'શિવજી'ને પ્રસન્ન કરનારૂં 'મહિમ્ન સ્તોત્ર' શ્રેષ્ઠ સ્તુતિ છે
- આ પુષ્પદંત ગંધર્વરાજની ગણના મહાન શિવભક્તોમાં થાય છે એમણે પ્રભાસક્ષેત્રમાં 'પુષ્પદંતેશ્વર' શિવલિંગની સ્થાપના કરી હતી. એમણે 'શિવમહિમ્ન સ્તોત્ર' નાં રૂપમાં જે સ્તુતિ જગતને આપી છે તેનાથી અસંખ્ય શિવભક્તોનું કલ્યાણ થઈ રહ્યું છે. આ સ્તોત્રની સાથે શ્રી 'પુષ્પદંત'નું નામ પણ અમર છે. કોઈ શિવભક્ત એવો નથી કે જે આ સ્તુતિથી અજાણ્યો હોય
શિ વજીના અનેક મંત્રો રૂદ્રાષ્ટાયીનાં પાંચમાં અધ્યાયમાં આપેલા છે જેમ કે 'ઁ નમઃ શંભવામય, મયોભવામય નમઃ શંકરામય, મયોભવામય, નમઃ શિવામય, નમઃ શંકરામય' વિગેરે આ દરેક વૈદિક મંત્રો છે પરંતુ એક પરમ શિવભક્ત ગંધર્વરાજ 'પુષ્પદંત' હતા. જેણે શિવ નર્માલ્ય (બિલીપત્ર) ને ઓળંગીને કરેલા અપરાધની ક્ષમાયાચના માટેની સ્તુતિ ની રચના કરતાં શિવજીના અનંત મહિમા ગાતુ એક સ્તોત્ર ગાયેલું જે શિવ મહિમ્ન સ્તોત્ર રૂપ પ્રસિદ્ધ થયું અને શિવજીએ પ્રસન્ન થઈ તેના અપરાધોને ક્ષમા કર્યા હતા.
આ શિવભક્ત 'પુષ્પદંત' (જેના દાતો પુષ્પો જેવા સુંદર હતા) એ રોજ શિવની આરાધના કરવા માટે કાશિ નરેશ ચિત્રરથનાં બગીચામાંથી રોજ પુષ્પોની ચોરી કરતો અને તેના દ્વારા તે પૂજા કરતો હતો. બગીચાનાં રક્ષકો માળીઓએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ક્યાંય તે ફૂલો લઈ જનારનો પત્તો લાગતો ન હતો. છેવટે આ ફુલો રોજ ઓછા થઈ જાય છે તેથી તેનો ચોર પકડવા કોઈ વિશેષ શક્તિની સર્વ સંમતિથી નિર્ણય લીધો કે આ ઉપવનની ચારે તરફ શિવનિર્માલ્ય-બિલીપત્રો ફેલાવી દેવા જેથી તેને આળંગીને પસાર થાય તો તેનંુ સ્વરૂપ પ્રગટ થઈ જાય અને ફૂલને લઈ જનાર ચોર પકડાય જાય.
ગંધર્વરાજને આ યોજનાની ખબર નહતી અને જેવો તે ફુલને ચોરવા આવ્યો અને તે નિર્માલ્યનું ઉલ્લંઘન કરતાં તેનું મૂળસ્વરૂપ આવી જતાં માળીએ તેને જોઈ લીધો અને તેમને પકડીને લઈ ગયા અને કારાવાસમાં નાખી દીધો.
એ ગંધર્વરાજ પુષ્પદત્તને જ્યારે જાણ થઈ કે મેં શિવનિર્માલ્યને ઓળંગીને અપરાધ કર્યો છે. ત્યારે તેમણે ભગવાન આશુતોષ-શિવજીને પ્રસન્ન કરવા શિવજીનો મહિમા વર્ણવતું આ 'મહિમ્ન સ્તોત્ર' રચીને ગાયું. આશુતોષ ભગવાન શિવની તો ગતિ જ ન્યારી છે. ભક્તની આ સાચા હૃદયની પોકાર-સ્તુતિ સાંભળીને દોડી આવી પ્રસન્ન થયા અને કારાવાસમાં દિવ્ય પ્રકાશ છવાઈ ગયો.
ગંધર્વરાજે જોયું કે ભગવાન શિવનાં મસ્તક પર ગંગા હસી રહી છે. કંઠ નીલો છે ગોરવર્ણ પર સર્પોની માળાઓ ઘણી સુંદર લાગી રહી છે. ગજની ખાલસી પ્રતિક્ષણ એમની સુંદરતા વધારી જાય છે. લોક, લોકાંતરની સમસ્ત સંપત્તિ એમના ચરણોમાં આળોટી રહી છે. આવા ભગવાન શિવના સાક્ષાત્કારે એમની ભીષણ તપસ્યાને સફળ કરી દીધી.
ભગવાન શંકરે તેને અપરાધ મુક્ત કરી અભયદાન આપ્યું એના જનમ જનમનાં બંધનો કપાઈ ગયા અને બીજા રાજએ કારાગારમાં સ્વયં ઉપસ્થિત થઈને પુષ્પદંતનાં દર્શનથી પોતાના સૌભાગ્યની પ્રશંસા કરી જેને ભગવાને પોતાનાં દિવ્ય દર્શનથી મુક્તિ આપી એને બંધનમાં રાખવાનું સાહસ કોણ કરી શકે ? રાજા કાશી-નરેશે પોતાનાં અપરાધની પુષ્પદંત પાસે ક્ષમા માંગી.
આ પુષ્પદંત ગંધર્વરાજની ગણના મહાન શિવભક્તોમાં થાય છે એમણે પ્રભાસક્ષેત્રમાં 'પુષ્પદંતેશ્વર' શિવલિંગની સ્થાપના કરી હતી. એમણે 'શિવમહિમ્ન સ્તોત્ર' નાં રૂપમાં જે સ્તુતિ જગતને આપી છે તેનાથી અસંખ્ય શિવભક્તોનું કલ્યાણ થઈ રહ્યું છે. આ સ્તોત્રની સાથે શ્રી 'પુષ્પદંત'નું નામ પણ અમર છે. કોઈ શિવભક્ત એવો નથી કે જે આ સ્તુતિથી અજાણ્યો હોય.