિઝરલેન્ડના એક નાગરિક એ જગન્નાથ મંદિરમાં ૧ કરોડ ૭૮ લાખનું દાન આપ્યું હતું પણ તે ઇશાય હતો એટલે તેને પણ પ્રવેશ આપવામાં ન હતો આપ્યો. જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે સત્તા, તાકાત કે ધન સંપત્તિ કે ગમે તે હોય કોઈનું કાઈ હાલતું જ નથી.
જય જગન્નાથ
જય શ્રીકૃષ્ણ