Get The App

મહંતસ્વામી મહારાજે રચ્યો અદ્ભુત ગ્રંથ - સત્સંગદીક્ષા

Updated: Jan 4th, 2023

GS TEAM

Google News
Google News
મહંતસ્વામી મહારાજે રચ્યો અદ્ભુત ગ્રંથ - સત્સંગદીક્ષા 1 - image


- આ ગ્રંથ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી દ્વારા સંસ્કૃત ભાષામાં ભાષાન્તરિત છે

પ્રાચીન કાળથી, ભારતના મહાન ઋષિમુનિઓએ જીવોના લાભ માટે અનન્ય શાસ્ત્રોની રચના કરી છે. આ શાસ્ત્રો આપણા સામાજિક જીવનનો પાયાનો પથ્થર છે. આ ભવ્ય પરંપરાને પુનર્જીવિત કરતા વર્તમાન યુગમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંતસ્વામીજી મહારાજે 'સત્સંગ દીક્ષા' નામના અભૂતપૂર્વ સ્મૃતિગ્રંથનું પ્રણયન કર્યું છે. પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રદત્ત આજ્ઞાપાલન અને ઉપાસનાના સિદ્ધાંતને રજૂ કરતો આ ગ્રંથ તેમના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી શ્રી મહંતસ્વામીજી મહારાજ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલું છે. આ ગ્રંથ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી દ્વારા સંસ્કૃત ભાષામાં ભાષાન્તરિત છે. આ સત્સંગ દીક્ષા 'અક્ષરપુરુષોત્તમ સંહિતા' નામના ગ્રંથનો એક ભાગ છે.

વૈદિક સનાતન ધર્મની આધ્યાત્મિક પરંપરાને ઉજાગર કરનાર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે મૂળ અક્ષરપુરુષોત્તમ તત્ત્વજ્ઞાન પ્રદાન કરીને ભારતીય તત્વજ્ઞાન પરંપરાને આગળ ધપાવી છે. શિક્ષાપત્રી, વચનામૃત વગેરે પુસ્તકો ભેટ આપીને તેમણે લોકોના હિત માટે શ્રેષ્ઠ આચરણ, વર્તન, વિચારો અને આધ્યાત્મિક વ્યવહારનું માર્ગદર્શન આપ્યું. છેલ્લી બે સદીઓથી, તેમના અનુગામી ગુરુવર્યો પણ લોક કલ્યાણ માટે સતત કાર્ય કરતા આવ્યા  છે.

મુમુક્ષુઓને અનુભવી આધ્યાત્મિક માર્ગદર્શન સહેલાઈથી મળવું જોઈએ, તેથી જ જગતને જ્ઞાનના તમામ પ્રવાહોને ટૂંકમાં સંક્ષિપ્ત કરીને ગાગરમાં સાગરની જેમ આ સત્સંગદીક્ષા ગ્રંથની ભેટ મળી છે. ધર્મ, ઉપાસના, ભક્તિ, સ્વસ્થતા, સામાજિકતા, સંવાદિતા, એકતા, પ્રેમ, ભાઈચારો, સેવા, આત્મસંયમ, કુટુંબ-ભાવના, રાષ્ટ્રીય ચેતના, આદર્શ નાગરિકતા, શિક્ષણ, આરોગ્ય, સુશાસન, જેવા ઉચ્ચ આધ્યાત્મિક ગુણો સાથે આ ગ્રંથ. સ્વચ્છતા, નૈતિકતા વગેરે મૂલ્યો પર પણ ભાર મૂકે છે.

Tags :