Get The App

મહામૃત્યુંજય મહાદેવ - શિવજી ભગવાન

Updated: Aug 7th, 2019

GS TEAM

Google News
Google News
મહામૃત્યુંજય મહાદેવ - શિવજી ભગવાન 1 - image


શ્રાવણ માસમાં પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે. એટલે આ માસનું નામ 'શ્રાવણ' પડયું છે. ઉપનિષદની એક કથામાં સનતકુમારને શિવજી કહે છે. શ્રાવણ મને ખુબ પ્રિય છે, કેમ કે મારા ઇષ્ટદેવ વિષ્ણુ ભગવાને પૂર્ણ પુરુષોત્તમ લીલાનો પ્રારંભ કર્યો હતો.' શિવનો અર્થ જ કલ્યાણ છે. શિવજી હંમેશાં જગતનું ભલું કરતા આવ્યા છે. એમણે તો એમનું બુરુ કરનારનું પણ ભલું  ઇચ્છયું છે. આટલી અડગતા તો મહાદેવમાં જ હોય.

શિવજીએ ક્રોધમાં આવી પુત્ર ગણેશને હણ્યા, પણ પોતાની ભૂલ સમજાતાં, તેનો સ્વીકાર કરી પુત્રને જીવનદાન આપ્યું. એ સાથે વરદાન પણ આપ્યું કે દરેક શુભ પ્રસંગે ગણેશ વંદના થશે. એ પ્રમાણે નર્મદા નદી પણ શિવજીની કૃપા માનવામાં આવે છે.

શિવજીને એકાંત પસંદ છે. અન્ય દેવો જેમ તેમની આસપાસ કોઈ ઝાકઝમાળ દેખાતી નથી. ભોળાનાથનો વાસ હિમાલય, વનમાં અને સ્મશાનમાં હોય છે, છતાં પણ તેઓ જગતથી તરછોડલાયેલો ઓટલો છે. ગરીબો નો રોટલો છે. તો ઘણીવાર તેમની જમાતમાં ભૂતપ્રેત પણ હોય છે. ગળામાં નાગનું આભૂષણ છે.

ક્યાંય કોઈ રસ્તો જડતો ન હોય ત્યારે શિવ-શંકર છેવટનો ઉપાય બને છે. શિવજી ભગવાન હજરા હજુર છે. જલદીથી, પ્રસન્ન થનારા. તેમની પૂજા માટે, કોઈ વિધિ વિધાન પણ કરવા પડતા નથી. એક લોટો જળ શિવલિંગ પર ચઢાવો, સાથે બિલ્વપત્ર હોય એટલે શિવજી પ્રસન્ન.

બિલ્વપત્રનાં ત્રણ પાન હોવાથી તે ત્રિદેવ, સ્વરૂપ  મનાય છે. શિવજીનાં નિવાસ હિમાલયનાં પહાડોમાં બિલીપત્રોના ઘટાટોપ જંગલો છે. 'ભાવ પ્રકાશ'માં બિલ્વનો મહિમા આલેખાયો છે અને ચરક- સંહિતાએ પણ એને શ્રેષ્ઠ ઔષધિ કહી છે.

શિવ કથાકાર પૂ.ગિરિવર બાપુ જણાવે છે કે ' શિવભક્તો જયારે એક બીજાને મળે છે, ત્યારે ઉચ્ચારે છે, ઓમ નમો નારાયણ.' અહીં નમસ્કાર પણ અન્ય દેવોને અર્પણ થાય, એવી કલાયણકારી ભાવના છે. શિવપંથી આમ જગતનાં સર્વધર્મોને આવકારે છે. જટામાં ગંગાધારણ કરનારા શિવજી પાસે પોતાનાં પાપ ધોવા આવે છે તો, શિવજી ભગવાન પોતાની પાસે આવનારા સૌ પર પોતાની કૃપા વરસાવે છે. શિવજીને કૃષ્ણ પ્રિય છે. તાંડવ નૃત્ય કરનારા શિવજી કયારેક ગોપીનો વેષ લઈને રાસની રમઝટમાં ઠેક પણ મારી લે છે. મૃત્યુને પણ મોહક પુરી દેનારા મહામૃત્યુંજય મહાદેવને ભીડભંજનના ભાવે સાષ્ટાંગ નમન.

Tags :