સોનાનો વરસાદ કરાવનાર માં લક્ષ્મીનું ''કનક ધારા સ્તોત્ર''
માં લક્ષ્મીનું પહેલું સ્વરૂપ આદિલક્ષ્મી સ્વરૂપ છે. તે લક્ષ્મીનું મૂળ સ્વરૂપ હોવાથી તેને આદિલક્ષ્મી કહે છે. દેવી ભાગવતનાં કથન અનુસાર સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે તેણે મહાકાલી અને મહા સરસ્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું
લ ક્ષ્મી શબ્દનાં અર્થ ધનની દેવી, દેવી લક્ષ્મી તથા ભાગ્યલક્ષ્મી, જેના આઠ સ્વરૂપો છે. હિન્દુધર્મગ્રંથોમાં લક્ષ્મીને વિષ્ણુભગવાનની પત્ની તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. લક્ષ્મીજીનાં આઠ સ્વરૂપો છે. જેથી ધર્મગ્રંથોમાં અષ્ટલક્ષ્મીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે તેના નામ પ્રમાણે ફળ આપે છે. આથી આઠેય લક્ષ્મી સ્વરૂપોની પુજા તેના સ્વરૂપ અનુસાર કરવાનું વિધાન છે. જોઈએ તેના આઠ સ્વરૂપોને.
(૧) આદિલક્ષ્મી:- માં લક્ષ્મીનું પહેલું સ્વરૂપ આદિલક્ષ્મી સ્વરૂપ છે. તે લક્ષ્મીનું મૂળ સ્વરૂપ હોવાથી તેને આદિલક્ષ્મી કહે છે. દેવી ભાગવતનાં કથન અનુસાર સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે તેણે મહાકાલી અને મહા સરસ્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. અને જગતનાં સંચાલન માટે તેણે વિષ્ણુભગવાનની સાથે રહેવાનું પસંદ કર્યું. આની આરાધનાથી સુખ સંપત્તિ તથા સાત્વિક વૈભવની પ્રાપ્તિ થાય છે.
(૨) ધનલક્ષ્મી દેવી:- માં લક્ષ્મીનું આ બીજુ સ્વરૂપ છે. એણે ભગવાન વિષ્ણુને કુબેરનાં દેવામાંથી મુક્ત કરવા આ રૂપ ધારણ કર્યું હતું. આવો સબંધ ભગવાન વ્યંકટેશ્વર સાથે છે જે વિષ્ણુનોજ અવતાર માનવામાં આવે છે. કુબેરજીનું દેવું ચૂકવવા માં લક્ષ્મીએ આ અવતાર લીધો હતો. જેના એક હાથમાં ધનથી ભરેલ ઘડો છે અને એક હાથમાં કમળનું ફુલ છે. તે આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે.
(૩) ધાન્યલક્ષ્મી દેવી:- દરેક ઘરમાં તે ધાન્યનાં રૂપેથી બિરાજમાન હોય છે. તેથી અન્નનો અનાદર ન કરવો. જેથી ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રાખે છે.
(૪) ગજલક્ષ્મી:- આ માં લક્ષ્મીની બન્ને બાજુએથી હાથીઓ તેનો જળાભિષેક કરે છે તેને ચાર હાથો છે. એકમાં કમળનું ફુલ એક હાથમાં અમૃતકળશ તથા હાથમાં શંખ ધારણ કરેલ છે. તે કમળનાં ફુલ ઉપર બિરાજે છે. સમૃદ્ધિ આપનાર તે દેવીને રાજલક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સંતાન સુખ પણ આપનાર છે.
(૫) સંતાન લક્ષ્મી દેવી:- દેવી ભાગવતનાં વર્ણન અનુસાર આ સ્કંદમાતા તરીકે ઓળખાય છે. જેના ખોળામાં સ્કંદનાં બાળસ્વરૂપને બેસાડે છે. આ દેવી પોતાના ભક્તોનું પુત્ર સમાન રક્ષણ કરે છે. આની પુજાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.
(૬) વીરલક્ષ્મીમાં:- આ તેના નામ અનુસાર તે વીરતા દર્શાવે છે. અને યુદ્ધમાં વિજય અપાવે છે જેથી આઠ ભુજાઓ છે. આ પોતાનાં ભક્તોની રક્ષા કરે છે અને સૌભાગ્ય તથા સમૃદ્ધિ આપનાર છે. જેને કાત્યાયની તરીકે પણ ઓળખે છે. તેણે મહિષાસુર નામના રાક્ષસને મારી ભક્તોની રક્ષા કરી હતી.
(૭) વિજય લક્ષ્મી:- આને જયલક્ષ્મી પણ કહે છે આ પ્રકારની લક્ષ્મીમાતા દરેક પ્રકારનો વિજય પ્રાપ્ત કરાવનાર છે. ભક્તોને અભય કરનારી છે. કોઈપણ સંકટમાંથી તે મુક્તિ અપાવે છે.
(૮) વિદ્યાલક્ષ્મી દેવી:- આની સાધનાથી આને જયલક્ષ્મી પણ કહે છે. શિક્ષા અને જ્ઞાાનને પ્રદાન કરનારી આ વિદ્યાલક્ષ્મીનું સ્વરૂપ છે. આની સાધનાથી સાત્વિક બુદ્ધિનો અને જ્ઞાાનની પ્રાપ્તિ થાય છે.
આ લક્ષ્મીમાતાજીનાં આઠ સ્વરૂપો છે. લક્ષ્મી, મહાલક્ષ્મી અને ગજલક્ષ્મી પણ તેના જ રૂપો છે.
લક્ષ્મીમાતાનું 'કનકધારાસ્ત્રોત'
કનકનો અર્થ સોનું થાય છે. ધન-ઐશ્વર્ય-લક્ષ્મીથી સંપન્ન કરનારૂ આદિશંકરાચાર્ય રચિત સ્ત્રોત્ર છે.
આ સ્તોત્ર રચનાનું મૂળ:- એક વાર શંકરાચાર્ય ભીક્ષા માંગતા માંગતા એક ગરીબને ઘેર પહોંચ્યા. તે ઘર દરિદ્રનું ઘર હતું. તે ઘરનાં બહેને ભિક્ષા માટે આવેલ આ શંકરાચાર્યને દેવા માટે ઘરમાં ઘણું શોધ્યું પણ કંઈ મળ્યું નહિ. જેથી તે ઘરની સ્ત્રીએ ઘરમાં પડેલું એક આંબળાનું ફળ લાવીને ભિક્ષામાં આપ્યું. આ દરિદ્ર ઘરની દશા જોઈને શંકરાચાર્યજી મુગ્ધ થઈ ગયા. તેણે ત્યાં માં લક્ષ્મી-વિષ્ણુ પ્રિયાની આરાધના કરી આદ્યશક્તિનાં અનેક સ્વરૂપો છે. તેમાનું એક સ્વરૂપ મહાલક્ષ્મી રૂપે છે. તે વિષ્ણુના પત્નિ હોવાથી તેને વૈષ્ણવી શક્તિ પણ કહે છે. આને શ્રીદેવી કમલાદેવી પદ્માદેવી તરીકે પણ ઓળખે છે. આનો પાઠ માટે માં લક્ષ્મીની આરાધના માટેનું આ કનકધારા સ્તોત્ર છે. જેના પાઠ કરવાથી દારિદ્રતા દૂર થાય છે. અને માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
આ સ્તોત્ર મૂળ સંસ્કૃતમાં છે. અહી આપણે તેનું ગુજરાતી ભાષાંતરનો પાઠ કરીશું
આ કનક ધારા સ્તોત્રની રચના આદિગુરૂ શંકરાચાર્યજી એ માત્ર બાર વરસની ઉમરે કરી હતી અને ભિક્ષામાં આંબળુ મળ્યું હતું. આથી પૂજામાં પણ 'આંબળુ' રાખવામાં આવે છે. ૧૮ શ્લોકોનું આ સ્તોત્ર છે. આ સ્તોત્ર આ પ્રમાણે છે. મા લક્ષ્મીનું આ પ્રિય સ્તોત્ર છે.
સ્તોત્ર:- જે રીતે ભમરી અર્ધવિકસિત પુષ્પો વડે અલંકૃત તમામ વૃક્ષના આશ્રય લે છે તે પ્રમાણે જે શ્રી હરિના સુશોભિત શ્રી અંગો ઉપર પડે છે તેમાં ઐશ્વર્યનો નિવાસ છે તે સંપૂર્ણ મંગળની અધિષ્ઠાત્રી દેવી ભગવતી 'માંલક્ષ્મી'ની કૃપા મારે માટે મંગળ મય બનો.
''જે પ્રમાણે ભમરી કમળદળની પર આવી જાય છે તે પ્રમાણે સમુદ્ર કન્યા શ્રી લક્ષ્મી દેવી મને શુભ દ્રષ્ટિ તથા ધન સંપત્તિ આપો."
''જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી ઈન્દ્રપદનો વિકાસ, વૈભવ, આપવા માટે સમર્થ છે. તે લક્ષ્મી દેવીની દ્રષ્ટિ મારા ઉપર પડે."
''શેષશાયી ભગવાન વિષ્ણુની પત્ની શ્રી લક્ષ્મીજીનાં નેત્રોની કૃપા દ્રષ્ટિ, અમને ઐશ્વર્ય આપનારા નીવડો."
''ભગવાન મઘુસુદનના કૌસ્તુભમણિ વૃક્ષઃ સ્થળમાં શોભી રહી છે. તે કમળ કુંજ વાસીની કૃપા મારૂં કલ્યાણ કરો."
''જે પ્રમાણે મેઘ-ઘટામાં વીજળી ચમકે છે. તેજ રીતે વિશ્વનું કલ્યાણ કરનારી વિશ્વજનની મારાં જીવનને પ્રકાશિત કરો."
ભગવાન નારાયણની પ્રેયશી લક્ષ્મી મારા દુષ્કર્મોને દૂર કરી, મારી ગરીબી હટાવી આ શીશુ પર ધનરૂપી જળધારાની વૃષ્ટિ કરો.
વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્ય જેમના પ્રીતિપાત્ર બનીને જે દયા દ્રષ્ટિના પ્રભાવથી સ્વર્ગને સરળતાથી પ્રાપ્ત કરે છે. તે લક્ષ્મી દેવીની શુભ દ્રષ્ટિ મને મનો વાંછિત પૃષ્ટિ અર્પણ કરો.
''જે સૃષ્ટિ લીલાના સમયે વાગ દેવતાનાં રૂપમાં સ્થિત હોય છે. પાલન લીલા કરતી વેળાએ ભગવાન ગરૂડધ્વજની પત્ની લક્ષ્મીને રૂપે બિરાજમાન થાય છે. તથા પ્રલય લીલાનાં કાળમાં શાકંભરી ભગવતી દુર્ગા રૂપે છે તે શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર."
''હે લક્ષ્મીદેવી ! કર્મોના ફળને આપનાર શ્રુતિ રૂપે આપને પ્રણામ કરૂં છું. સિંધુરૂપા રતીના રૂપમા આપને નમસ્કાર કરૂં છું. કમળવનમાં નિવાસ કરનારા શક્તિ સ્વરૂપા લક્ષ્મીજીને હું પ્રણામ કરૂં છું. તથા પુષ્ટિ રૂપા પુરુષોત્તમની પ્રિયા એવા શ્રી લક્ષ્મીને હું નમસ્કાર કરૂં છું."
''કમળવંદના કમળાદેવી-લક્ષ્મી દેવીને નમસ્કાર, ક્ષિર સાગર ક્ષિર સિંધુસંભુતા શ્રી દેવીને નમસ્કાર, ચંદ્રમા તથા સુધાની સગી બહેન લક્ષ્મી દેવીને નમસ્કાર, ભગવાન નારાયણની વલ્લભા શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર."
''સંપૂર્ણ સંપત્તિઓનો વિસ્તાર, શ્રી હરિની હ્ય્દયેશ્વરી લક્ષ્મીદેવીનું હું મન, વાણી તથા શરીર વડે ભજન કરૂં છું."
''ત્રિભુવનને ઐશ્વર્ય આપનારા હે લક્ષ્મી દેવી ! આપ મારા ઉપર પ્રસન્ન થાઓ."
''કમળનયન કેશવની કામિની શ્રીકમળાદેવી ! હું આપની કૃપા માટે સ્વાભાવિક રીતે યોગ્ય છું. આપની કૃપા વડે મારી તરફ જુઓ..."
આ સ્તુતિનું ફળ:- જે લોકો આ સ્તુતિ વડે વેદત્રયી સ્વરૂપા ત્રિભુવનની ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે. તેઓ આ ભૂતળ પર મહાન ગુણવાન અને અત્યંત સૌભાગ્યશાળી બને છે. તથા વિદ્ધાન પુરુષો પણ તેના મનોભાવને જાણવા માટે ઉત્સુક રહે છે. આ સ્તુતિ કરવાથી પૃથ્વી પર યશ, ધન,અને ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે.
- ડો. ઉમાકાંત જોષી
માં લક્ષ્મીની ઉત્પતિ
પદ્મપુરાણના ઉત્તર ખંડમાં લક્ષ્મીજીના પાર્દુભાવની કથા આપેલી છે. દુર્વાસા મુનિના શ્રાપથી આદિદેવી લક્ષ્મીજી અન્તર્ધાન થઈ ગયા હતા. દેવો અને દાનવોના સમુદ્રમંથનથી જગતની રક્ષા માટે લક્ષ્મીજી પ્રગટ થયા હતા. સમુદ્રમંથનથી પહેલાં લાલ વસ્ત્રો પહેરેલા લક્ષ્મીજીની મોટી બહેન દરિયાદેવી પ્રગટ થઈ કલેશપ્રિય દરિયાદેવી સ્વરૂપે હતા. ત્યાર પછી પ્રાતઃકાલે સુર્યોદય થતાં સંપૂર્ણ લોકોની અધીશ્વરી કલ્યાણમયી ભગવતી મહાલક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા. તેમને જોઈને બધા દેવતાઓ હષિંત થયા. દેવલોકમાં દુન્દુભિઓ વાગવા લાગી. ગાંધવોગાવા લાગ્યા. પુષ્પવૃષ્ટિ થઈ અને બધી દિશાઓમાં પ્રસન્નતા છવાઈ ગઈ. દેવતાઓ ઉપર પ્રસન્ન થઈ તેઓએ માંગેલ વરદાન પૂર્ણ કર્યા.
हिरव्यवर्णा हरिणी सुवर्ण रजतसजाम ।
चंद्रा हिरण्यमयी लक्ष्मी विष्णोरनपगामिनीम् ।।
(પદ્મપુરાણ ૨૫૫/૨૮.૨૯)