સૂક્ષ્મ જગત અને જનમાનસની શુદ્ધિ યજ્ઞોથી શક્ય
યજ્ઞાને ભારતીય સંસ્કૃતિના પિતા કહેવામાં આવે છે. ગાયત્રીને સદવિચાર અને યજ્ઞાને સત્કર્મના પ્રતીક માનવામાં આવે છે. આ બંનેના સમ્મિલિત સ્વરૂપ સદભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓને વધારીને વિશ્વ-શાંતિ તથા માનવ કલ્યાણનું માધ્યમ બને છે, અને પ્રાણિમાત્રના કલ્યાણની સંભાવનાઓ વધે છે. યજ્ઞાના ત્રણ અર્થ છે (૧) દેવપૂજન (૨) દાન (૩) સંગઠન યજ્ઞાનું તાત્પર્ય છે. ત્યાગ, બલિદાન, શુભકર્મ પોતાનાં પ્રિય ખાદ્ય પદાર્થો તથા મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારનાં કલ્યાણના માટે યજ્ઞા દ્વારા વિતરિત કરવામાં આવે છે.
યજ્ઞાને વિષ્ણુ ભગવાન કહેવામાં આવ્યા છે અને અગ્નિને દેવતાઓનું મુખ કહેવામાં આવ્યું છે. વાતાવરણના પરિશોધનના માટે આજે યજ્ઞાોની આવશ્યકતા છે. યજ્ઞાના માધ્યમથી વાયુ પ્રદૂષણ, વિચાર પ્રદૂષણ, શારીરિક- માનસિક વ્યાધિઓથી છુટકારો મેળવી શકાય છે. કુબુધ્ધિ, કુવિચાર, દુર્ગુણ તથા દુષ્કર્મોથી વિકૃત મનોભૂમિમાં યજ્ઞાથી ભારે સુધાર થાય છે. એટલા માટે યજ્ઞાને પાપનાશક કહેવામાં આવે છે.
ભગવાન રામે જ્યારે લંકા વિજ્ય કર્યા પછી ગુરુ વશિષ્ઠજીએ એમને આ યુધ્ધના દ્વારા દૂષિત વાતાવરણને શુધ્ધ કરવા માટે યજ્ઞા કરવાનો નિર્દેશ કર્યો હતો અને ભગવાન રામે કાશીમાં દસ અશ્વમેધ યજ્ઞા સંપન્ન કર્યા હતા. છેલ્લા ૧૦૦ વર્ષોમાં બે વિશ્વયુદ્ધ થઈ ચૂક્યાં છે. જેમાં ત્રેતા અને દ્વાપરવાળાં યુધ્ધોની અપેક્ષાએ અધિક સંહાર અને વિનાશ થયો છે. પરમાણુ હથિયારોના જે હાલમાં પરીક્ષણ ચાલી રહ્યા છે એનાથી પણ આકાશ દિવસે દિવસે વિષાકત થઈ રહ્યું છે.
આજે ઘરે- ઘરે ગામે-ગામ યજ્ઞાોની આવશ્યકતા છે. વાયુની શુધ્ધિ વાયુને શુધ્ધ કરવો આપણા બધાનું કર્તવ્ય છે, કેમ કે મનુષ્ય વાયુને પ્રદૂષિત કરે છે. હવન દ્વારા વાયુની શુધ્ધિ થાય છે. જે રીતે જમીનને ખાતર મળવાથી તે સારી ફસલ આપે છે તે જ રીતે આકાશ પણ યજ્ઞાથી પ્રાણવાન બને છે. તે પ્રાણતત્વ વરસાદની સાથે જમીનમાં પહોંચે છે અને અન્નને પુષ્ટ બનાવે છે.
જે રીતે શરીરની બીમારી દૂર કરવા દવા લેવી પડે છે તે જ રીતે મનની બીમારી દૂર કરવા માટે ઋષિમુનિઓએ યજ્ઞાોપચાર બતાવ્યો છે. વેદમંત્રોનું ઉચ્ચારણ, સુગંધિત ઔષધિઓનો હવન, દેવશક્તિઓનું આવાહન આ બધાના મળવાથી મનમાં મસ્તિષ્કમાં સૂક્ષ્મ પ્રક્રિયા ઉત્પન્ન કરે છે. જે ભયંકર મનોવિકારો અને શારીરિક રોગોને દૂર કરવામાં સમર્થ હોય છે. આ માટે યજ્ઞાની આવશ્યકતા છે. યજ્ઞાથી ૧૬ સંસ્કાર કરાવવામાં આવે છે યજ્ઞાની સમીપતાનો એવો પ્રભાવ પડે છે કે મનુષ્યનું અંતઃકરણ સંસ્કાર વાન બને છે.
યજ્ઞાથી ત્યાગની ભાવના, બલિદાનની ભાવના, સેવાની ભાવનાનો વિકાસ થાય છે. બુધ્ધ શંકરાચાર્ય, મહાવીર, નાનક, વિવેકાનંદે જીવનમાં દેવતાઓ જેવું સન્માન મેળવ્યું તે તેમના ત્યાગ અને બલિદાનનું જ પરિણામ હતું. હાલનો યુગ ધર્મ આજ છે. સૂક્ષ્મ જગત અને જનમાનસની શુદ્ધિ શુદ્ધિ થાય તથા ત્યાગ- બલિદાન અને સેવાની ભાવના વધે. ગાયત્રીતીર્થ શાંતિકુંજ- હરિદ્વારના સંસ્થાપક, સંરક્ષક શ્રીરામ શર્મા આચાર્યજીએ યજ્ઞાીય પરંપરાને પુનર્જીવિત કરીને ઘર-ઘરમાં, ગામે-ગામ ગાયત્રીયજ્ઞાનો વિસ્તાર કરીને મહાન કાર્ય કર્યું છે.
- જયેન્દ્ર ગોકાણી