ગુજરાતી પંચાંગ પ્રમાણે બીજો માગસર મહિનો છે. માર્ગશીર્ષ અર્થાત્ માગસર મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનાને શ્રીકૃષ્ણનો ખૂબ જ પ્રિય મહિનો કહ્યો છે. આ મહિનાને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ કહેવામાં આવે છે. ૨૧ નવેમ્બર, શુક્રવારથી માર્ગશીર્ષ મહિનો પ્રારંભ થશે.
ગીતામાં સ્વયં ભગવાન કૃષ્ણએ કહ્યું કે, मासानां मार्गशीर्षोडहम् । અર્થાત્ બધા મહિનામાં માગસર મહિનો મારું જ સ્વરૂપ છે.
આ મહિનામાં ભગવાન શ્રીગણેશજીની પૂજાનું પણ મહત્વ બતાવ્યું છે. આ મહિનામાં શંખ પૂજનનું વિશેષ મહત્વ છે. સાધારણ શંખે શ્રીકૃષ્ણને પાંચજન્ય શંખની સમાન સમજીને તેની પૂજા કરવાથી બધા મનોવાંછિત ફળ પ્રાપ્ત થઈ જાય છે.
શા માટે માગસર મહિનાને માર્ગશિર્ષ કહે છે - માગસર માસને માર્ગશીર્ષ કહેવા પાછળ અનેક કારણ છે. ભગવાન શ્રીકૃષ્ણની અનેક નામેથી પૂજા કરવામાં આવે છે. આ નામોમાંથી જ એક છે માર્ગશીર્ષ પણ શ્રીકૃષ્ણનું જ એક નામ છે.
આ મહિનાનો સંબંધ મૃગશિર્ષ નક્ષત્ર સાથે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ૨૭ નક્ષત્ર બતાવ્યા છે. આ ૨૭ નક્ષત્રોમાંથી એક મૃગશિર્ષ નક્ષત્ર છે. આ મહિનાની પૂનમ મૃગશિર્ષ નક્ષત્રથી યુક્ત હોય છે. તેને લીધે આ મહિનાને માર્ગશીર્ષ કહે છે. બધા મહિનાઓમાં માગસર મહિનો શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે.


