Get The App

ચાલો, પૂર્વજને યાદ કરીને તેમને ગમતા ભોજન ખાઇ-ખવડાવીને તેમને થેંક્સ કહીયે...

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
ચાલો, પૂર્વજને યાદ કરીને તેમને ગમતા ભોજન ખાઇ-ખવડાવીને તેમને થેંક્સ કહીયે... 1 - image

- શ્રાદ્ધ પક્ષ શરૂ થઇ ગયા છે. તમારા વડવાઓ અને માતા-પિતાને યાદ કરવાનો સોનેરી અવસર શરૂ થઇ ગયો છે

પિતૃપક્ષ શરૂ થઇ ગયો છે. ગયા અંકમાં શ્રાદ્ધની વિગતવાર માહિતી અપાઇ હતી.  અહીં આજે વિશેષ વિગતો અપાઇ છે. શ્રાદ્ધ વિધિ માટે કયો સમય યોગ્ય છે?  શ્રાદ્ધની તારીખો સહીતની  તમામ માહિતી સામેલ કરાઇ છે.

હિન્દુ પંચાંગ મુજબ પિતૃપક્ષનો સમય પૂર્વજોની આત્માની શાંતિ માટે અત્યંત શુભ હોય છે. કહેવાય છે કે આ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

 પિતૃપક્ષ ભાદરવી પુનમથી ભાદરવી અમાસ સુધી હોય છે. એટલે કે ગઇ તારીખ ૭ થી શરૂ થયેલા શ્રાધ્ધાના દિવસો તારીખ ૨૧-૯ સુધી ચાલશે.

 હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષ ૧૬ દિવસનો છે જેમાં પૂર્વજો માટે તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે. આથી પિતૃ પક્ષ દરમિયાન તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ પરિવાર પર પૂર્વજોના આશીર્વાદ રહે છે.

પિતૃપક્ષ કુલ ૧૬ દિવસનો હોય છે. તેના પાંચ દિવસ પુરા થઇ ગયા છે.

વૈદિક પંચાગ અનુસાર પિતૃપક્ષ ભાદરવી પુનમ તિથિથી શરૂ થાય છે અને ભાદરવી અમાસ પર સમાપ્ત થાય છે, જેને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે.

પિતૃપક્ષમાં શ્રાદ્ધ કયા આધારે કરવામાં આવે છે? સર્વ પિતૃ અમાસ 

પિતૃ પક્ષમાં મૃતકની તિથિના આધારે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. માન્યતા છે કે જે દિવસે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તે દિવસે તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. પરંતુ જો તમને વ્યક્તિના મૃત્યુની તિથિ ખબર ન હોય તો આવી સ્થિતિમાં તમે પિતૃ પક્ષની છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસ પર શ્રાદ્ધ કરી શકો છો. આ તારીખ તે તમામ પૂર્વજો માટે છે, જેમના મૃત્યુની તિથિ ખરબર નથી.

શ્રદ્ધા વિધિ માટે સામગ્રી

શ્રાદ્ધ વિધિ માટે તમારે કેટલીક ખાસ સામગ્રીની જરૂર પડશે, જેમ કે નાડા છડી, સિંદૂર, સોપારી, રક્ષા સૂત્ર, ચોખા, જનોઇ, કપૂર, હળદર, દેશી ઘી, મધ, કાળા તલ, તુલસીના પાન, જવ, હવન સામગ્રી, ગોળ, માટીનો દીવો, રૂ, અગરબત્તી, દહીં, ગંગાજળ, સફેદ ફૂલ, ખીર, સ્વાન્ક ચોખા, મગ, શેરડી અને ખજૂર વગેરે.

શ્રાદ્ધ કેવી રીતે કરવું?

દાન કરવું મહત્વનું છે. પૂર્વજને જે પસંદ હોય તે કામ કરવું પણ મહત્વનું હોય છે. આ દિવસે ગરીબોને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું અને દક્ષિણા આપવી જરૂરી માનવામાં આવે છે. તેમજ આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવો, તેનાથી ઘણો લાભ મળે છે. શ્રાદ્ધ વિધિમાં ગાય, કૂતરા અને કાગડા માટે અલગથી ભોજન કાઢવું ફરજિયાત છે. આ પછી, પૂર્વજોને યાદ કરો અને શ્રાદ્ધ સ્વીકારે તેવી પ્રાર્થના કરો.

શ્રાદ્ધ કરવા માટેના સમયને ઓળખો

ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રદ્ધા વિધિ માટે સૌથી શુભ સમય બપોરના સમયે હોય છે. પિતૃઓને યાદ કરીને તેમને ગમતા ભોજન કુટુંબે સાથે જમીને લેવા જોઇએ. પિતૃઓ કેવીરીતે શ્રાદ્ધ પક્ષમાં જમી શકે જેવા નેગેટીવ વિચારોને ફગાવી દો અને ભારતની સાંસ્કૃતિક પરંપરાને અનુસરો.

  પિતૃપક્ષ 2025 તારીખ

* પૂનમનું શ્રાદ્ધ - ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવાર

* એકમનું શ્રદ્ધા - ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર

* બીજનું શ્રદ્ધા - ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર

* ત્રીજનું શ્રદ્ધા - ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર

* ચોથનું શ્રાદ્ધ - ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર

* પાંચમનું શ્રાદ્ધ - ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૫, ગુરુવાર

* મહા ભરણી - ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર

* છઠ્ઠનું શ્રદ્ધા - ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫, શુક્રવાર

* સાતમનું શ્રદ્ધા - ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫, શનિવાર

* આઠમનું શ્રદ્ધા- ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવાર

* નોમનું શ્રદ્ધા - ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર

* દશમનું શ્રદ્ધા - ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર

* એકાદશીનું શ્રાદ્ધ - ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર

* બારસનું શ્રાદ્ધ - ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫, ગુરુવાર

* તેરસનું શ્રદ્ધા - ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫, શુક્રવાર

* મઘા શ્રદ્ધા ૧૯ - સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર

* ચૌદશનું શ્રદ્ધા - ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર

* સર્વપિતૃ અમાસ - ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવાર