Get The App

જોગમાયા આઈ શ્રી ખોડિયાર જ્યંતિ મહાસુદ આઠમ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
જોગમાયા આઈ શ્રી ખોડિયાર જ્યંતિ મહાસુદ આઠમ 1 - image

જય જય જોગમાયા ખોડિયાર

આદ્યશક્તિનો તું અવતાર

ભક્તજનો સૌ કરે પુકાર

કૃપા કરજો મા ખોડિયાર

ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું સ્થાનક છે. વિક્રમ સંવત ૮૩૬ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને આંઠ સંતાનો આપી તેનું વાંઝિયામેણું દૂર કર્યું હતું. સાતબેનો અને એક ભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાનીબેન એ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ ગામમાં ખોડિયાર જ્યંતિ ઉજવાય છે.