કબીરા મનુષ જનમ પાયકર, લીયો નહિ હરિનામજૈસે કુવા જલ બીના, ખુદવાયા કિસ કામ...
એક ગામમાં પાણીની તંગી રહેતી. પાણીની તંગી નીવારવા ગ્રામજનોએ એક કુવો ખોદાવવાનું નક્કિ કર્યું. કુવો ખોદાવ્યો, પણ અફસોસ કુવામાં પાણી જ આવ્યું નહિ. બધી મહેનત માથે પડી. પાણી વગરનાં કુવાને તો નપાણીયો કુવો કહેવાય. લોકો તેમા કચરો ઠાલવે. કુવાનું ઉદાહરણ આપીને કબીર સાહેબ કહે છે.'કબીરા મનુષ જનમ પાયકર લીયો નહિ, હરિનામ 'અર્થાત મનુષ અવતાર મળ્યો. પણ હરિનામ, ભજન- ભક્તિ થઈ શકી નહિ, તો આવું માનવ જીવન, પાણી વગરનાં કુવા સમાન ગણવું. બાહ્ય આડંબરો, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, દંભ, પાખંડ, વિગેરે સામે બંડ પોકારી, પોતાની સાધુકડી વાણીથી પદ, દોહા, ભજન, સાખીઓથી આત્મા- પરમાત્માનાં ગુઢ રહસ્યોને, સાદી, સરળ વાણીમાં રજુ કરનાર સંત પરંપરામાં જેમનું આગવું સ્થાન છે. તેવા કબીર સાહેબનો જન્મ સંવત ૧૪૫૫, જેઠ સુદ પૂનમનાં વહેલી સવારે, નિરૂદીન અને નિમા નામના વણકર દંપતીને લહેર તળાવ, પાસેથી તાજુ જન્મેલું એક બાળક મળ્યું. બાળકને પોતાના ઘરે લઈ ગયા. નામ 'કબીર' રાખ્યું. તે આપણા 'કબીર સાહેબ નિમા અને નિરૂદીન તેમના પાલક માતા પિતા ધંધો કાપડ વણવાનો, કબીરજી કાપડ વણતા વણતા ભક્તિનાં તારથી રંગાઈ ગયા. તેમણે રંગેલા, દોહાઓ, બોધપ્રદ પાણી વગરનાં કુવાનું ઉદાહરણ આપી. માનવ જીવનમાં હરિનામ સ્મરણ ભક્તિ મહિમા સમજાવ્યો. ખુબ થોડામા ઘણી મોટી વાત, કહી દેવી એ કબીર સાહેબની ખાસીયત વર્ષો વિતી ગયા, પણ કબીર સાહેબના, ક્રાંતિકારી વિચારો દોહા રૂપે આજેય ખુબ પ્રચલીત છે. તેમની અમર રચના ત્રણ ગ્રંથોમાં સચવાયેલ છે. (૧) કબીર બીજક (૨) સાખીઓ (૩) શબ્દાવલી.
કાશીમાં મરનારને સ્વર્ગને મગહરમાં મરનારને નર્ક મળે. તે વખતનાં સમાજમાં આવી માન્યતા હતી. સમાજની આ માન્યતાનું ખંડન કરવા અર્થે તેઓ અંતીમ સમયે મગહર ગયા. ત્યાં દેહ છોડયો. 'જો કાશી તન તજે કબીરા, રામહિ કોન નિહોરા.' સવંત ૧૫૭૬માં ૧૨૧ વર્ષનું આયુષ્ય ભોગવી, નિર્વાણ પામ્યા. તેમણે માનસિક, સામાજીક, વ્યવહારિક, આધ્યાત્મિક, બાબતો વિષે સાર્વત્રિક જ્ઞાાન, સમજ સમાજને આપી. જીવનની રાહ, દિશા બતાવનાર મહાન સંત કબીર સાહેબને તેમની જન્મ-જયંતિએ કોટી કોટી વંદન.
- ધનજીભાઈ નડીઆપરા