Get The App

ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિંહ ભગવાન

Updated: May 16th, 2024

GS TEAM

Google News
Google News
ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિંહ ભગવાન 1 - image


જ્યં તિનો તહેવાર વૈશાખ માસમાં ઉજવવામાં આવે છે. આ વખતે તે ૨૧ મેના રોજ ઉજવાશે. ભગવાન નરસિંહ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર હતા. જેમણે હિરણ્યકશ્યપને મારવા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. આ વિશેષ તિથિએ ભગવાન નરસિંહજીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે.

નરસિંહ જયંતિનો તહેવાર વૈશાખ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, વિશ્વના સર્જનહાર ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને રાક્ષસ હિરણ્યકશ્યપથી બચાવવા માટે નરસિંહનો અવતાર લીધો હતો. આ વિશેષ તિથિએ ભગવાન નરસિંહજીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ભગવાનની પૂજા કરવાથી જીવનમાં દુઃખ અને દર્દ દૂર થાય છે. આપણા લુપ્ત થઈ રહેલા તહેવારોમાં એક નરસિંહ જ્યંતિ છે. ભગવાન નરસિંહએ રાક્ષસ અને માનવજાતના સંહારક હિરણ્યકશ્યપનો સફાયો કરી નાખ્યો હતો. હિરણ્ય કશ્યપને બ્રહ્માજીનું વરદાન હતું કે તેને કોઈ શસ્ત્ર કે માનવ મારી શક્શે નહીં. માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો અને સિંહના મુખ વાળા અવતારે તેમના બે હાથના નખથી રાક્ષસની છાતી ચીરી કાઢી હતી. ભગવાનના નરસિંહ અવતારને વંદન...

Tags :