Get The App

ગુજરાતના પનોતા પુત્રરાજચંદ્રનો માનવ જીવનને સંદેશ .

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના પનોતા પુત્રરાજચંદ્રનો માનવ જીવનને સંદેશ                      . 1 - image

(ભાગ-૨)

આમ સમ્યક દર્શન એટલે જેમ છે તેમ સાચી શ્રધ્ધા પૂર્વક જોવું અને સાચા જ્ઞાન અને સાચા ચારિત્રમાં પુર્ણ વિશ્વાસ રાખવો, રાજ ચંદ્ર અને અષ્ટાવક્ર પણ આજ કહે છે, બંને નો હેતું પરમ જ્ઞાન અને મુક્તિનો છે આપણાં આત્માનું સાચું અને સત્ય સ્વરૂપ સાચું એટલે સત્ શાશ્વત અને ચિત એટલે જ્ઞાનમય, અને આનંદ મય એટલે સુખમય છે, આ વાત સમજાવે છે, માણસ જ્યારે પોતાના સ્વભાવમાં સ્વરૂપમાં સ્થિત થાય છે, ત્યારે તે સતચિત આનંદ મય હોય છે, જ્યારે માણસનો જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય છે ત્યારે જ તે દુખી હોય છે, આમ પોતાની જાતને આંતર સાધના કરી ઓળખવી અને જાણવી અને જાણીને તેમાં સ્થિત થવું એટલે કે સ્વસ્વરૂપમાં સ્વભાવમાં સ્થિત થવું એજ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે.

મુક્તિ, મોક્ષ, નિર્વાણ અને આત્મ જ્ઞાન માત્ર આત્મિક સત્ય આત્મધર્મ, સત્યધર્મ અને શુધ્ધ પવિત્ર ધર્મને ધારણ કરીને આસક્તિ મમત્વ મોહ અને અહંકાર અને આંતર દ્વદ્વની મુક્તિના સ્થળે જ ઊભા છે, આ સ્થિતિ પ્રાપ્ત કરો એટલે પ્રાપ્ત જ છે એટલે તમારે જાતે જ પરિવર્તિત થવાનું છે કોઈ તમોને પરિવર્તિત કરી શકે જ નહિ, એટલે જીવનમાં બીજાની લાલચે જીવતા જ નહિ આમ મહામાનવ રાજ ચંદ્રે મુક્તિનો માર્ગ પરમ આત્મ જ્ઞાન, સમ્યક દર્શન એટલે સાક્ષી ભાવ અને શુધ્ધ ચારિત્ર એટલે સત્વ સંશુધ્ધતા તત્વ સંશુધ્ધતા અને સત્ય સંશુધ્ધતા સમગ્ર જીવનમાં પ્રાપ્ત કરી જીવન આત્મિક સત્યના આધારે જીવવાથી મોક્ષ મુક્તિ પ્રાપ્ત થાય છે તેમ આત્મસિધ્ધી શાસ્ત્રમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સ્થિત થવા પર ભાર મૂક્યો છે આમ જ્ઞાન એટલે આત્મા  અને અનાત્મનો ભેદ જાણવો અને જગતનું સત્ય સમજવું દર્શન એટલે આત્માના અસ્તિત્વ અને તેના શુધ્ધ સ્વરૂપમાં પૂરી શ્રધ્ધા રાખવી અને ચરિત્ર એટલે આત્મિક સત્ય અનુસાર આત્મ જ્ઞાન અને શ્રધ્ધા અનુસાર જીવન જીવવું અને અનાસક્ત ભવમાં સ્થિત થઈ મમત્વ છોડી શુભ કર્મો કરવા અને અશુભ કર્મોથી બચવું તેજ મુક્તિ છે.

- તત્ત્વચિંતક વી. પટેલ