Get The App

'તમારા જ હાથમાં છે' .

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
'તમારા જ હાથમાં છે'                                      . 1 - image

કેટલીક વ્યક્તિઓ- સંભવત, ઘણી બધી વ્યક્તિઓ- તંદુરસ્તીનાં કંઈ કે કંઈ નુસ્ખાઓ શોધે છે કોઈ પૂછે છે કે શું દરરોજ એક સફરજન ખાનાર કદી માંદો ન પડે તે સાચું ? કોઈ સફરજન વિષે પૂછે છે, કોઈ ડુંગળી વિષે પૂછે છે, તો કોઈ લસણની વાત કરે છે. કોઈ કેળા વીષે એવો ખ્યાલ છે. ખાનપાનની આ કે તે ચીજની આરોગ્યપ્રદતા કે હાનિ વિષે છે છેક અતિશયોક્તિ ભરી રજુઆતો થતી હોય છે તેને લીધે આવા પ્રશ્ન ઉઠે છે કોઈ વળી દહીના ગુણગાન કરે છે તો કોઈ આમળાની વાત કરે છે. ખાનપાનની એક અગર બીજી વસ્તુનાં ગુણદોષ વિશેની માહિતી એકદંરે સાચી જ હોય છે છતાં એવી કોઈ એક ચીજ આરોગ્યની સો ટકા સાચી ચાવી બની ના શકે તે સમજી શકાય તેવી વાત છે. 

માણસની તંદુરસ્તી અનેક નાની મોટી બાબતોનો સરવાળો હોય છે. એટલે કોઈ એક જ બાબત નિર્ણાયક બની શકે નહીં. સાચો ઇલાજ એ છે કે ચતિરેક ટાળીને માણસે એવી રીતે જીવવું જોઈએ કે તે પોતાનું કાર્ય નિરુપદ્રવી રીતે અને આનંદદાયક કઈ રીતે કરી શકે. યાદ રાખવા જેવું એ છે કે શરીર ઉપર જ તબિયત ઉપર જ વધુ પડતુ ધ્યાન કેન્દ્રિત કરીને બેસવુ નહીં. મોટર હાંકનાર સ્ટીયરીંગ પર ધ્યાન જરૂર આપે છે, સાથે સાથે બીજી પણ ઘણી બાબતો લક્ષમાં રાખે છે. તે રસ્તાનું પણ ધ્યાન રાખે છે અને રસ્તા ઉપરના બનાવોનું પણ ધ્યાન રાખે છે. છતાં તે આમાંથી કોઈ એક જ બાબત પર બધુ જ ધ્યાન રોકી દે તો નથી. તમે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર બધુ જ ધ્યાન રોકી રાખો છો ત્યારે એવું બનવાનો સંભવ રહે છે કે તમને તેનાં છિદ્રો જ દેખાયા, શરીર મંદીર છે, ખુદ ભગવાન નથી, સમરસેટ મોમે એવું કહ્યું છે કે મારી જિંદગીમાં મને મળેલા બોધપાઠ એ છે એ કે કોઈ પણ વસ્તુને ઇચ્છવી અને ગંધવી ખરી પણ તેની પાછળ આદુ ખાઈને પડવુ નહી!  તમારુ જે કોઈ ધ્યેય  હોય તેની ઉપર સીધું ત્રાટક કે સીધો હુમલો કરશો નહીં! તમારુ લક્ષ્ય સફળતા હોય, લક્ષ્મી હોય, સૌંદર્ય હોય કે આરોગ્ય હોય, મારો અનુભવ એવો છે કે સીધો હુમલો મહ્દઅંશ નિષ્ફળતા આપે છે.

આ જ વાત તબિયતને પણ લાગુ પડે છે તબિયત- સુધારણાનો કે તબિયતને પણ લાગુ પડે છે તબિયત- સુધારણાનો કે તબિયતને મળવી રાખવાનો કોઈ મુખ્ય કાર્યક્રમ તમે હાથ ધરશો તો તે નિષ્ફળ જશે અગર નવા પ્રશ્નો ઉભા થશે. તંદુરસ્ત માણસ લાંબુ જીવે અને બીમાર માણસ ઓછુ જીવે એવો પણ કોઈ નિયમ નથી. કેમ કે, આપણે જાણીયે છીએ કે અકસ્માતથી પણ મૃત્યુ થાય છે અને કેટલીકવાર તંદુરસ્તીનો ઉંચો આંક ધરાવતી વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે. તંદુરસ્તીની બાબતમાં જે વાત સાચી છે તે દીર્ધ આયુષ્યની બાબતમાં પણ સાચી છે  તે જુદા અર્થમાં સમજવાની છે. કોઈ કાર્યમાં મન લગાવીને, ધ્યાન લગાવીને, જીવ પરોવીને માણસ તંદુરસ્તીને તેજીથી દોડાવી શકે છે. તે જ રીતે કોઈક કાર્યમાં ઓતપ્રોત થઈને માણસ લાંબુ જીવનનાં સજોગો ઉભા કરી શકે છે. આ વાત માત્ર મન મનાવવા માટે છે તેમ રખે કોઈ સમજે ઇતિહાસમાં એવા સંખ્યાબંધ દાખલા મોજુદ છે. જેમાં દુ:ખી અને રોગીની વ્યાખ્યામાં આવે તેવી વ્યક્તિઓએ કોઈને કોઈ મહાન કાર્યમાં પોતાના જીવનનું દાન કરીને ઉંમરની દોરીને બરોબર અતૂટ ટકાવી રાખી હતી. નિવૃત વ્યક્તિઓ ને માંએ આપણે એવું સાંભળીયે છીએ છે કે મારે કામ તો કરવું જ પડશે.

કામ છોડુ તો જીવ છૂટી જાય. આમા કોઈ વેતન કે વળતરની વાત હોતી નથી, પણ મે કશું કામ કે રસની બાબત રહે નહી તો જીવન નકામા જેવું બની જાય. લાગવા માડે છે. કેટલાંક માણસોને સવાલ થાય છે કે અમુક માણસ આટલો ખુશ મિજાજ કેમ રહેતો હશે ? તેને કોઈ ચિંતા જ નહીં હોય ? શું આ માણસને કોઈ પ્રશ્નો જ નહી હોય? પૈસાની કે તબિયતની હોય છે પ્રશ્નો હોય છે નાના મોટા ચિંતા પણ હોય છે પણ તેમને લાગે છે જીવવાની આજ એક સારી રીત છે કોઈ પણ હોય શ્રીમંત કે ગરીબ કોઈ વખત દુ:ખ કે પીડા ઘરનાં આંગણામાં ચાવીને ઉભી રહી જાય છે. તેવુ બને જ છે.

તમે માંગેલા અને મનગમતા મહેમાન ને કંઈ રીતે સત્કારવાને તે તમને કહેવું પડતું નથી. પણ અણગમતા મહેમાન સાથે તમે કેવો વહેવાર કરો છો. તેમા જ તમારી કસોટી રહેલી છે.