- આવા નવલી નાતાલના નાયક પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં વ્હાલા વાચક આપને ક્રિસમસની કંચનમસ પ્રેમી સલામ.ઇ.સ.2024નું નવીન વર્ષ આપને સુખરૂપ અને ફળદાયી નીવડો એ જ અભ્યર્થના
પં ડે પવિત્ર રહેતી કુંવારી કન્યા મા બની શકે નહિ.તે સહજ છે. પરંતુ એશિયા ખંડમાનો જે ઇઝરાયેલ દેશ છે.તે ભૂમિ ઉપર યહોવા દેવ થકી ઓળખાતી યહુદી પ્રજામાં મરિયમ નામની કુંવારી કન્યા હતી. તેણી મા બની હતી. તેણી મા બનવાની હતી તેની ભવિષ્યવાણી યશાયા નામના યહુદી પ્રબોધકે ઈસુના પૃથ્વી પર આવ્યા પહેલા ૭૦૦ વર્ષ પૂર્વે ભાખી હતી. '' તે માટે પ્રભુ પોતે તમને ચિન્હ આપશે,જુઓ,કુંવારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે.'' બાઈબલ - યશાયા ૭ : ૧૪.
તેની સચોટતા.'' અને ઈસુ ખ્રિસ્તુનો જન્મ આ પ્રમાણે થયો,એટલે એમની આ મરિયમનુ વેવિશાળ યૂસફ સાથે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તેણી ગર્ભવતી થએલી જણાઈ અને તેણીનો પતિ યૂસફ જે નીતિમાન માણસ હતો તેમણે તેણીનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેણીને ગુપ્ત રીતે મુકી દેવાનું ધાર્યુ પણ તે સંબંધી યૂસફ વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે યુસફને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે ઓ યૂસફ દાઉદના દિકરા તારી પત્ની મરિયમને તેડી લાવવાનો કહીશ નહિ કેમકે તેણીને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.અને તેણીને દીકરો જન્મશે અને તું તેનુ નામ ઈસુ પાડશે કેમકે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એજ છે. હવે તે બધુ એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહ્યું હતું તે પુરૂ થાય એટલે જુઓ,કુવારી ગર્ભવતી થશે અને તેણીને દિકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે.જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દિકરો જન્મ્યો ત્યાં સુધી તેણે તેણીની સાથે સમાગમ કર્યો નહિ અને યૂસફે બાળકનું નામ ઈસુ પાડયું.'' બાઈબલ માથ્થી ૧ : ૧૮ થી ૨૫.
વળી મીખાહ નામના યહૂદી પ્રબોધકે ઈસુ વિષે ભવિષ્યરૂપ વચન ભાખ્યુ હતું કે '' હે બેથલેહેમ એફ્થાહ, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી,તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરૂષ ઉત્પન્ન થશે કે જે ઈઝરાયોલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા અનાદિકાળથી છે.'' બાઈબલ મીખાહ ૫ : ૨.
ભૂતકાળમાં ભવિષ્યરૂપ બોલાએલુ વચન પૂરૂ થાય છે ત્યારે ઈસુનો શિષ્ય માથ્થી તેની પોતે લખેલી સુવાર્તામાં લખે છે કે '' હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછયું કે યહુદીઓનો જે રાજા જન્મ્યો છે, તે ક્યાં છે ? કેમકે પૂર્વમાં તેનો તારો જોઈને અને તેનું ભજન કરવા આવ્યા છીએ, અને તે સાંભળીને હેરોદે રાજા ગભરાયો અને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી હેરોદે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછયું કે ખ્રિસ્તીનો જન્મ કયાં થવો જોઈએ ? ત્યારે તેઓએ હેરોદને કહ્યું કે યહૂદિયાના બેથલેહોમમાં,કેમકે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ તું યહુદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી કેમકે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઈઝરાએલી લોકોનો પાળક થશે.'' બાઈબલ માથ્થી ૨:૧ થી ૬.
અંતમાં એ જ કે યહૂદીઓ માટે મારે માટે અને દરેકને માટે લખે છે.યશાયા પ્રબોધક અધ્યાય ૯: અને તેની ૬ઠ્ઠી કલમમાં,'' કેમકે આપણે સારુ છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે.'' ''કેમકે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દિકરો (ઈસુ) આપ્યો એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે (એટલે ઈસુ પર વિશ્વાસ કરે) તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.'' બાઈબલ ભાગ-૨ નવોકરાર ''અધ્યાય ૩ : ૧૬ મી કલમ. યોહાને લખેલી સુવાર્તારૂપી યુસફ ક્માંક નં-૪.'' આવા નવલી નાતાલના નાયક પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં વ્હાલા વાચક આપને ક્રિસમસની કંચનમસ પ્રેમી સલામ.ઇ.સ.૨૦૨૪નું નવીન વર્ષ આપને સુખરૂપ અને ફળદાયી નીવડો એ જ અભ્યર્થના.


