Get The App

આપણે જેવા છીએ તેવા જ દેખાઈએ

Updated: Aug 14th, 2019

GS TEAM

Google News
Google News
આપણે જેવા છીએ તેવા જ દેખાઈએ 1 - image


માણસને ખરેખર પરમ શાંતિ સુખ અને આનંદપુર્વક જીવવુ હોય તો, થોડી આંતર ધ્યાનની આંતરિક સાધના કરી, આંતરીક સત્યનો રસ્તો પકડી, પોતાના મન બુધ્ધી અને વાસનાને શુધ્ધ સ્થિર નિયંત્રિત કરી, આત્માને જાણીને, આત્મ જ્ઞાાન પ્રાપ્ત કરી, આત્મસ્થ થઈ પોતાના આત્માના અવાજ પ્રમાણે આચરણ અને વ્યવહાર કરી, આત્માના સત્યનો માર્ગ ગ્રહણ કરી, આત્મ શ્રધ્ધા, આત્મ વિશ્વાસ પુર્વક જીવન જીવે જવા અને વાસના અને વિચારથી બની શકાય તેટલા મુક્ત થઈને અથવા શુધ્ધ સાત્વીક કરીને. જેવા છીએ તેવા જ દેખાયને જીવન જીવે જઈએ, તો મનમાં શંકા કુશંકા થવા પામશે નહીં, જે અને જેવું જીવન છે. તેનો અંતરથી સ્વીકાર કરીને જીવવાથી મનના ઘોડાઓ શાંત થશે, અને સુખ અને શાંતિ પગમા આળોટવા માંડશે,

આજ સાચી રીતે ધર્મ મય જીવવાનો સત્ય સ્વરુપ માર્ગ છે, આ રીતે જો જીવશુ તો પછી, જોશીઓ, પુરોહિતો, સાધુઓ કે ધાર્મિક સ્થળોએ શાંતિ શોધવા અને તેમની પગ ચંપી કરવા જવાનો પ્રસંગ બનવા પામશે જ નહીં. કારણકે તેની કોઈ આવશ્યકતા જ જણાશે નહી, પછી દાન દઈને પ્રતીષ્ઠા પ્રાપ્ત કરવાની ભાવના જ થશે નહી, કે કોઈ પદાર્થની પ્રાપ્તિનો મોહ થશે નહી ને તમો પોતે જ તમારા રાજા બની રહેશો. એજ શુધ્ધ અને સાત્વીક જીવન છે.

ધર્મ એટલે બાહ્યા ચારો હરગીજ નહી, પણ પોતાની જ જાતને, આત્મસ્થ થઈને પોતાના આત્માને જાણી, પોતાના સ્વભાવ જાણીને, સ્વભાવ પ્રમાણે સત્ય સ્વરુપ થઈને જીવવું એ જ સત્ય સ્વરુપ ધર્મ છે. ગીતા જેને સ્વ ધર્મમા જીવ્યે જવાનુ કહે છે, અને આ ધર્મ મુજબ જીવવાથી જ પરમશાંતિ સુખ અને આનંદ પ્રાપ્ત થાય જ છે.  કારણકે તેમા જ આત્માના સત્યનો રણકાર હોય છે, અને સત્ય સ્વરુપતા હોય છે. જ્યાં આંતરિક સત્યનો સાથ હોય છે, ત્યા જ વિજય હોય છે, અને પરમ શાંતિ હોય છે.

આજના માણસનું સાચુ માપ કાઢવુ હોય તો, તે ક્યા સંપ્રદાયનો કે પંથનો અનુયાઈ છે, તે શું કહે છે. તેના પરથી સત્ય અનુમાન નીકળી શકે તેમ નથી, કારણકે સંપ્રદાયો અને પંથો માત્રને માત્ર ધર્મ એટલે બાહ્યાચારો અને કર્મકાંડો અને કર્મ ક્રિયામા જ સમાય ગયો છે, જેથી દંભ અને અહંકારને જ પોષણ આપે છે, ને ધાર્મિક કટ્ટરતાને મોટે પાયે જન્મ આપે છે, જેથી ત્યાથી વિશાળતા કે અભયતા માણસને પ્રાપ્ત થવી અશક્ય છે. તેથી આત્મ કલ્યાણ પ્રાપ્ત થવુ અશક્ય છે, અને અસંભવ છે, એટલું બરાબર જાણો, અને અનુભવો.

આજના માનવીય જીવનની એવી કરુણતા છે, આપણા અભીન્ન સાથી એવા આપણા જ આત્માને જાણી સમજી  શકતા નથી , આત્મા જ સત્ય સ્વરુપ છે. અને જ્ઞાાન સ્વરુપ છે. ત્યાં જ આપણો ઉધ્ધાર સંગ્રહાયેલો છે. તે જાણતા જ નથી કે અનુભવતા કે અનુભુતિ કરતા નથી.

આખી માનવ જાત સામે ભલા, સારા, સત્ય વાન અને સંસ્કારી હોવાનો ડોળ અને દંભ કરનાર આપણે આપણી જાત પ્રત્યે ભલા, ભોળા સારા, સત્યવાન અને સંસ્કારી હોતા જ નથી. આ રીતે નીરંતર જાત અને આત્મા સાથે છેતરપીંડી જ કરતા રહીએ છીએ. જ્યાં પણ છેતરપીંડી ત્યા અશાંતિ, ચિંતા વગેરે હોવાના જ.

આપણે સદંતર એવા ભ્રમમા જ જીંદગીના દીવસો પસાર કરતા હોઈએ છીએ, અને માનતા હોઈએ છીએ કે આ જગત તો કેવળને કેવળ બુધ્ધી અને નાણાના જોર પર જ ચાલે છે, તેવુ માનીને આપણ આત્માને જાણવા પ્રયત્ન જ કરતા નથી.

જીવનમા કરુણા, મુદિતા, શીલ, સમાધિ અને પ્રજ્ઞાા પ્રાપ્ત કરી, હૃદયની વિશાળતા, અભય, સત્ય અને સંતુલિત શુધ્ધ મન અને બુધ્ધિ એ જ માણસના અમરત્વના પાયા છે. 

આ જીવનમા જ જો સાચુ સુખ, શાંતિ અને પરમ આનંદ શોધવો હોય તો, આ પરમ આનંદ શોધનારે આ અગિયારશનો પાલવ પકડવો જ પડે છે. આ અગિયારનો પાલવ પકડયા સીવાય જ્ઞાાન પ્રાપ્ત થવુ અઘરુ છે અને જ્ઞાાનની પ્રાપ્તિ વિના પરમ આનંદ નથી.

જેને આત્મ સુધારણા જ કરવી છે, સાચી શાંતિ અને સુખ પામવુ છે, તેમણે ખાલી બકવાસ કરવા કરતા અથવા ધાર્મિક સ્થળે આટા મારવા કરતા ધ્યાન યોગની આંતર સાધનામા પ્રસન્ન ચિત્તે સ્વસ્થતા અને શ્રદ્ધા સાથે ઉતરી આંતરિક મળોની મુક્તી પ્રાપ્ત કરી જીવન જીવવાની જરુર છે.

આ જીવનમાં કોઈપણનો વિચાર કે વાત, માનીને હરગીજ ચાલવુ જ નહી, પણ શુધ્ધ મન અને શુધ્ધ બુધ્ધિથી કોઈ પણની વાત કે વિચાર કસીને, આત્મસ્થ અને હૃદયસ્થ થઈને જો વિચાર અને વાત યોગ્ય લાગે તો આચરણમાં જરુર મુકીએ, પણ કોઈપણ વાત કે વિચાર માનીને ચાલો જ નહી, પણ અનુભવી અનુભુતી કરીને ચાલો એ જ સત્યનો માર્ગ છે, અને આ માર્ગ પર જ આનંદ પ્રાપ્ત થાય છે. અને પરમ આનંદ પુર્વક જીવવુ એ જ જીવન છે, અને એજ મુક્તિ છે.

- તત્વચિંતક વી.પટેલ


Tags :