Get The App

ભગવાન મહાવીર સ્વામી .

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ભગવાન મહાવીર સ્વામી                                   . 1 - image


ભગવાન મહાવીર સ્વામીને વૈશાખ સુદ-૧૦ ના દિવસે કેવલજ્ઞાન = પરમજ્ઞાન પ્રગટ થયું. અને વૈશાખ સુદ-૧૧ના પરમપવિત્ર દિવસે 'સમોસરણ પ્રવચન' નો પ્રારંભ કર્યો. આજના પવિત્ર દિવસે ઇંડભૂતિ વગેરે અગ્યાર ઉત્તમ કક્ષાના જ્ઞાનીઓ ભગવાન મહાવીરના પરમ શિષ્યત્વ = ગણધરપદને વર્યા. અગ્યાર બ્રાહ્મણો = ઉપાધ્યાયોના ૪૪૦૦ શિષ્યોએ પણ ગુરુજીની સાથે સંયમનો સ્વીકાર કર્યો. અન્ય પણ હજારો ક્ષત્રિયો-બ્રાહ્મણો આદિએ સાધુ ધર્મ સ્વીકાર્યો. તો હજારો સ્ત્રીઓ પણ સાધ્વી બની. લાખોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા ધર્મ અપનાવ્યો. તો અનેક લાખો જીવોએ સમ્યક્ત્વ = સમ્યક્દર્શન વ્રતનો સ્વીકાર કર્યો. આમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. આને કહેવાય- શાસન સ્થાપના. એટલે આજનો દિવસ શાસન સ્થાપના દિવસ કહેવાય.

जयउ सव्वण्णुसासणं ।

જય હો ભગવાન મહાવીર શાસનનો !

Tags :