Get The App

કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ !

Updated: May 4th, 2022

GS TEAM


Google News
Google News
કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ ! 1 - image

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે 'કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ ઃ !' કર્મ કરતાં જ રહેવુ તેનો અધિકાર છે. પરંતુ આ કર્મ ફળ પર નથી ! નિષ્કામ કર્મ કરવાનું છે. નિષ્કામ એટલે કે ફળ અથવા તો કોઈ પ્રકારના પરિણામની આશા રાખ્યા વગરનું કર્મ ! જેમાં આશક્તિ રહીત હોય. દરેક વ્યક્તિ કર્મ તો કરી રહ્યો છે. પરંતુ તો પણ તે બંધનથી બંધાયેલ છે. બંધન મુક્ત તો છે જ નહીં. કેમ કે તેનાં મનમાં ફળ અંગેની આસક્તિ રહી છે. 

આ ઋગ્વેદ ઋચામાં કહે છે... આ મારાં હાથ જ ઐશ્વર્યવાન છે. એટલે સુખ સમૃધ્ધિ આપનારા છે. મારો બીજો હાથ પણ વધુ ઐશ્વયવાન છે. તે હાથ બધાં રોગ-વ્યાધિઓને માટે ઔષધિ સરખા તેમજ તે મટાડનારા છે. આ મારાં બન્ને હાથો જીવનનાં સઘળાં દુઃખ દર્દો દૂર કરી શકે છે. આ સુખ સ્પર્શ કરનાર છે. મતલબ એ જ કે સુખ-સમૃધ્ધિ દાયક છે. આ ઋચાઓ  ધ્વારા 'શ્રમ-પરિશ્રમ' ના મહત્વ તરફ અંગુલિનિર્દેશ કરે છે. આપણાં હાથ આપણું કર્મ છે... ! આપણાં હાથ જગન્નાથ છે ! આપણાં હાથ પરિશ્રમ માટેનાં ઉપકરણો છે. આ હાથ સુધી સમૃધ્ધિ આપનારા અને અનેક કષ્ટોને ભગાડનારા છે. આ હાથ ધ્વારા આપણે જગતમાં અનેક લાભો પ્રાપ્ત કરીએ છીએ અને પરમાર્થે પણ આ હાથ સહાયક બને છે. 

આર્ય સંસ્કૃતિની ચાલી આવતી પરંપરામાં શ્રમ અંગે ઘણું બધું વિચારવામાં આવ્યું છે. 'શ્રમ એટલે આપણું કર્મ'! પરંતુ પરંપરાથી ચાલ્યું આવતું ચિંતન અને અર્વાચિન્હની વિચારધારા આ બન્નેમાં મોટો વિરોધાભાસ રહ્યો છે. પ્રથમ તો એ કે આપણે કર્મની પૂજા કરી શ્રમનો મહિમા સમજી તેનો આદર કરતાં થયાં. પરંતુ આ કર્મ કરનારને આદર-માન આપ્યું નહિ. શ્રમ કરનાર પરિશ્રમીને હલકામાં લીધો. સમાજે તેને નિમ્ન સ્તરે સ્થાન આપ્યું. અને અવહેલના કરી. ત્યારે શ્રમનાં મહત્વને મહાપુરુષોએ જાણી તેને સ્વાભિમાન સાથે જોડી શ્રમની પ્રતિષ્ઠા સ્થાપી ! મહાભારત કર્મને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. તો પણ તે સાથે ભાગ્યને પણ સ્થાન આપી માનવામાં આવ્યું છે. કહેવાય છે કે કર્મશીલ-કર્મઠ પુરુષની પાછળ પાછળ લક્ષ્મીજી જાય છે. જ્યારે આળસુ-એદી વ્યક્તિની આગળ આગળ ચાલે છે અને આળસું તેની પાછળ દોડતો રહે છે. કર્મની જે વાત કહેવામાં આવી છે. તે માત્ર શ્રમ જ નથી. પરંતુ ઉદ્યમ પણ છે. ઉદ્યમશીલતા ઉત્પાદન શક્તિ જ જીવનનો વિકાસ કરે છે. ગીતામાં કર્મ અંગેનો ખુબ જ પ્રખ્યાત શ્લોક છે. 

તેમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે 'કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ ઃ !' કર્મ કરતાં જ રહેવુ તેનો અધિકાર છે. પરંતુ આ કર્મ ફળ પર નથી ! નિષ્કામ કર્મ કરવાનું છે. નિષ્કામ એટલે કે ફળ અથવા તો કોઈ પ્રકારના પરિણામની આશા રાખ્યા વગરનું કર્મ ! જેમાં આશક્તિ રહીત હોય. દરેક વ્યક્તિ કર્મ તો કરી રહ્યો છે. પરંતુ તો પણ તે બંધનથી બંધાયેલ છે. બંધન મુક્ત તો છે જ નહીં. કેમ કે તેનાં મનમાં ફળ અંગેની આસક્તિ રહી છે. દર્શન એ જ કહે છે કે ફળની આસક્તિ રાખ્યા વગર રહો. તેનાંથી બચતા રહો. નિષ્કામ કર્મ કરતાં રહો. પણ આખું આયખું આપણા સારા કર્મના ફળની આશામાં જ જીવતાં રહ્યાં છીએ. કામનાં છોડી નથી. મજુરો પોતાની લાલચે કામ કરે છે. વ્યાપારીઓ લાભની આકાંક્ષાઓથી કામ કરે છે. તે તેનું કર્મ છે. તેનાં આ કામને કર્મને મહાન ગણવામાં આવતું નથી. પરંતુ આ જ આસક્તિ આપણને કર્મ કરવાની પ્રેરણાં આપે છે. કર્મ કર્યા પ્રથમ જ આપણાં મસ્તિકમાં ફળ મળશે તેવાં સ્પંદનો મગજમાં અંકિત થઈ જાય છે. 

- લાલજીભાઈ જી. મણવર

Tags :