આમ આજના સામાજિક પરિવર્તનમાં ગાંધીજીનો ફાળો અમોલ છે. સમાજમાં અસ્પૃશ્યતા અને ઊંચનીચના સ્ત્રી પુરુષના ભેદભાવો અને અન્ય સામાજીક બદીઓ દૂર કરવામાં પણ મોટું કામ કર્યું છે અને ઘણું મોટું પ્રદાન છે. તેનો પ્રભાવ આજે સમાજમાં જોવા મળે છે. તેમના પ્રયાસોથી એમના વિચારોથી અને એમના આચરણથી જ સમાજમાં સમાનતા અને ન્યાય માટેની જાગૃતતા આવી છે, એમ સો ટકા કહી જ શકાય છે.
ગાંધીજીનું સૌથી મોટું મહાન પ્રદાન જે આજે આપણે અનુભવીએ છીએ તે છે, આત્મનિર્ભરતા માટે ગ્રામોદ્યોગોને અપાતું તું પ્રોત્સાહન જેને કારણે લોકોને પોતાના કામની કિંમત સમજાણી અને બીજા પર આધાર રાખવાને બદલે આત્મ નિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા તેનું પરિણામ આમ સમાજ પર જોવા મળે છે.
આમ ગાંધીજીના વિચાર અને આચરણનો પ્રભાવ માત્ર ભારત પૂરતો જ સીમિત નથી રહ્યો પણ આખા વિશ્વમાં ફેલાઈ ચૂક્યો, આમ તેઓ વિશ્વના આદરણીય પુરુષ બની ચૂક્યા છે. આજે તેમના કારણે વિશ્વમાં સત્ય અહિંસા અને પ્રેમનું રાજ્ય સ્થપાયું છે અનેક દેશો સત્યાગ્રહ કરીને સ્વતંત્ર થયા છે. દક્ષિણ આફ્રિકાથી લઈને અમેરિકામાં એશિયાથી લઈ આફ્રિકા સુધી અહિંસક અને સત્ય આધારિત આંદોલનોએ ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા લીધી છે.
માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે ગાંધીના વિચારમાંથી પ્રેરણા લઈને જાતિભેદ આંદોલન ચલાવીને ગાંધીજીના અહિંસક અને સત્ય આધારિત આંદોલન ચલાવીને સફળતા મેળવી છે તે જ રીતે નેલ્સન મંડેલાએ ગાંધીમાર્ગે સ્વતંત્રતા મેળવી છે તે જ ચિત્ર દલાઈ લામાએ ગાંધી માર્ગનો સ્વીકાર કરેલ છે.
આમ આંતર રાષ્ટ્રીય સ્તરે ગાંધી વિચારને કારણે પણ ગાંધીના સત્ય અહિંસાનો સ્વીકાર કરેલ છે અને યુનોએ અહિંસા દિવસ જાહેર કરી ગાંધી વિચારનું આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકાર કરેલ છે. આમ ગાંધીજીનું નેતૃત્વ અનોખું હતું અને વિશ્વભરમાં અનેક કારણો માટે તેની આજે પ્રશંસા થાય છે. તેમના નેતૃત્વને શા માટે અનન્ય જગતમાં ગણવામાં આવે છે, તેના કેટલાક કારણો નીચે મુજબ ગણાવી શકાય. અહિંસા, સત્ય અને સત્યાગ્રહ.
આમ ગાંધીજીનું સૌથી મોટું યોગદાન અહિંસા અને સત્ય હતું. મોટા ભાગના નેતાઓ યુદ્ધ અને હિંસા દ્વારા જ સત્તા મેળવતા હતા જ્યારે ગાંધીજીએ શાંતિ પૂર્ણ સત્યના આધારે વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો. તેમનો સત્યાગ્રહ એટલે કે સત્યનો આગ્રહનો સિદ્ધાંત જગતને આપ્યો, જેમાં જેની સામે સત્યાગ્રહ ચાલતો હોય તેના મનમાં દ્વેષ ભાવ કે સ્વાર્થ ભાવ હોવો જોઈએ જ નહીં, પ્રેમ જળહળતો હોય એનું નામ સત્યાગ્રહ.
- તત્વચિંતક વી. પટેલ


