મહાશિવરાત્રી એટલે શિવ રાજી કરવાની રાત્રી
ની લકંઠ ઘેલા સોમનાથ ભોળાનાથ કાશી વિશ્વનાથ, તડકેશ્વર જેવા ઘણા નામોવાળા શિવને પોતે પોતાની રીતે ભજે છે. હર હર મહાદેવ નમ શિવાયના ગુંજન શિવને પોકારતા મંદિરોને ગજવી મુકે. ભાગ્યે જ કોઈ એવું શહેર હશે જે શિવાલય મહાદેવનું ન હોય. આપણે ત્યાં બધા જ મંદિરો છે જે જુદા નામે શિવજીની પુજા કરે છે.
લોકો ઉપવાસ પુજાપાઠ કરી શ્રદ્ધાથી તેમને ભજે છે. ઉપવાસમાં ફરાળી સાબુદાણાની ખીચડી, મોરીયો, ઉકાળેલું પાણી પીવે છે ને શિવને રીઝવે છે. મહાશિવરાત્રી એટલે શિવ રાજી કરવાની રાત્રી એટલે રાત્રી પુજનની રાત્રી તે શિવરાત્રી કહે છે. મહાશિવરાત્રી કૃષ્ણપક્ષની ચૌદસને મહાશિવરાત્રી કહે છે. શિવ જ્ઞાાનના દેવતા તેમના મસ્તકમાંથી સતત જ્ઞાાનની ગંગા વહે છે. તેમની ત્રીજી આંખમાંથી તેમને કામદહન કર્યું હતું તે દિલગીર સદાસર્વદા કલ્યાણકારી પવિત્રતા જ્ઞાાનના સાગર ભોળા હૃદયના હોય તરત જ રીઝે છે. શિવરાત્રી એટલે પારધીને હરણા પાર કરવા જ રહ્યા જે ઝાડ પર પારધી બેઠો હતો તેના પાંદડા તોડી નાંખતો હતો ને નીચે શિવનું સ્થાન હતું. તેનાથી શિવજી રીઝી ગયા. મહાશિવરાત્રીએ પૂજાપાઠ કરવાથી પુણ્ય મળે. એકાદશી અષ્ટમી ચતુર્થી શિવરાત્રીએ બધા જ હિન્દુઓના તહેવાર છે. શિવરાત્રીને સૌથી પાવન દિવસ ગણવામાં આવે છે. પુજાપાઠ ઉપવાસ કરવાથી પુણ્ય મળે ને પાપ નાશ થાય. શિવરાત્રી એ શંકરજીની રાત્રી કહેવાય.
- રવિન્દ્ર પી. પાનવાલા