- જગતમાં આત્મિક સત્યનો જ સદાય વિજય થાય છે, છતાં આપણે સ્વાર્થને કારણે અસત્યનો ઉપયોગ કરીએ છીએ. મનમાં જ્યાં સ્વાર્થ અને અસત્ય હોય છે, તેની પાછળ હલકટતા આવે જ. આ હલકટાઈની સાથે દ્વેષ હોય
આપણે જે કંઈ આત્મિક સત્ય સ્વરૂપ કે અસત્ય કે સ્વાર્થ યુક્ત બોલીએ છીએ આચારીએ છીએ, વ્યવહાર કરીએ છીએ તેની જવાબદારી સંપૂર્ણ પણે આપણી જ બને છે, અને આપણે એ પણ જાણીએ છીએ કે જગતમાં આત્મિક સત્યનો જ સદાય વિજય થાય છે, એટલે કે સત્ય જ આનંદ શાંતિ સુખ અને નિજાનંદ પ્રદાન છે, જ્યારે અસત્ય અને સ્વાર્થ સદાય મુશ્કેલીમાં જ નાખે છે, છતાં આપણે સ્વાર્થને કારણે અસત્યનો ઉપયોગ કરીએ છીએ.
આ આપણું વાસ્તવિક સત્ય છે, આમ મનમાં જ્યાં સ્વાર્થ અને અસત્ય હોય છે, તેની પાછળ હલકટતા આવે જ આ હલકટાઈની સાથે દ્વેષ હોય, અને દ્વેષ હોય ત્યાં મનમાં સમાન ભાવ અને આત્મિક સત્ય, વિવેક ન હોય ત્યાં મારુ તારું, સારા નરસા ઉચ નિચના સ્ત્રી પુરુષ વગેરે પ્રકારના અનેક ભેદ ભાવ પણ હોય જ જયા ભેદભાવ ત્યાં ચિત્ત અશુધ્ધ એટલે આવું ચિત્ત સદાય પરતંત્ર હોવાનું એટલે જીવનમાં ચિત્તની પ્રસન્નતા હોય શકે જ નહિ જેથી સદાય દુખ જીવનમાં સુખ શાંતિ અને નિજાનંદ હોય શકે જ નહિ. આમ અસત્ય અને સ્વાર્થની પાછળ અનેક પ્રકારના દુર્ગુણો, દૂરભાવો દૂરવૃતિઓ અને દુરાચારો અહંકાર યુક્ત હોવાના આ બધા જ અસત્ય અને સ્વાર્થના વારસો છે. આમ આવા વારસોને સાથે લઈને માણસ આચરણ કરતો હોય છે, તે વાસ્તવિક સ્થિતિ છે. આમ શાશ્વત રીતે મૂળભૂત સ્વભાવથી. નિજાનંદ રૂપ આનંદ સ્વરૂપ અને સત્ય સ્વરૂપ છીએ, પણ સ્વાર્થને કારણે જ આત્મિક સત્યને પડતું મૂકીને અસત્ય તરફ જ ઢળીએ છીએ, અને આચરીએ છીએ, તે સત્ય છે,
આ જીવનની ગંદકી સાથે જીવન જીવીએ છીએ અને જે મૂળભૂત રીતે જીજાનંદ સ્વરૂપ છીએ તે ગુમાવીએ છીએ એ આજનો મહા કોયડો છે, આ કોયડાનો ઉકેલ આજના સ્વાર્થ મુલક બહિર્મુખી ધર્મ દ્વારા આ પ્રશ્ન ઉકેલી શકાય તેવા કોઈ સંજોગો નથી. જો કૂવામાં શુધ્ધ પાણી હોય તો જ અવેડામાં શુધ્ધ પાણી આવે તે આ જગતનો શાશ્વત સિધ્ધાંત છે.
- તત્ત્વચિંતક વી. પટેલ


