પંદર દિવસ પછી ડાકોર રણછોડરાયજી ભગવાનના મંદિરે દર્શન કરવાના પવિત્ર મહા પદયાત્રા શરૂ થવાની છે ત્યારે પદયાત્રીઓની અપેક્ષા ખાડા વિનાના રોડ વગેરે હતી પરંતુ અમદાવાદથી નીકળનાર પદયાત્રીઓ માટે પર્વત પર ટ્રેકિંગ કરતા હોય એવા રોડનો સામનો કરવાનો આવશે એમ લાગી રહ્યું છે. અમદાવાદથી ખાત્રજ- ડાકોર સુધી જતો રોડ તાજેતરમાં રીપર કર્યો હોવા છતાં તૂટી ગયો છે. સરકાર ધાર્મિક સ્થળોના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ડાકોરમાં પદયાત્રીઓ માટે કોઇ સવલતો ઉભી કરાતી નથી.
એક સમયે ડાકોર રણછોડરાયજી મંદિરે દર ફાગણની પૂનમે દર્શન કરવા ૧૦ લાખ પદયાત્રીઓ ઉમટતા હતા આજે તે સંખ્યા ચાર લાખ પર પહોંચી છે તેની પાછળનું કારણ ડાકોરમાં અવ્યવસ્થા હોવાનું મનાય છે. જયરણછોડના નારામાં રહેલો ભક્તિભાવ વધુ પ્રસરે તે જરૂરી છે.


