Get The App

ગુજરાતનાં પનોતા પુત્રરાજચંદ્રનો માનવ જીવનને સંદેશ

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતનાં પનોતા પુત્રરાજચંદ્રનો માનવ જીવનને સંદેશ 1 - image


શ્રીમદ રાજ ચંદ્ર પરમ જ્ઞાનમાં સ્થિર થયેલ મહા માનવ હતા તેમણે વવાણિયામાં જન્મ લીધો અને દેહ ત્યાગ રાજકોટમાં કર્યો તેમણે માનવ સમાજને પાંચ પુસ્તકો લખી જે સમગ્ર માનવ જાતને સંદેશ આપેલ છે, તેમાં મોક્ષ માળા, આત્મસિધ્ધી શાસ્ત્ર, વચનામૃત, અપૂર્વ અવસર અને ભાવનાનો સમાવેશ થાય છે, આ સમગ્ર સાહિત્યનો મૂળ ભૂત હેતુ અને ઉદેશ માણસે સમગ્ર જીવનમાં આસક્તિ અને મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરવો અને આત્મ જ્ઞાન આત્મ બોધ અને આત્મિક સત્ય ઉપલબ્ધ કરવું અને મોક્ષના માર્ગે પ્રયાણ કરવું આજ આત્મજ્ઞાની માનવ છે.

આ માનવ જાત માટેનો તેમનો સંદેશ છે. તેને શુધ્ધ અંતરથી આપણે જાણીએ અને જાણીને શુધ્ધ નિર્લેપ નિર્મળ અંતકરણ દ્વારા જાણી કસી આત્મિક સત્ય સ્વરૂપ થઈને, મમત્વ અને આસક્તિ છોડીને આત્મિક સત્ય સ્વરૂપ થઈને જાણીને આપણાં સત્યને આધારે આચરણમાં મૂકીએ તોજ પર પરમ જ્ઞાનનો આપણાં જ હૃદય કમળમાંથી અનુભૂતિ અનુભવ કરી શકીએ છીએ, આત્મસિધ્ધી શાસ્ત્ર આત્માની ઓળખનો સંદેશ આપે છે. આમ આત્મ સિધ્ધી શાસ્ત્ર મહામાનવ રાજ ચંદ્રનો એક અદભૂત ગ્રંથ છે જે છ પદોમાં વિભાજિત છે, અને માનવને આત્માના સ્વરૂપ બાબતે તેના બંધન  અને મુક્તિનો માર્ગ દર્શાવે છે, બતાવવામાં આવેલ છે, તેઓ સ્પષ્ટ કહે છે કે તમારા હૃદયનો આસક્તિ ભાવ અને મમત્વ ભાવ છોડી સાક્ષી ભાવનો સ્વીકાર કરી જીવે જાવ તેઓ સ્પષ્ટ આત્માની અનિવાર્યતા અને દેહની ભિન્નતા રાજ ચંદ્રજી સમજાવે છે, આવી જ વાત અષ્ટાવક્ર ઋષિ એ અષ્ટાવક્ર ગીતામાં કહી છે, માનવ માત્ર શરીર નથી શરીરતો ઉપરનો નિર્જીવ પોપડો જ છે, તેમાં જીવ નથી તેતો પરોપજીવી છે, આ જાણવું જ તેજ જ્ઞાન છે, આમ મનુષ્ય શાશ્વત અને શુધ્ધ આત્મ સ્વરૂપ છે, આ શરીર તો નાશવંત છે, જ્યારે આત્માં અમર છે, આ ભેદને શુધ્ધ નિર્મળ અંતકરણથી સમજવો અને શુધ્ધ હૃદયથી જાણવો એજ આત્મ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે, તેઓ એમ સ્પષ્ટ કહે છે કે હે માનવ તું ભૌતિક વસ્તુઓ અને શરીરની આસક્તિ અને મમત્વ છોડીને, તું આત્મ સ્વરૂપ છે તું શરીર નથી તે જાણી સમજીને તેને અનુરૂપ આત્મ સ્વરૂપ આત્મિક સત્ય સ્વરૂપ થઈને જીવવું એજ જ્ઞાન સ્વરૂપ જીવન છે.

મોહનો, અહંકારનો આસક્તિનો, મમત્વનો વગેરે અંતરનો ભાવ ત્યાગ કર અને સમ્યક દર્શનમાં સ્થિત થા આમ સાક્ષી ભાવ એટલે જે વસ્તુ જેવી છે, તેવી તેના મૂળ રૂપમાં જોવી તેમાં મનનું મેળવણ નાખવું નહિ, એટલે કે જીવનમાં સાક્ષી ભાવનો સ્વીકાર કરવો, આમ સાક્ષી ભવમાં સ્થિરતા આંતર સાધનાનો છેલ્લો મુકામ તેના પછી કોઈ આગળ સાધના છે, જ નહિ, આંતર સાધનાનો અંતમિ છેડો, આવા સાક્ષી ભાવમાં સ્થિત થવાનું કહે છે.

- તત્ત્વચિંતક વી. પટેલ

Tags :