મા-બહુચર .


- ભટ્ટ વલ્લભની રાખી માંએ લાજ રસ રોટલીની પ્રેમે જમાડી નાત

(માગસર સુદી બીજની તિથિ)

જેમનું મૂળ નિવાસ આશાપુરીનો ખાંચો, ઢાલની પોળ ખાતે હતુ તેવા શ્રી હરિહરજી તથા મહાસુખબાઈ નવાપરા જયાં માં બહુચરે અસુર વિનાશ બાદ નિજશસ્ત્રો એક શમી વૃક્ષમાં પધરાવેલ ત્યાં નિવાસ કરતાં હતાં. ઘરમાં તથા દૂધેશ્વરમાં બંને સ્થળે મા બહુચરના સ્થાનકની પૂજા કરતાં. કર્મકાંડ કરતા. ભટ્ટ મેવાડાની જ્ઞાતિના આદરણીય હતા. જેમને ત્યાં પ્રથમ બે પુત્ર જન્મ્યા. જે સ્વચ્છંદી હતા. બાદમાં આસો સુદ આઠમે પુષ્યાર્ક નક્ષત્રે બીજા બે પુત્રો વલ્લભ એવં ધોળા જન્મ્યા. જેમની બુધ્ધિમાં વિદ્યા પ્રવેશ ન થયો.  તોફાની હોવાથી માતા-પિતા ઓરડીમાં અવાર-નવાર પૂરતાં હતાં. ડરને લીધે હૈયે-હોઠે 'ઁ ઐહીંક્લી ચામુંડાયે વિચ્ચૈ' નો જાપ સદંતર થતો રહેતો જેના પ્રતાપે મસ્તકે વરદહસ્ત મૂકી હોઠે માં શારદાને સ્થાપી દીધાં. જેના પ્રતાપે ૧૧૮ છંદનો આનંદ ગરબો રચ્યો. સઘળે જયજયકાર થયો. સૃષ્ટિસર્જન દશાવતાર, ખગોળ-ભૂગોળ સહિત અગમ-નિગમનો જેમાં સાર સમાયેલો. એકવાર બંને બંધુઓ રાજા મહેતાની પોળે જ્ઞાતિના જમણવારમાં ગયા. સૌએ હસતાં હસતાં કહ્યું કે આપને ત્યાં માં બહુચરના પુનિત પ્રસાદ લેવાનો જ્ઞાતિને લાભ આપો. માગશરસુદ બીજે રસ-રોટલીની નાતનો નિર્ણય થયો. તે દિવસે બંને ભાઈઓ દૂધેશ્વરમંદિરે ધ્યાનમાં બેઠેલા. જેની લાજ બચાવવામાં બહુચર વલ્લભરૂપે તથા નારસંગવીરધોળારૂપે નવાપરામાં પધાર્યા. ઓફ સીઝનમાં પણ રસ-રોટલી અને અનેક વાનગી તૈયાર કરાવી. સમસ્ત ભટ્ટ મેવાડાની જ્ઞાતિને જમાડી ને તેમનો ડંકો વગાડયો. જેની યાદમાં આજેપણ આ દિવસે આનંદ ગરબાનાપાઠ સહિતમાંને રસ-રોટલી ધરાવાય છે.

- મુકેશભાઈ ભટ્ટ

City News

Sports

RECENT NEWS