Get The App

ધાર્મિકતાનો અર્થ .

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
ધાર્મિકતાનો અર્થ                                     . 1 - image

ધાર્મિકતાનો અર્થ છે કર્તવ્યપરાયણતા કર્તવ્યનું પાલન. શરીર પ્રત્યે આપણું કર્તવ્ય છે કે એને આપણે નીરોગી રાખીએ. મન પ્રત્યે આપણું કર્તવ્ય છે કે તેને પાગલ ન થવા દઈએ. તેમાં એવાંછનીય વિચારોને આવવા ન દઈએ. પરિવાર પ્રત્યે આપણી ફરજ છે કે તેને સદગુણી બનાવીએ સ્વાવલંબી બનાવીએ. દેશ, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે આપણું કર્તવ્ય છે કે તેમને પણ સમુન્નત, શ્રેષ્ઠ બનાવવાનું બરાબર ધ્યાન રાખીએ. લોભ અને મોહના પાશમાંથી આપણી જાતને છોડાવીને આપણા જીવાત્માનો ઉધ્ધાર કરવો એ પણ આપણું કર્તવ્ય છે અને ભગવાને જે કામ માટે જન્મ આપ્યો છે તે કામને પૂરું કરવાનું પણ આપણું કર્તવ્ય છે. આ દરેક દરેક કર્તવ્યને જો આપણે યોગ્ય રીતે નહીં કરીએ  તો આપણે ધાર્મિક કેવી રીતે કહેવાઈએ ?

શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું- આજે ધર્મનો અર્થ ફક્ત દર્શન કરવા પ્રસાદ ચઢાવવો, તીર્થયાત્રા કરવી, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, કથા સાંભળવી આટલો જ થાય છે. આ બધું જરૂરી છે, આનાથી આપણી અંદર આસ્તિકતા, શ્રદ્ધા, શાંતિની અનુભૂતિ થાય છે પરંતુ ધર્મનો અર્થ છે કર્તવ્યપરાયણતા પોતાના પ્રતિ, પરિવારના પ્રતિ, સમાજના પ્રતિ, રાષ્ટ્રના પ્રતિ પોતાના દાયિત્વોને નિભાવવો જ ધર્મ છે.

- જયેન્દ્ર ગોકાણી