"માનવી અને મન" .
આજકાલ લોકો પોતાના કામ કઢાવવા અનવની યુક્તિઓ અજમાવતા હોય છે. આજે માનવ કોઈ જવાબદારી સોંપે, ભલામણ કરે, લાગવગ કરે ત્યારે ગોળ ગોળ જવાબ આપે છે. તેથી માનવે પોતાની શક્તિ અને મર્યાદાને જાણીને સ્પષ્ટવક્તા બનવું જોઈએ. સંસ્કૃતમાં કહેવાયું છે કે 'આહારે વ્યવહારે ચ સ્પષ્ટ વક્તા સુખી ભવેન' તુલસીદાસે યથાર્થ જ કહ્યું જ છે કે 'તુલસી મીઠે વચન તે, સુખ ઉપજત ચહુ હોર, બસીકરણ યહ મંત્ર હૈ, પરિહરુ વચન કઠોર; આજકાલ માનવ માનસિક તાણનો વિશેષ અનુભવ કરે છે. તેથી તેને ચીડ, ગુસ્સો ગમે તેના પર ઠાલવ્યા વગર રહેતો નથી. સેવક્ષેત્રની સહકાર્યકર વ્યક્તિ સાથેના સંબંધોમાં શક્ય તેટલું અનુકૂલન સાથી રહેવું જોઈએ. પરિવારની જેમ સંબંધો સાચવી તેવા પ્રયત્નોમાં સહભાગી બનવું જોઈએ. ખંડનાત્મક કાર્ય સહેલું છે. રચનાત્મક કાર્ય અઘરૂ છે. આજે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે તેનો મોટો ગેરલાભ ભાવિ પેઢીને થાય છે. બાળકોનાં સંસ્કાર ઘડતરમાં, પારિવારીક સંબંધોમાં કડીરૂપ બનીને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડતા વડીલો પ્રત્યે પ્રાશ્ચાત્પ રંગે રંગાયેલ પેઢી ઉદાસીનતા સેવી તેના માઠા પરિણામો પણ ભોગવે છે. જે પારિવારિક સંબંધ બંધાય છે તે વ્યક્તિમાં ચારિત્ર્ય પ્રમાણિક્તા ખાતરીપૂર્વક હોવા જોઈએ. આજ વાતવાતમાં સંપર્કો થાય છે, સંબંધો થાય છે તેમાં પરિચય સ્નેહમાં પરિણમતા અપહરણ કે પછી ચારિત્ર્યિક પતનનાં પ્રસંગો બને છે તે આઘાતજનક છે. આહારશુદ્ધિ, વિચારશુદ્ધિ તેટલી જ મહત્વપુર્ણ સંગશુદ્ધિ છે. સંગદોષમાં આવી જતા અનેકોના ઘર બરબાદ થાય છે. આજનો માનવી એટલો વ્યસ્ત હોય છે કે કુસંગનાં પ્રભાવને કારણે બાળકો તથા પરિવારોનાં સભ્યો પર કેટલો ખરાબ પ્રભાવ પડે છે. અને તેના માઠા પરિણામો આવે છે તે કલ્પી શકાય તેમ નથી. તેથી સંબંધો પણ મર્યાદારૂપ, સુરુચિપૂર્ણ, લક્ષ્મણરેખામાં રહે. જીવનને ઊર્ધ્વગામી વિકાસશીલ બનાવે તેવા હોવા જોઈએ. આપત્તિ સર્જ, વિશ્વાસઘાત કરે, ઠગાઈ કરે તેવા ન હોવા જોઈએ.
- ચેતન એસ. ત્રિવેદી