Get The App

જીવન અને ધર્મ .

Updated: Jan 20th, 2021

GS TEAM


Google News
Google News

- માનવ જીવનમાં આત્મિક સત્યથી વધીને કોઈ ચીજ આ જગતમાં તો નથી અને અસત્ય ને બનાવટ જેવું કોઈ મહા પાપ આ જગતમાં નથી, ખરેખર ધર્મનું મૂળ છે

જીવન અને ધર્મ                   . 1 - image

ધ ર્મ એટલે જ આત્માને પરમાત્મા સમીપ પહોંચાડનાર સુમંગલ સેતુ છે. જગતના તમામ ધર્મનો મૂળભૂત ઉદેશ માણસના આત્માના ગૌરવને જ પ્રાપ્ત કરવાનો છે. અને પ્રત્યેક પ્રાણીમાં રહેલા પરમ તત્વને પામવાનો છે. આજ દરેક સત્ય ધર્મનો મુખ્યત્વે હેતુ અને સત્વ ગુણ રહેલો છે.

જગતમાં પરિવર્તન તથા પ્રગતિથી કોઈ સત્ય ધર્મ નષ્ટ થતો નથી. પણ વધુ સારી રીતે વિકસે છે અને દૃઢ બને જ છે. કારણ કે પરિવર્તન એજ પ્રકૃતિનો સનાતન ગુણધર્મ છે, જે ધર્મ પરિવર્તીત થતો નથી તે આંતરિક નષ્ટ જ થાય છે.

આજના ધર્મની માન્યતાઓને કારણે દુર્બળ થયેલી પ્રજા તો સૌથી વધુ દયનીય દશા જ ભોગવતી હોય છે, કારણ કે તે આજના કહેવાતા ધર્મને પોતાના તારણહાર માને છે, જ્યારે આજનો વાસ્તવિક ધર્મ જ માણસને જ ડુબાડતો હોય છે. અને ડૂબે જ છે, પણ તેનુુ તેને ભાન નથી. અને ધર્મને માત્ર માનીને ચાલનાર માણસ હંમેશા ડૂબે જ છે, તે કદી જીવન સ્વસ્થ રીતે તરી શકે જ નહીં. ધર્મ એ દેખાડાનો નથી, પણ આત્મિક સત્યના આચરણનો છે, બીજાનું સત્ય તે આપણું સત્ય કદી બની શકે જ નહિ. જ્યાં ધર્મમાં નરી જ બનાવટ હોય, ત્યાં સત્ય હાજર નથી. એટલું જાણો, માનવ જીવનમાં અનુભૂતિ અનુષ્ઠાન અને આત્મિક સત્ય આચરણ એજ ત્રણ સત્ય ધર્મના પ્રાણ છે. અને પાયા છે, આની જ હાજરી નથી ત્યાં ધર્મ નથી એટલું સ્પષ્ટ હૃદયથી જાણો, અને શાસ્ત્રો ભણવાથી, ધર્મની વાતો સાંભળવાથી, સત્સંગથી કે કથાઓ સાભળવાથી કદી પણ સત્ય ધર્મ ઉપલબ્ધ થાય જ નહિ કે લાભ કોઈને થતો નથી, માત્ર બનાવટ કરનારને મહા લાભ થાય છે, તે સત્ય છે.

માનવ જીવનમાં આત્મિક સત્યથી વધીને કોઈ ચીજ આ જગતમાં તો નથી અને અસત્ય ને બનાવટ જેવું કોઈ મહા પાપ આ જગતમાં નથી, ખરેખર ધર્મનું મૂળ છે. આત્મિક સત્ય પ્રમાણે આચરણ, આધ્યાત્મિકતા એજ આપણી સંસ્કૃતિની આધાર શિલા છે. સાંસારિક સુખના મિથ્યાત્વનું ઊંડું જ્ઞાાન એ જ એનું મધ્યબિંદુ છે. અને સનાતન સત્ય તત્વની ખોજ એ જ એનો સુવર્ણ કળશ છે.

આજના ધર્મનું પાલન ન કરીએ તો કઈ જીવન નષ્ટ થવાનું જ નથી, આ મારી વાત કદાચ ન સમજાય કે ગળે ન ઉતરેતો ચાલશે. આજનો સત્ય ધર્મ ન આચરી શકાય તો પણ ચાલશે. અને કદાચ જીવનમાં સત્ય ધર્મની શરૂઆત કાલે કરશો તો પણ ચાલશે. કદાચ ન કરો તો પણ આભ ફાટી જવાનું નથી કે નર્ક મળી જવાનું નથી. પણ આજથી અધર્મનું આચરણ તો અત્યારે જ આ સેકંડે જ બંધ કરો, અને આત્મિક સત્યમાં સ્થિર થઈને માત્રને માત્ર જીવનમાં કોઈને બનાવવા નહિ અને કોઈનાથી બનવું નહીં કે કોઈથી બની જવું નહીં અને બનવા માટે કોઈ પાસે જવું જ નહિ. જોકે, બનાવવા વાળાનો પાર નથી. માટે ચેતતા રહેવામાં જ મજા છે. એટલું જાણીને ચાલો આટલું જ જીવનમાં આચરો આનાથી કશું પણ વધારે નહીં.

આજ સત્ય ધર્મનું આચરણ છે, અને આપણાં પોતાના આત્મિક સત્યના રસ્તે નિરંતર પાછું વાળી જોયા વિના ચાલતું જ રહેવું એજ ધર્મનું આચરણ છે. આટલું જ કરો કોઈ પ્રાર્થના. પૂજા, આરતી, હોમ, હવન, જપ કાંઈ જ કરવાની કે કરાવવાની કોઈ  જરૂર નથી. કરાવવાવાળા કોઈ જ જરૂર નથી, કરાવવા વાળાથી બચો, તો જ તમો જ સાચા ધાર્મિક છો, અને જગતના તમામ ધર્મને સત્ય સ્વરૂપ થઈ પાળો છો, એ મૃત્યુ વખતે અનુભવશો જ. કારણ કે તમો એ જે ધર્મ કે તેના કહેવાતા સિદ્ધાંતો તમારા શારીરિક માનસિક કે આધ્યાત્મિક નિર્બળતા લાવે તેમ છે. તે તમોએ ઝેર સમજીને ત્યજી દીધેલા છે. જેમાં જીવનનું આત્મિક સત્વ નથી તે સાચું હોય શકે જ નહીં. આત્મિક સત્ય તો બળ વર્ધક પવિત્ર અને જ્ઞાાનમાં છે. તે આત્મિક સત્યનો શક્તિ દાયક જ્ઞાાન વર્ધક અને ચૈતન્યમય છે, તેનું તો તમો આચરણ કરો જ છો. પછી ભય શેનો હોય, નિર્ભય, અને અભય થઈને શાંત ચિત્તે આનંદથી જીવો એ જ સત્ય ધર્મનું આચરણ છે.

Tags :