Get The App

પ્રભુ પ્રત્યે પ્રેમ .

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
પ્રભુ પ્રત્યે પ્રેમ                                                   . 1 - image


શ્રી માતાજી (પોંડિચેરી) કહે, "જે ઈશ્વરને પ્રેમ કરે છે તે સાચે જ સુખી છે કારણ કે ઈશ્વર પછી હંમેશાં એની સાથે જ રહે છે. ઈશ્વર પણ તેને જ ચાહે છે જે ઈશ્વરને ચાહે છે. ચાહવું એટલે અંતરમાંથી ફૂટતી એવી લાગણી જે ઈશ્વરના અંતર સુધી પહોંચી તમારી પ્રભુ પ્રત્યેની લાગણીના બીજને પોષે છે. આ ચાહનાનું સ્તર જેમ ઊંડું થતું જાય તેમ તમારો ઈશ્વર પ્રત્યેનો સ્નેહ વધે. સાક્ષાત્કાર થઈ જીવન ધન્ય બની જાય. માનવજીવનની આ જ તો શ્રેષ્ઠતમ ઉપલબ્ધિ છે. 'પ્રભુને પ્રેમ કરો.' જો બાહ્ય જગતની વ્યક્તિને આપણે પ્રેમ કરી શકતા હોઈએ તો જગતના નિયંતાને કેમ નહિ? પણ આ પ્રેમ શુદ્ધ, નિરપેક્ષ અને નિસ્વાર્થ હોવો ઘટે. શ્રી માતાજીનું અન્ય એક વિધાન, 'સાચા આનંદનો સ્ત્રોત ઈશ્વર છે, એ છે શુદ્ધ અને બિનશરતી. સામાન્ય સુખનો સ્ત્રોત હોય છે - 'પ્રાણશક્તિ'. જે અશુદ્ધ હોય છે અને બહુધા સંજોગો પર આધારિત હોય છે.'

- તુષાર દેસાઈ

Tags :