Get The App

મહાત્મા ગાંધીનું જીવન દર્શન, માનવ જીવન પર અસર

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
મહાત્મા ગાંધીનું જીવન દર્શન, માનવ જીવન પર અસર 1 - image

કહેવું સરળ છે પણ આચરી બતાવવું અઘરું છે તે તેઓએ પ્રેમનું અને સત્યનું શસ્ત્ર આચરી બતાવ્યું તે જ મોટી તેમની સફળતા અને સિદ્ધિ છે, આમ દુશ્મનની સાથે પણ દુશ્મનાવટ નહિ પણ અંતરનો પ્રેમ એનું નામ સત્યાગ્રહ આવો સત્યનો આગ્રહ નો સિદ્ધાંત આપ્યો.

આવા સત્ય અને પ્રેમ આધારિત સત્યાગ્રહ જેણે લોકોને અન્યાય સામે લડવા માટે એક શક્તિશાળી નૈતિક સત્ય અને પ્રેમ આધારિત હથિયાર પુરું પાડયું. વિશ્વમાં આ પ્રકારના અહિંસક સંઘર્ષ પ્રેમ સાથેનું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે છે. જગતમાં ઘણા લોકોએ ગાંધીના વિચાર આચારમાંથી પ્રેરણા લીધી છે. ગાંધીજીની વિચાર શુદ્ધિ આચરણ શુદ્ધિ, આત્મ નિર્ભરતા અને સાદગી દ્વારા લોકોને પોતાની શક્તિ પર આધાર રાખવાનું શીખવ્યું. તેમણે ચરખા દ્વારા સ્વદેશી અને આત્મ નિર્ભરતાનું મહત્વ પોતે આચરીને સજાવ્યું તેનું જ મહત્વ છે.

તેઓ પોતે સાવ જ સાદું જીવન જીવ્યા અને લોકોને સાદગી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમનું આ નેતૃત્વ દર્શાવે છે. આમ સત્ય સ્વરૂપ નેતાએ લોકો સાથે જોડાય ને તેમની સાથે તેમની જેમ જ અકિંચન જીવન જીવીને તેમને પોતાનું મિશન સફળ કર્યું. નહિ કે શક્તિ અને સંપત્તિનું પ્રદર્શન કરીને. ગાંધીજી એ માત્ર રાજકીય સ્વતંત્રતા માટે જ નહિ પરંતુ સમાજ સુધારણા શિક્ષણ સુધારણા માટે પણ ભગીરથ કામ કર્યું છે તેમણે અસ્પૃશ્યતા ઊંચનીચના ભેદો સામે જોરદાર અભિયાન ચલાવ્યું અને દલિતોને હરિજનોને ઇશ્વરના લોકો કહીને સન્માન આપ્યું તે નાની સુની વાત નથી. તેમને સ્ત્રીઓને પણ આંદોલનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીને સ્ત્રીઓને તેમના હક્કો અપાવ્યા. ધર્મોએ ઊભા કરેલાં વાડા ખતમ કર્યા અને સ્ત્રીઓને પણ આંદોલનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી અને સ્ત્રીને સ્વાતંત્ર્ય આપ્યું, જે તે સમયે આ એક ક્રાંતિકારી પગલું હતું આમ ગાંધીજીનું નેતૃત્વ સામાજિક રાજસિક સમાનતા અને ન્યાય પર આધારિત હતું. જેને કારણે જ ગાંધી એક વૈશ્વિક સ્તરે સત્ય પ્રેમ પૂર્ણ માનવતા વાદી વિશ્વના નેતા તરીકે સ્થાપિત થયા છે. ગાંધીજીની વિશેષતા એ કે તેઓ માણસ સાથે માણસ બનીને પોતાના સ્વાતંત્ર્યના આંદોલનને ચલાવ્યું. તેને નેતાઓના હાથમાં રહેવા દઈને નહિ આમ જનતા અંદોલન બની ગયું. આ રીતે સામાન્યમાં સામાન્ય માણસોને આઝાદીની લડાઈમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા અને પ્રેરિત કર્યા. મીઠાનો સત્યાગ્રહ, દાંડીકૂચ, બારડોલીનો સત્યાગ્રહ, ચંપારણ્યનો, સ્વદેશી માલ વાપરવાનો, સરકાર સામે સવિનય કાનૂન ભંગ જેવા અનેક પ્રકારના જનહિત કાર્યક્રમ આપ્યા અને તેનું સફળ નેતૃત્વ હજારો લોકોને સાથે રાખીને કર્યું. આમ જનહિત સંચાલિત નેતૃત્વ પુરું પાડનાર વિશ્વમાં બહુ ઓછા જોવા મળે છે. ગાંધી તેમાંના એક હતા.

આમ ગાંધીજીનું નેતૃત્વ હિંસા, અસત્ય, સત્ય, સંપત્તિ પર આધારિત નહોતું પરંતુ નૈતિક મૂલ્યો સત્ય અહિંસા સાદગી અને જન શક્તિ પર જ આધારિત હતું. આજ કારણોસર તેમનું નેતૃત્વ દુનિયાભરમાં એક અનોખું સત્ય પ્રેમ અને અહિંસા અનોખું પ્રેરણાદાયી મોડેલ બની ગયું છે. અને આ રીતે આજે અનેક જગ્યાએ ચળવળો ચાલી રહેલ છે, તે જ તેમનું પ્રદાન છે. આમ ગાંધી વિશ્વનેતા બની ચૂક્યા છે.

- તત્વચિંતક વી. પટેલ