Get The App

''અનમોલ ઘરેણું પ્રેમ'' .

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
''અનમોલ ઘરેણું પ્રેમ''                                       . 1 - image

રામાનંદચાર્યને કોઈએ પૂછયું, મારે ભક્તિ કેવી રીતે કરવી ? મને મહાત્માજી બતાવો ને. આચાર્ય રામાનંદજીએ કીધું તે ભાઈ કોઈને પ્રેમ કર્યો છે ? ભાઈએ ના પાડી, તો પછી પ્રેમાભક્તિ કેવી રીતે બતાવું.

જે વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન કોઈને પ્રેમ જ નથી કર્યો તે પરમાત્માને પ્રેમ કેવી રીતે કરશે, નાના બાળકને રીઝવવું હોય તો તેને પ્રેમપૂર્વક માથે હાથ ફેરવો વશ થઈ જશે અરે નાના બાળક તો શું હિંસક પશુ પણ સંતોના પ્રેમથી વશ થાય છે એવા ઇતિહાસના પાને અકબંધ છે. ભગવાનને પત્ર, પુષ્પ, ફળ બસ થઈ ગઈ સાધના ભક્તિ. આપણે મા-બાપના સંસ્કારના ગુણગાઈ પ્રેમના પાઠ શીખ્યા હશે તો આ મીરા, રાધા, નરસિંહ ને તેમને અદ્ભૂત શક્તિ ઊર્જા પ્રાપ્ત થઈ છે. પ્રેમના તરબોળમાં ગોપીઓ પોતાના વાસીંદા, કામકાજ ભૂલી તન્મયતામાં પ્રેમમગ્ન થઈ ગઈ છે. 

ભગવાને પ્રેમ પૂર્વક ભક્તિ કરવી હશે તો પ્રેમની શરૂઆત પછી તમે સાધના, જપ, તપ, ધ્યાન, ભક્તિના પગથિયાં ચડી શકશો. ભક્તિનું પ્રથમ પગથિયું પ્રેમનું છે બાકી બધા પગથિયાં ચડવામાં અવરોધ નહીં આવે, પ્રથમ પ્રેમની સીડી નિર્દોષ પ્રેમ થકી પુરણ પામ્યા જોગી.

પ્રથમ પરિવારને પ્રફુલ્લિત કરવો હશે તો ઘરથી શરૂઆત કરો, પછી સમાજમાં અને પ્રભુભક્તિમાં પ્રભુને પ્રેમના પુષ્પો અર્પણ કરો. જીવનમાં સરનામા વગરનું ઘર અને પ્રેમ વગરની જિંદગી એક સરખી હોય છે. પ્રેમની પ્રાપ્તિ માટે વિનમ્રતા અને સૌજન્યશીલતા અતિ મહત્ત્વના પરિબળો છે પછી પ્રભુ ભક્તિ સરળ અનુભવ છે. પ્રેમ, લાગણી, સ્નેહ, સમર્પણ અને સદ્ભાવના સત્કાર્ય કરવા માટેનું અણમોલ ઘરેણું છે. પંચામૃત છે. સત્કાર્ય કરવા માટે પ્રથમ પ્રેમનો પાઠ શીખવો પડશે. પામવા ઇશ્વર તને, ઇચ્છા ઘણી, પણ પ્રશ્ન મૂંઝવે છે હું કોઈને પ્રેમ ના કરી શક્યો.'' મને ક્યાં ખબર હતી કે પ્રેમનું નગર હો ઇશ્વરનું ધામ હો. અજબ પ્રેમની ગજબ શ્રદ્ધા જોઈએ.

પ્રેમના ઓરતા અઘૂરા રહી ના જાય ભાઈ જીવન મોંઘેરું પ્રાપ્ત ઇશ્વરની ભેટ છે તો પ્રેમના રાહે પ્રભુને મેળવી નયનોમાં નયનો પ્રેમ થકી મેળવી પ્રભુ પ્રેમાભક્તિનો રસાસ્વાદ માણીએ ને પ્રેમનું મૂલ્ય સમજીએ.

- વસંત આઈ. સોની