પવિત્ર બાઈબલમાં યોહાન ૩:૧૬માં જણાવ્યું છે કે, મહાન અને પ્રેમાળ ઈશ્વરે જગત ઉપર એવો અદ્દભુત પ્રેમ કર્યો કે તેમણે તેમના એકનો એક દીકરો (ઈસુ ખ્રિસ્ત) આપ્યા એ સારું કે જે કોઈ મનુષ્ય તેમના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેઓ અનંતજીવન, શાશ્વત જીવન, ઉદ્ધાર અથવા મોક્ષ પ્રાપ્ત કરે.
૧. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ પવિત્ર છે.
ઈસુ ખ્રિસ્તનો જન્મ પવિત્ર આત્માના દ્વાર કુંવારી મરિયમ દ્વારા થયો હતો. તેઓ આદમના માનવ પાપથી સંપૂર્ણ મુક્ત હતા. તેમના પૃથ્વી પરના સાડા તેત્રીસ વર્ષના જીવનમાં એક પણ પાપ કર્યું નહીં. સંપૂર્ણ પવિત્ર જીવન જીવ્યા. તેમના પર જુઠા તહોમતો મૂકવામાં આવ્યા પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.
૨. ઈસુ ખ્રિસ્ત દયા અને કરુણાથી ભરપૂર છે.
ઈસુ ખ્રિસ્ત આકાશના રાજ્યનો પ્રચાર અને શિક્ષણ આપતા હતા કે જેથી લોકો ઈશ્વરની વાતોમાં લક્ષ આપે અને જગતના વાનાઓના કારણે દુ:ખી ન થાય. તે શિક્ષણ આપતા હતા એટલું જ નહીં પરંતુ જ્યારે તેઓ ભૂખ્યા થયા ત્યારે તેમને ભોજન પુરું પાડયું. ઘણા બધા લોકોને સાજા કર્યા. માતાના રૂદનને હર્ષમાં પલટી નાખ્યું. વધસ્તંભ ઉપર તેમના દુશ્મનો જેઓ તેમને ભયંકર ત્રાસ આપતા હતા તેમના બચાવ/તારણ માટે પાર્થના કરી કે, હે પિતા તેઓને માફ કરો કારણ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી.
૩. ઈસુ ખ્રિસ્ત પ્રાર્થનાવાદી હતા
ઈસુ ખ્રિસ્તે સેવાની શરૂઆત ચાળીસ દિવસ અને રાત ઉપવાસ અને પ્રાર્થનાથી કરી, તેમણે ઘણી રાતો પ્રાર્થનામાં ગાળી શિષ્યોની પસંદગી કરતા પહેલા આખી રાત પ્રાર્થનામાં ગાળી તેમની ધરપકડ વખતે આખી રાત ગેથસેમાને બાગમાં ખૂબ જ પ્રાર્થના કરી જેથી તેમનો પરસેવો લોહીના જેવો થઈ ગયો. વધસ્તંભ ઉપર તેમના દુશ્મનોના તારણ બચાવવા માટે પ્રાર્થના કરી હે પિતા તેઓને માફ કરો કારણ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી તેમણે પ્રાર્થના કરી કે હે પિતા હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું એમ કહી મૃત્યુ પામ્યા. કેવો મહાન પ્રાર્થનાવાદી પ્રભુ સેવાની શરૂઆત પ્રાર્થનાથી કરી અને જીવનનો અંત પણ પ્રાર્થનાથી પૂર્ણ કર્યો.
- પાસ્ટર સદગુણ ક્રિસ્ટી


