Get The App

'દેવાધિદેવ મહાદેવ' પ્રત્યે, દૃઢ- ઉજ્જવલ પ્રેમ થાઓ સદા.

Updated: Aug 7th, 2019

GS TEAM

Google News
Google News
'દેવાધિદેવ મહાદેવ' પ્રત્યે, દૃઢ- ઉજ્જવલ પ્રેમ થાઓ સદા. 1 - image


પરમ પાવન શ્રાવણે

ભવ્ય જટામાં, બીજ-ચંદ્ર પ્રકાશે,

વહે ગંગધારા, લલાટે ત્રિપૂંડ-જ્ઞાાનચક્ષુ,

વ્યાધ્રચર્મ, રૂદ્રાક્ષમાળા, સર્પ, તને ભસ્મ,

ડમરુ, ત્રિશૂળ સોહે, વરદહસ્તે કૃપાઝરે,

એવા 'દેવાધિદેવ- મહાદેવ પ્રત્યે,

દૃઢ- ઉજ્જવલ પ્રેમ થાઓ, સદા

પરમ પાવન શ્રાવણે.

જગઇશ્વર સ્વરૂપે જે સ્થિત,

જગસ્થિતિ, ઉત્પતિને લયે, જે,

અગણ્ય વિભૂતિ રૂપે રહ્યા જે,

સ્વયં નિયંતા સ્વયમ્ના.

એવા 'દેવાધિદેવ- મહાદેવ' પ્રત્યે

દૃઢ- ઉજ્જવલ પ્રેમ થાઓ, સદા.

પરમ પાવન શ્રાવણે.

આહા ! એ ચિત્તવૃત્તિનિરોધ રૂપે

વિકારરૂપી વાયુ જ્યાં શાંત થાય,

હે, પ્રેમવારિધિ નિલકંઠ, તમારાં

'શ્રીચરણ' સંપદ છે અમારા,

એવા 'દેવાધિદેવ મહાદેવ પ્રત્યે,

દૃઢ- ઉજ્જવલ પ્રેમ થાઓ, સદા

પરમ પાવન શ્રાવણે

મનરૂપી સરોવરે રાજહંસ રૂપે જે,

અખંડ સ્વરૂપે ધ્યાનવિષય જે,

શુભ્રજ્યોતિ સમું તેજ જેનું,

શુભ્ર કમળશી, શોભા જેની,

એવા'દેવાધિદેવ- મહાદેવ' પ્રત્યે,

દૃઢ- ઉજ્જવલ પ્રેમ થાઓ સદા. 

પરમ પાવન શ્રાવણે

સહજ ઇશ્વરત્વ, અવસ્થિત જેમાં,

સર્વ જીવ પ્રત્યે, પ્રેમ પ્રાગટય જેમાં,

હળાહળ વિષપાન જગહિતે કર્યું,

'મહાદેવ' નામ તેથી, જગહૈયે સ્થિત,

એવા'દેવાધિદેવ- મહાદેવ' પ્રત્યે,

દૃઢ- ઉજ્જવલ પ્રેમ થાઓ સદા.

- પરમ પાવન શ્રાવણે

ભક્તવત્સલ કલ્યાણકારી,

કલિકાળદોષ હણવા સમર્થ,

જગભૂષણ, ઘનીભૂત ચૈતન્ય,

ભસ્માંકિત, શ્વેત પદ્મ જેવા, 

એવા' દેવાધિદેવ' મહાદેવ પ્રત્યે,

દૃઢ- ઉજ્જવલ પ્રેમ થાઓ, સદા.

પરમ પાવન શ્રાવણે

ઓમ નમઃશિવાય ।।

Tags :