Get The App

પીપળે પાણી શું કામ રેડવું જોઈએ જાણો .

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
પીપળે પાણી શું કામ રેડવું જોઈએ જાણો                . 1 - image


સમશાનમાં જ્યારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્નિ વિયોગ સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મુકીને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતુ બાળક પીપળાના નીચે પડેલા પાન, ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માની ને મોટુ થવા લાગ્યો, એક દિવસ દેવર્ષિ નારદ ત્યાથી નીકળ્યા ને બાળકને પુછયું તું કોણ છો ? બાળક કહે એ જ તો હું જાણવા માંગુ છું.

નારદજી: તારા માતા-પિતા કોણ છે ?

બાળક કહે એ પણ ખબર નથી તમે મને કૃપા કરીને બતાવો ત્યારે નારદજીએ ધ્યાન ધરીને કહ્યું બાળક તંપ મહાન દાનવીર મહર્ષિ દધીતિનો પુત્ર છો તારા પિતાની અસ્થીમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો તારા પીતાનું ૩૧ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું.

બાળક : મારા પિતાની મૃત્યુનું કારણ શું હતું ?

નારદજી : તારા પિતા પર શનિદેવની મહાદશા હતી જે પણ કઈ તારે સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું. નારદજીએ બાળકનું નામ પીપ્લાદ રાખીને જતા રહ્યા પીપ્લાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું પિપ્લાદે પોતાની દ્રષ્ટીથી કોઈ પણ ને ભસ્મીભુત કરવાની શક્તિ માંગી.

હવે વરદાન મળ્યા પછી તરત પિપ્લાદે શનિદેવનું આહ્વવાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટીથી ભષ્મ કરવાનું ચાલુ કર્યું.

બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો સુર્ય પોતાના પુત્રને સળગતા જોયને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યો ને બીજા બે વરદાન માંગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા, અને પહેલું વરદાન માગ્યુ કે કોઈ પણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ જેથી કરીને મારી જેમ બીજા દુખી ના થાય.

બીજુ મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે એટલે જે કોઈ સુર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચઢાવશે તેને શનિની મહાદશાની અસર નહી થાય બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું.

પિપ્લાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈને ''શનૈ:ચરતિ ય: શનૈશ્વર:'' જે ધીમે ચાલે છે તે શનેશ્વર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળુ થઈ ગયુ, શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પુજાનો ધાર્મિક હેતુ આ છે આગળ જઈને પિપ્લાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાાનનો ભંડાર મનાય છે, પીપળો ૨૪ કલાક ઓક્સિજન, પ્રાણવાયુ આપે છે ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હુ પીપળો છું એવું કહ્યું છે.

Tags :