Get The App

શરદ પૂર્ણિમાનો મહારાસ મહોત્સવ-મુકેશભાઈ ભટ્ટ

(આસો સુદ પૂનમ)

Updated: Oct 5th, 2017

GS TEAM

Google News
Google News

ભગવાનપિતારાત્રી : શરદોત્ફૂલ મલ્લિકા ।
વિક્ષ્ય રંતુ મનશ્ચકે યોગમાયા મુપાશ્રિત :।।

શરદ પૂર્ણિમાનો મહારાસ મહોત્સવ-મુકેશભાઈ ભટ્ટ 1 - imageપૂર્ણ બ્રહ્મ પ્રેમાવતાર ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા મથુરામાં પ્રગટ થઈ શ્રીમદ્ગોકુલ વૃન્દાવનમાં ૧૧ વર્ષ અને ૫૨ દિવસ બિરાજી અનેક નૌતમ લીલાઓ કરતાં હતાં તે દરમ્યાન એકવાર ગોપીજનો એ પ્રભુને શરજદ પૂનમનીરાત્રે રાસર માડવા વિનંતિ કરી ત્યારે પ્રભુએ એક વર્ષનો વાયદો કર્યો. જે ગોપીજનો ભૂલી ગયા પણ પ્રભુ ના ભૂલ્યા .

દીધા વચન પ્રમાણે એક વર્ષ બાદ જ્યારે બીજી શરદ પૂર્ણિમા આવી ત્યારે મહારાસની ઇચ્છાથી વેણુનાદ કર્યો. ત્યારે કોઈ ગોપીજન ભરનિંદ્રાથી જાગીને કોઈ લીંપણ કરતી હતી તે લીંપણ વાળા હાથે, કોઈ આંખનું કાજલ ગાલે લગાવી, કોઈ ઝાંઝર ગળામાં પહેરીને ભાન ભૂલીને કૃષ્ણપ્રભુ સમીપે ગઈ. પ્રભુએ તેમનું સ્વાગત કર્યા બાદ સ્ત્રીનો પતિધર્મ તેની મર્યાદાનો ઉપદેસ કર્યો. ગોપીઓની દલીલો પાસે પ્રભુને ઝૂકેલા જોઈ ગોપીજનોને સૂક્ષ્મગર્વ થયો.

પ્રભુએ  થોડીવાર અદૃશ્ય થઈને અભિમાન દૂર કરાવ્યું. ગોપી ગીતદ્વારા રૃદન કરતાં ગોપીજનો સમક્ષપ્રભુ કરોડો કામદેવ સ્વરૃપે પ્રગટ થયા અને અનેકરૃપો ધારણ કરી મહારાસ ખેલ્યા. રાસલીલામાં કામદેવને પરાજીત કર્યો તેથી શ્રી મહાપ્રભુવલ્લભે રાસલીલાને શ્રીમદન મોહનલીલા કહી.

આ દિવસે પ્રભુને સફેદ વાઘા ધરાય છે. પિત્તપ્રકૃતિનું શમન કરનાર દૂધ- પૌંઆનો ભોગચંદ્ર પ્રકાશમાં રાખી પ્રભુને રાસ લીલાના મનોરથ પછી ધરાવાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં પ્રભુ અર્જુનને કહે છે કે ચંદ્રના પ્રકાશના અમૃત દ્વારા હું વનસ્પતિ અને ઔષધિઓનું રસાત્મક પોષણ કરૃ છું. ચંદ્રના પ્રકાશમાં આ રાત્રીએ સોયમાં દોરો પરોવવાથી નેત્ર જ્યોતિનું તેજવધે છે. ચાલો આ સાથે શ્રીપુનિત મહારાજ રચિત રાસનું રસપાન કરી લઈએ.

(રાગઃ- મા પાવતેગઢથી ઉતર્યા મહાકાળીરે)

શરદપૂનમની રાતડી જોવો જઈએ મારો વ્હાલો રમાડે રાસ જોવાને જઈએ
સોળે હજાર ટોળે મળી જોવા જઈએ વચ્ચે નાચી રહ્યા ભગવાન જોવાને જઈએ.

પીળુ પીતાંબર શોભતુંને જોવા જઈએ
ગળે ઝૂલે વૈજંતિમાળ જોવાને જઈએ
રાધેના સ્વામી શામળાને જોવા જઈએ
 દેજો 'પુનિત' ચરણમાં વાસ જોવાને જઈએ
દેજો વ્રજની ભૂમિમાં વાસ જોવાને જઈએ.

For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Tags :