Get The App

ભગવાન શિવજીનું પરબ્રહ્મ સ્વરૂપ 'મહાસદાશિવ'

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
ભગવાન શિવજીનું પરબ્રહ્મ સ્વરૂપ 'મહાસદાશિવ' 1 - image

ભગવાન શિવજીનાં ત્રણ સ્વરૂપો છે. શિવ-સદાશિવ અને મહાસદાશિવ.. ભગવાન શિવ એ શિવજીનું સગુણ સ્વરૂપ છે. જેની આપણે મંદિરોમાં ઘરમાં પૂજા કરીએ છીએ. જેને આપણે જટાધારી, ગંગાધારણ કરનાર, ડમરૂ-ત્રિશૂળધારી વાઘંબર પહેરનાર, અને શિવલિંગનાં પ્રતિકરૂપે રહેનારે ભગવાન શંકર છે. આ માતા-પાર્વતિ સાથે કૈલાસ નિવાસી સ્વરૂપ છે.

સદાશિવ સ્વરૂપ સગુણ પણ નથી અને નિર્ગુણ પણ નથી. જે ભગવાન શિવજીનું શાશ્વત સ્વરૂપ છે. આ શબ્દ બે ભાગમાં વહેંચાયેલ છે. સદા અર્થાત શાશ્વત અને શિવ અર્થાત કલ્યાણકારી.. આ પંચમુખી છે. આ પાંચમુખો દ્વારા તે સમસ્ત બ્રહ્માંડનું નિમંત્રણ કરે છે. આ કેવળ ધ્યાન અને જ્ઞાનથી જ અનુભવાય છે. સાધારણા માણસો આ સ્વરૂપને સમજી શકતા નથી. આમાં શિવ-શક્તિ એકરૂપે છે. મહા સદાશિવ તેનું દિવ્ય સ્વરૂપ છે. જે તેનું પૂર્ણ સ્વરૂપ છે આ તેની પરા અવસ્થા છે. આ નિર્ગુણ અને અવિનાશી રૂપ છે. આને કોઈ મૂર્તિ કે શબ્દોથી ઓળખી શકાતું નથી. જે માયા અહંકાર વિગેરેથી પણ પર છે. આને પરા પૂર્ણ સ્વરૂપનું અવ્યક્ત સ્વરૂપ છે.