- જીવન વ્યવહાર અને આચરણમાં અસત્ય સદાય હારે છે. જીવનમાં અંતે નિષ્ફળતાજ પ્રાપ્ત થાય છે. જ્યારે માણસને મોત સામું દેખાવા માંડે ત્યારે તે આત્મિક સત્ય સ્વરૂપ જીવન જીવતા શીખે છે.
માણસ, ધંધામાં નજીવા નફા માટે, પરિવારમાં અણબનાવ ટાળવા, સંબંધો ટકાવી રાખવા, કંઈક છુપાવવા, મનપસંદ છબી ઉભી કરવા. મોટાઈ બતાવવા અંહકારને પોષવા જાત ને છેતરવા અસત્ય બોલવાનાં કે અસત્ય આચરવાના અનેક વિધ કારણો હોઈ શકે છે, આમ પણ માણસ અસત્ય સ્વાર્થ યુક્ત આચરણ માટેના પરિણામો પણ શુધ્ધ મનથી જાણે છે, સમજે છે અનુભવે છે તે છતાં માણસ અસત્ય અને સ્વાર્થ અનુસાર વ્યવહાર કે આચરણ કરે છે અને પરમશાંતિ અને આનંદ ગુમાવે જ છે તે છતાં પણ અસત્ય અને સ્વાર્થ સાથે જ વ્યવહાર અને આચરણ કરે છે તે આજની વાસ્તવિક સ્થિતિ છે. જેનું કારણ આજનો બહિર્મુખી ધર્મ છે ત્યાં જ સત્ય નથી ત્યાં તેણે અનુસરનારા સત્ય હોય શકે જ નહિ તે સત્ય છે, સત્યતા જ પરમાત્મા છે ત્યાં જ નિજાનંદ છે.
જીવનમાં અસત્ય અને સ્વાર્થ દ્વારા કદી પણ જીવનનું આત્મિક ઉર્ધ્વીકરણ કે આર્થિક ઉર્ધ્વીકરણ શક્ય નથી તે પણ જાણે છે, કે જીવન વ્યવહારમાં અને આચરણમાં અસત્ય સદાય હારે છે. જીવનમાં અંતે નિષ્ફળતાજ પ્રાપ્ત થાય છે. જ્યારે માણસને મોત સામું દેખાવા માંડે ત્યારે તે આત્મિક સત્ય સ્વરૂપ જીવન જીવતા શીખે છે. ત્યારે મોડું થઇ ચૂક્યું હોય છે, જે પાપ કર્યા હોય તે મુંજવે છે, યાદ આવે છે, આછે આજના માણસની અને ધર્મના માલિકોની આંતરિક સ્થિતિ, આમ જીવનમાં અસત્ય અને સ્વાર્થ દ્વારા કદી નિજાનંદ પ્રાપ્ત થતું જ નથી સદાય જીવનમાં નિષ્ફળતા જ હાથમાં આવે છે, માનસિક તનાવમાજ દુખમાંજ ચિતામાંજ જીવન ગુજારવું જ પડે છે, તેમ છતાં આજનો માણસ અસત્ય સ્વાર્થનું જ આચરણ કરે છે, તેમાં આજના ધર્માત્માઓ અને કથાકરોનો દોષ છે, તેઓ જ આત્મિક સત્ય પ્રકાશિત કરતા જ નથી પણ શાસ્ત્રોના ગબારા જ ચલાવે છે, શાસ્ત્રોમાં કદી સત્ય હોય શકે જ નહીં સત્યતો માત્રને માત્ર આત્મામા જ છે જે આત્મસ્થ અને હૃદયસ્થ થતાં જ મળે છે, તે તો થવું જ નથી આછે આજની વાસ્તવિક સ્થિતી આમ ગબારા દ્વારા જ ગબારનું વર્તન અને વ્યવહાર ચાલે છે, ક્યાંય સત્ય પ્રકાશીત થતું જોવામા જ આવતું નથી આ છે વાસ્તવિક સ્થિતિ, આમ આજનો ધર્મ પણ અસત્યમાજ સ્થિત હોય છે.
(ક્રમશ:)
- તત્ત્વચિંતક વી. પટેલ


