Get The App

''જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી''

Updated: Jan 19th, 2022

GS TEAM

Google News
Google News
''જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી'' 1 - image


- મેરા ભારત હૈ સબસે મહાન

હ મણા થોડા જ દિવસો પહેલાં જ સ્વામિ વિવેકાનંદજીનું આપણે સ્મરણ કર્યું. અને હવે તા. ૨૩મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિન છે. કવિજનોએ સાચુ જ કહ્યું છે કે, 'જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાંશૂર, નહીતર રહે જે વાંઝણી મત ગુમાવીશ નૂરલ્લ ભગવાન મર્યાદા પુરૂષોત્તમશ્રી રામજીએ લંકાના પાધરમાં શ્રી લક્ષ્મણજીને સંબોધીને કહ્યું હતું કે ભૈયા લંકા ભલેને સોનાની હોવા છતાં આપણને જન્મ દેનારા જનની એવં જન્મભૂમિ આપણા માટે સ્વર્ગથી પણ મહાન છે.

આ શબ્દોને ચરિતાર્થ કરનાર એવા અનેક વીરસપૂતો આપણા દેશમાં થયા છે જેમાં નેતાજી પણ ગણાય છે. 'આઝાદ હિંદની સ્થાપના કરીને દેશને ગુલામીની જંજીરોથી મુક્ત કરાવવા માટે એમની વીરતા, રાષ્ટ્રપ્રેમ, ફનાગીરી તથા અમૂલ્ય આત્મ સમર્પણ કદી ભૂલી શકાય તેમ નથી. જેમનાથી ગાંધીજી, સરદાર વિ. સૌ ગર્વ અને ગૌરવ અનુભવતા હતા. આજે પણ આપણી સરહદો ઉપર સુરક્ષાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સૈનિકો તથા રાષ્ટ્રપ્રેમીમાં ભારતીના અનન્ય સેવકો આપણા માટે સાચા દેવદૂત છે. દરેક ધર્મ શીખવે છે કે જે દેશમાં રહેતા હોઈએ તેને વફાદાર રહેવું જોઇએ. નહીતર આ પવિત્ર ધરતી તથા તમારો ધર્મ તમને કદાપિ માફ નહી કરે. સપૂતો ને સલામ...સલામ...સલામ... જયહિંદ

- મુકેશભાઈ ભટ્ટ

Tags :