ગાંધીએ જીવનભર ઇન્દ્રિય નિયંત્રણ બ્રહ્મચર્યનું શુદ્ધ મનથી પાલન કરી જીવનમાં પોતાના આત્મિક સત્યના પાલનમાં કઠોર પણ બીજાના માટે કરૂણા સભર વ્યવહાર જીવનમાં ભોગ વિલાસ નહીં, અપરિગ્રહ સરળ સાદું જીવન અને જરૂરિયાત જેટલી જ વસ્તુ રાખવી વસ્તુનો માત્ર ઉપયોગ કરવો, પણ ઉપભોગ કરવો નહિ. તેવા અંતરથી શુદ્ધ ભાવમાં સ્થિરતા, હતી તેમનામાં ગીતાની સંમતા અને સ્થિતપ્રજ્ઞાા અવસ્થાના દર્શન થાય છે. અને જીવનમાં સર્વજ્ઞાતામાં સ્થિત છે, આવા હતા ગાંધી.
પોતાના સત્વ સંશુદ્ધ મનથી સર્વ ધર્મ પ્રત્યે સમભાવ અને ધાર્મિક સહિષ્ણુતા અને ન્યાય, સમાનતા શાંતિ, અને નૈતિકતા સત્યતાથી ભરેલી તેની આત્મિક સત્ય સ્વરૂપ સમજ અને જીવનની સંપત્તિ કે શક્તિ પોતાના સ્વાર્થ માટે હરગિજ નહિ, ટ્રસ્ટ શિપના ભાવની સ્થાપના કરી પણ સમાજના ઉત્કર્ષ ઉપયોગ કરવો તેવો અંતરની આત્મિક સત્ય આધારિત ભાવ એ તેમના જીવનની આગવી વિશેષતા હતી.
ગાંધીના આવા આત્મિક સત્ય સ્વરૂપ જીવનની આજના સમાજ પર શું અસર પડી. કેવો પ્રભાવ પડયો તે પણ એક વિચારણીય પ્રશ્ન છે તેના ઉત્તરમાં એટલું તો સો ટકા કહી શકાય કે ગાંધીજીના વિચારોએ અને આચરણે માનવીના દૈનિક જીવનમાં મોટાપાયે પરિવર્તન થયાનું દેખાય છે અને સત્ય બોલવાની ન્યાયપૂર્ણ રહેવાની પ્રેરણા ગાંધીજીના જીવનમાંથી મળી છે.
આજના માણસના વ્યક્તિગત જીવનમાં અહિંસાનું વલણ વ્યક્તિગત જીવનમાં કકળાટ દ્વેષ અને કુટુંબ હિંસામાં ઘટાડો થયાનું અને પ્રેમ અને સત્યનો વધારો થયાનું દેખાય છે.
આજે માણસ વ્યક્તિગત રીતે જીવનને સરળ સહજ બનવાની પ્રેરણા અને વૈભવમાં નહિ પડવાનો ભાવ ગાંધીજીના કારણે ઉદય થયો છે, સ્વદેશી જીવન શૈલીનું મુલ્ય સમજાયું છે. આજે સામાજિક સમાનતા અસ્પૃશ્યતાનું નિવારણ ગાંધીના જીવનનું સૌથી મોટી દેન છે. મોટું પ્રદાન છે. ગાંધીના જ પ્રતાપે આ શક્ય બન્યું છે તેમાં કોઈ શંકા જ નથી. ગાંધીજીના વિચારોની માનવ જીવન પર ઉંડી અસર પડી છે.
જે આજે સમાજમાં જોઈ શકીએ છીએ. જેમાં વ્યક્તિગત જીવનમાં પરિવર્તન તેના સત્ય અહિંસા અપરિગ્રહ ઘણા લોકોના જીવનમાં પ્રામાણિકતા કરૂણા અને આત્મ સંયમ અપનાવવા પ્રેરિત કર્યા છે અને અહિંસાના સત્યના માર્ગે ચાલવાથી વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર કાબૂ મેળવી જ શકે છે અને શાંતિ પૂર્વક જીવન જીવી શકે છે.
- તત્વચિંતક વી. પટેલ


